Home /News /entertainment /ના હોય! સલમાન ખાનના બદલે રણવીર સિંહ કરશે Bigg Boss 17 હોસ્ટ? નવા પ્રોમોએ ઉડાવ્યા ફેન્સના હોશ
ના હોય! સલમાન ખાનના બદલે રણવીર સિંહ કરશે Bigg Boss 17 હોસ્ટ? નવા પ્રોમોએ ઉડાવ્યા ફેન્સના હોશ
રણવીર સિંહ આવતા વર્ષે બિગ બોસની 17મી સિઝન હોસ્ટ કરી શકે છે?
Ranveer Singh To Host Bigg Boss Next Season: ટીવીના પોપ્યુલર રિયાલિટી શો બિગ બોસને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બિગ બોસ 16ના નવા પ્રોમો વીડિયોમાં, વરુણ શર્મા જણાવે છે કે એક્ટર રણવીર સિંહ બિગ બોસની નવી સીઝન હોસ્ટ કરી શકે છે!
Bigg Boss 16 New Promo Video: સલમાન ખાનનો શો 'બિગ બોસ' આ દિવસોમાં ઘણી ચર્ચામાં રહ્યો છે. શોમાં અબ્દુ રોજિકના ઇવિક્શનથી બધા ચોંકી ગયા છે. આ દરમિયાન, બિગ બોસ 16 નો એક નવો પ્રોમો વિડિયો સામે આવ્યો છે, જેમાં ખુલાસો થયો છે કે સલમાન નહીં પણ રણવીર સિંહ આવતા વર્ષે બિગ બોસની 17મી સિઝન હોસ્ટ કરી શકે છે?
હકીકતમાં, આ અઠવાડિયે સલમાન ખાનના શોમાં ફિલ્મ 'સર્કસ'ની સ્ટારકાસ્ટ એટલે કે રણવીર સિંહ, જેકલીન ફર્નાન્ડીઝ, પૂજા હેગડે, વરુણ શર્મા અને રોહિત શેટ્ટીએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. 'સર્કસ'ની સ્ટારકાસ્ટે શોમાં ખૂબ જ મસ્તી કરી હતી.
આ દરમિયાન વરુણ શર્માએ રોહિત શેટ્ટી સહિત તમામ સેલેબ્સને લાઇ ડિટેક્ટર મશીન પર મૂકીને કેટલાક મજેદાર સવાલો પૂછ્યા, જેના જવાબ પણ સેલેબ્સે ખૂબ જ સરસ આપ્યા. અને જ્યારે વરુણે રણવીર સિંહને પૂછ્યું કે શું તે બિગ બોસની આગામી સિઝનને હોસ્ટ કરવા માંગે છે? તો આ અંગે એક્ટરનો જવાબ સાંભળીને સલમાન ખાન પણ ગુસ્સે થઈ ગયો.
રણવીર સિંહ બિગ બોસ 17 હોસ્ટ કરશે
વરુણ શર્માએ રણવીર સિંહને પૂછ્યું કે શું તમે કોઈ દિવસ બિગ બોસ હોસ્ટ કરવા માંગો છો? તો આ સવાલ પર સલમાન ખાને તરત જ રિએક્શન આપી અને રોહિત શેટ્ટી તરફ ઈશારો કરીને કહ્યું કે તેના પછી. સલમાનની વાત સાંભળીને રણવીર પણ સંમત થઈ ગયો. ત્યારે ડાયરેક્ટર રોહિત શેટ્ટીએ કહ્યું કે સલમાન ખાનથી વધુ સારી રીતે બિગ બોસને કોઈ હોસ્ટ કરી શકે નહીં.
બિગ બોસના આ નવા પ્રોમો વીડિયો પર લોકો ઘણા રિએક્શન આપી રહ્યા છે અને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી, "ભાઈ સલમાન, તમે આટલા ગુસ્સામાં કેમ છો? દરેક વસ્તુનો સમય હોય છે, સમય સાથે બધું બદલાય છે. બિગ બોસ 16 છે તો 17 પણ આવશે. આજે તમે છો તો કોઈ બીજુ પણ આવશે."
સલમાન ખાન રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સનો ભાગ બનશે?
બિગ બોસ 16ના આ પ્રોમો વીડિયોમાં જોઈ શકાય છે કે રોહિત શેટ્ટી પણ 'ચુલબુલ પાંડે'ને તેના કોપ યુનિવર્સનો એક ભાગ બનાવવાની વાત કરી રહ્યો છે. વીડિયોમાં, જ્યારે વરુણ શર્મા રોહિત શેટ્ટીને પૂછે છે, શું ચુલબુલ પાંડે પણ તમારા કોપ યુનિવર્સનો એક ભાગ હશે? તો ડાયરેક્ટર તરત જ સંમત થાય છે અને કહે છે, 101 ટકા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર