Home /News /entertainment /Bigg Boss 16: બિગ બોસે ઉંધી પાડી દીધી ટીના દત્તાની ગેમ, આ કન્ટેસ્ટન્ટની એક્સ ગર્લફ્રેન્ડની થશે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી!

Bigg Boss 16: બિગ બોસે ઉંધી પાડી દીધી ટીના દત્તાની ગેમ, આ કન્ટેસ્ટન્ટની એક્સ ગર્લફ્રેન્ડની થશે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી!

વીકેન્ડ કા વાર પર એક નવી વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થઇ શકે છે

Bigg Boss 16 New Wild Card Entry: બિગ બોસ 16ના અપકમિંગ એપિસોડમાં વધુ એક વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી જોવા મળી શકે છે. શ્રીજિતા ડે આવવાથી ટીના દત્તાના પગ નીચેથી જમીન સરકી ગઇ છે.

  Bigg Boss 16 Latest Updates: બિગ બોસ 16માં (Bigg Boss 16 New Episode) દરરોજ નવી બબાલ જોવા મળે છે. બિગ બોસના લેટેસ્ટ એપિસોડમાં જોવા મળ્યું હતું કે ફરી એકવાર એક્ટ્રેસ શ્રીજિતા ડેની એન્ટ્રી થઇ છે. શ્રીજિતા ડે બિગ બોસના ઘરમાં વાવાઝોડુ લઇને આવી છે.

  શ્રીજિતાએ જે રીતે ટીના દત્તા વિશે જણાવ્યું, તેનાથી ટીનાના પગ નીચેથી જમીન સરકી ગઇ છે. ટીના દત્તા પણ આ બધુ જોઇને હચમચી ગઇ છે અને રડતી જોવા મળી છે. તેવામાં હવે રિપોર્ટ્સ મળી રહ્યા છે કે વીકેન્ડ કા વાર પર એક નવી વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થઇ શકે છે.

  આ કન્ટેસ્ટન્ટની એક્સ ગર્લફ્રેન્ડની થશે એન્ટ્રી


  બિગ બોસના ઘરમાં શ્રીજિતા ડે અને વિકાસ માણકટાલાની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી ખૂબ બબાલ મચાવી રહી છે. હવે સોશિયલ મીડિયા પર એવા રિપોર્ટ્સ સામે આવ્યા છે કે શિવ ઠાકરેની એક્સ ગર્લફ્રેન્ડ અને બિગ બોસ મરાઠીની કન્ટેસ્ટન્ટ વીણા જગતાપ બિગ બોસ 16માં વાઇલ્ડ કાર્ડ તરીકે એન્ટ્રી લેવા જઇ રહી છે. વીણા જગતાપની બિગ બોસ 16માં એન્ટ્રી થવા અંગે હજુ સુધી કોઇ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં નથી આવી પરંતુ ગોસિપ ગલિયારીમાં એવી ચર્ચા છે કે વીણા જલ્દી બીબી હાઉસમાં આવશે.

  ટીના દત્તા-સૌંદર્યા વચ્ચે જબરદસ્ત ઝગડો


  ટીના દત્તા ફરી એકવાર બિગ બોસના ઘરમાં રડતી જોવા મળી છે. ટીના દત્તા રૂમમાં આવીને રડવા લાગે છે, ત્યારે જ શાલીન આવે છે અને તેને રડવાનું કારણ પૂછે છે. જેના પર ટીના કહે છે કે વારંવાર સૌંદર્યા તેના પર તેનું ખાવાનું લઇ લેવાનો આરોપ લગાવે છે.  જે બાદ સૌંદર્યા ત્યાં પહોંચી જાય છે અને બંને વચ્ચે જોરદાર બોલાચાલી થાય છે. ટીના દત્તા આ ઝગડા બાદ રડવા લાગે છે. બિગ બોસના ઘરમાં હવે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થવાથી ઘણા ટ્વિસ્ટ એન્ડ ટર્ન જોવા મળશે.
  Published by:Bansari Gohel
  First published:

  Tags: Bigg Boss, Bigg Boss Contestants, Bigg Boss16, Tv actress

  विज्ञापन
  विज्ञापन