Home /News /entertainment /Bigg Boss 16: બિગ બોસ 16માં સિનિયર લેશે જુનિયરના ક્લાસ, હિના-કરણ સહિત અનેકની એન્ટ્રી

Bigg Boss 16: બિગ બોસ 16માં સિનિયર લેશે જુનિયરના ક્લાસ, હિના-કરણ સહિત અનેકની એન્ટ્રી

બિગ બોસ 16માં પૂર્વ કન્ટેસ્ટન્ટ્સ ભાગ લેશે

રિયાલિટી શો બિગ બોસ 16, (Bigg Boss 16 ) આગામી 1 ઓક્ટોબરના રોજ શરૂ થવા જઈ રહ્યો છે. આ શોમાં હજુ સુધી કોણ કન્ટેસ્ટન્ટ્સ છે તે સામે આવ્યું નથી, પરંતુ આ સિઝનમાં પૂર્વ કન્ટેસ્ટન્ટ્સ ભાગ લેશે, જેના નામ પણ બહાર આવ્યા છે.

  મુંબઈ: પ્રખ્યાત ટીવી શો બિગ બોસ સિઝન 16, (Bigg Boss 16) આગામી 1 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. આ શોમાં સામેલ થવા માટે તમામ કન્ટેસ્ટન્ટ્સને લઈને અલગ અલગ કયાસ લગાવવામાં આવી રહ્યા છે. આ સાથે જ, મેકર્સે અનેક પ્રતિસ્પર્ધીઓના વીડિયો પણ જાહેર કર્યા છે, જોકે તે તમામ લોકોના મોઢા પર માસ્ક લગાવવામાં આવ્યું છે, જેથી તેમને એક જ નજરમાં ઓળખવા એ થોડુ મુશ્કેલ ભર્યું બની રહ્યું છે. આ શોની શરૂઆત પહેલા જ, શોના ફેન્સ આ તમામ કન્ટેસ્ટન્ટ્સને જોવા માટે આતુર જોવા મળી રહ્યા છે.

  સિયાસત ડેઈલી અનુસાર, શોના નજીકના સૂત્ર પાસે મળતી માહિતી પ્રમાણે, 'બિગ બોસ 16' માં અગાઉના વર્ષોની જેમ કન્ટેસ્ટન્ટ્સને ગ્રિલ કરવા માટે 'તૂફાની સિનિયર્સ' પણ જોવા મળશે. નિર્માતાઓએ બિગ બોસના 5 ભૂતપૂર્વ કન્ટેસ્ટેન્ટ્સનો સંપર્ક કર્યો છે, જેઓ ફ્રેશર્સનું નેતૃત્વ કરશે. જોકે, આ વખતે તે સિનિયર્સની સાથે વિલન તરીકે એન્ટ્રી કરશે.

  આ પણ વાંચો: બિગ બોસ 16માં સલમાન ખાનના શોના ઈતિહાસમાં પહેલીવાર થશે આ અતરંગી વસ્તુઓ!

  આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, કોન્સેપ્ટના આધારે પાછલા સિઝનના કન્ટેસ્ટન્ટ્સ 'ટ્રાઈબલ લીડર' અને 'તૂફાની સિનિયર્સ' તરીકે જોવા મળશે. જણાવી દઈએ કે, પાપારાઝી વિરલ ભાયાણીએ પોતાની પોસ્ટમાં 2 પૂર્વ સ્પર્ધકોના નામ જાહેર કર્યા છે. આ બે પૂર્વ સ્પર્ધકો હિના ખાન અને કરણ કુન્દ્રા છે. હિના ખાન 'બિગ બોસ 11'ની રનર અપ રહી છે, જ્યારે કરણ કુન્દ્રા 15માં ફાઇનલિસ્ટ હતો.

  હિના-કરણ સહિત અનેકની એન્ટ્રી?

  હિના ખાન અને કરણ કુન્દ્રા સિનિયર તરીકે ભાગ લેશે. આ સિવાય ગૌહર ખાન, કરિશ્મા તન્ના અને તનિષા મુખર્જી પણ આ શોમાં સિનિયર તરીકે સામેલ થવાની વાત કરવામાં આવી રહી છે. જોકે, મેકર્સ દ્વારા આ પૂર્વ સ્પર્ધકોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

  ફેન્સ બન્યા આતુર

  શો વિશે વાત કરીએ તો 'બિગ બોસ 16' 1 ઓક્ટોબરથી ઓન એર થશે. શોના અનેક પ્રોમો રિલીઝ કરવામાં આવ્યા છે તે પ્રમાણે આ શોને દબંગ એક્ટર સલમાન ખાન હોસ્ટ કરશે. આ વખતે શો માટે સલમાન ખાનની ફી વધારવાની પણ ચર્ચા છે. આ વખતે શોમાં શું ખાસ હશે, કયા ચહેરા જોવા મળશે, કોની જોડી બનશે, દર્શકોના મનમાં અનેક સવાલો જોવા મળી રહ્યા છે.
  Published by:Samrat Bauddh
  First published:

  Tags: Actor salman khan, Bigg Boss, Entertainment, Tv show

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन