Home /News /entertainment /Bigg Boss 16 First Promo: સલમાને કહ્યું...આ વખતે બિગ બોસ પોતે રમશે, બધુ થશે ઉલ્ટું-ફુલ્ટું

Bigg Boss 16 First Promo: સલમાને કહ્યું...આ વખતે બિગ બોસ પોતે રમશે, બધુ થશે ઉલ્ટું-ફુલ્ટું

સલમાન ખાન બિગ બોસ16

Bigg Boss 16 First Promo: દર્શકો છેલ્લા ઘણાં સમયથી જેની રાહ જોઇને બેઠા હતા એ બિગ બોસ16નો પ્રોમો રિલીઝ થઇ ગયો છે. પ્રોમોમાં જોઇને તમને પણ બિગ બોસ જોવાની ઇચ્છા થઇ જશે.

  મુંબઇ: ઘણાં સમયથી લોકો જેની રાહ જોઇ રહ્યા હતા એ ‘બિગ બોસ’ની નવી સિઝનનો પ્રોમો રિલીઝ થઇ ગયો છે. જો કે આ વાતને લઇને પહેલા એવી માહિતી મળી હતી કે, 16મી સિઝન ઓક્ટોબરમાં શરૂ નહીં થાય અને થોડુ મોડું થશે. આ વિશે દર્શકોને શો વિશેની જાણકારી માટે છેલ્લા ઘણાં સમયથી રાહ જોઇને બેઠા હતા. તમને જણાવી દઇએ કે મેકર્સે શોનો પહેલો પ્રોમો રિલીઝ કરી દીધો છે. જો કે હાલમાં ચારેબાજુ આ પ્રોમોની ચર્ચાઓ ચાલી રહી છે. બિગ બોસ છેલ્લાં ઘણાં સમયથી આવી રહ્યું છે અને હવે લોકો આ સિઝનની રાહ જોઇ રહ્યા છે.

  જાણો શું કહ્યુ સલમાને


  પ્રોમોમાં સલમાન ખાન બ્લેક આઉટફિટમાં જોવા મળી રહ્યો છે અને કહે છે કે..’આ વખતે બધું જ ઉલ્ટુ થશે..15 વર્ષથી બિગ બોસની ગેમ બધા લોકોએ જોઇ, હવે આ વખતે બિગ બોસ ગેમ્સ બતાવશે. સવારમાં જ આસમાનમાં ચાંદ જોવા મળશે. ગ્રેવિટી હવામાં ઉડી અને ધોડો પણ હવે સીધી ચાલ ચાલશે..પડછાયો પણ સાથ છોડી દેશે..’
  View this post on Instagram


  A post shared by ColorsTV (@colorstv)


  આ પણ વાંચો: બોડી કોર્ન ડ્રેસમાં ઇશાએ શેર કરી સુપર બોલ્ડ તસવીરો

  જાણો શું કહ્યું મેકર્સે


  આ વિશે સલમાન વધુમાં જણાવે છે કે..’આ નવી રમત આ વખતે બિગ બોસ પોતે રમશે.’ વિડીયોમાં શહનાઝ ગિલ અને હિના સહિત અનેક જૂના કન્ટેન્સ્ટ જોવા મળી રહ્યા છે. એમની આ ઝલક બિગ બોસની લાસ્ટ સિઝનની છે. મેકર્સે આ વિડીયો શેર કરતા લખ્યુ છે કે..આ 15 વર્ષમાં દરેક લોકોએ પોતે પોતાની ગેમ રમી, પરંતુ આ વખતે બિગ બોસ રમશે, જુઓ બિગ બોસ16 જલદી જ, માત્ર કલર્સ પર...!

  આ પણ વાંચો: દીકરી સાથે અનુષ્કા પહોંચી પાર્કમાં લટાર મારવા

  સલમાને 16મી સિઝનની આપી હિંટ


  પ્રોમો વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, સલમાન ખાન તમને કંઇક એવી જગ્યામાં જોવા મળશે જે જોઇને તમે વિચારમાં પડી જશો. સલમાન આ શોની થીમના વિશે હિંટ આપે છે. સલમાન આ વિશે કહે છે કે ગ્રેવેટી ઉપરની તરફ રહેશે અને દિવસમાં ચાંદ નિકળશે એટલે કે ઘરમાં બધુ જ ઉલ્ટું થવાનું છે. ઉલ્લેખનીય છે કે શોના ફોર્મેટ પરથી પૂરી માહિતી જાણી શકાતી નથી. આમ, દર્શકો છેલ્લા ઘણાં સમયથી બિગ બોસની આ સિઝનની રાહ જોઇને બેઠા છે. જો કે પ્રોમો જોઇને એવું લાગી રહ્યું છે કે આ વખતની સિઝન દર વખત કરતા કંઇક હટકે જ હશે.
  Published by:Niyati Modi
  First published:

  Tags: Actor salman khan, Bigg Boss, Bollywood news in hindi, મનોરંજન

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन