Home /News /entertainment /Bigg Boss 16 ના પહેલા કન્ટેસ્ટન્ટનો લૂક સામે આવ્યો, લોકો પણ ન ઓળખી શક્યા

Bigg Boss 16 ના પહેલા કન્ટેસ્ટન્ટનો લૂક સામે આવ્યો, લોકો પણ ન ઓળખી શક્યા

કલર્સે તેની ઈન્સ્ટા સ્ટોરી પર બિગ બોસના પ્રથમ કન્ટેસ્ટન્ટનો લુક રિવીલ કર્યો (ફાઈલ તસવીર)

Bigg Boss 16: બિગ બોસ 16ના પહેલા કન્ટેસ્ટન્ટનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. મેકર્સે કન્ટેસ્ટન્ટનો લુક રિવીલ કરી દીધો છે, જો કે, ચહેરા પર માસ્ક પહેરેલું છે. ચાહકો અંદાજો લગાવી રહ્યા છે કે, આ કોઈ અન્ય નહિ પરંતુ ‘સાથ નિભાના સાથિયા 2’ ફેમ ગૌતમ વિજ છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ ‘બિગ બોસ 16’નો પહેલો પ્રોમો જ્યારથી સામે આવ્યો છે, ચાહકો તે જાણવા માટે બહુ જ ઉત્સાહિત છે કે, આ વખતે પોપ્યુલર શોમાં કન્ટેસ્ટન્ટ તરીકે કયા-કયા સેલિબ્રિટીઓ હશે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો અલગ-અલગ સેલિબ્રિટીના હોવાનું અનુમાન લગાવી રહ્યા છે. પરંતુ હવે કલર્સ ટીવીએ શોના પહેલા કન્ટેસ્ટન્ટ વિશે હિંટ આપી છે. કલર્સે તેની ઈન્સ્ટા સ્ટોરી પર વીડિયો શેર કર્યો છે. જેમાં શોના પહેલા કન્ફર્મ કન્ટેસ્ટન્ટે માસ્ક પહેરેલું જોવા મળે છે અને તે ‘આસ્ક મી એનીથિન્ગ’ સેશન દરમિયાન પૂછવામાં આવેલા સવાલોના જવાબ આપે છે.

    વીડિયોમાં કન્ટેસ્ટન્ટે માસ્ક પહેરેલુ જોવા મળે છે


    ફેસ માસ્કના કારણે ચાહકો કન્ટેસ્ટન્ટને ઓળખી નથી શક્યા. લોકો વિચારી રહ્યા છે કે, ‘બિગ બોસ 16’ ના ઘરની અંદર બંધ થનારો પહેલો વ્યક્તિ કોણ છે. જો કે, ચાહકો અંદાજો લગાવી રહ્યા છે કે, આ કોઈ અન્ય નહિ પરંતુ ‘સાથ નિભાના સાથિયા 2’ ફેમ ગૌતમ વિજ છે. શેર કરવામાં આવેલા વીડિયોમાં ‘બિગ બોસ 16’ નો આ પહેલો કન્ટેસ્ટન્ટને ઘણા સવાલોના જવાબ આપતો જોઈ શકાય છે.

    આ પણ વાંચોઃ રાંડ્યા પછી હાડપણ આવ્યું! KRKએ ટ્વિટર પર લખ્યું I QUIT, કહ્યું- 'વિક્રમ વેધા' પછી...



    બિગ બોસ તમને સત્ય બતાવે છે


    તેને પૂછવામાં આવ્યુ કે તમારો પસંદીદા કન્ટેસ્ટન્ટ કોણ છે? તેણે ‘બિગ બોસ 13’ ફેમ અસીમ રિયાજ અને દિવંગત અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું નામ આપ્યુ હતુ. તેણે કહ્યુ, ‘હું તેમને બહુ જ પસંદ કરતો હતો. તેમનું વ્યક્તિત્વ બહુ જ સારુ હતું.’ બિગ બોસમાં ભાગ લેવા માટેના સવાલના જવાબમાં તેણે કહ્યુ, ‘બિગ બોસ એક એવી જગ્યા છે, જે તમને સત્ય બતાવે છે. સીરિયલમાં જે પાત્રો આપવામાં આવે છે. એમાં તેમનો વાસ્તવવાદ બતાવી શકતા નથી’

    બિગ બોસમાં આ માટે આવવા માંગે છે કન્ટેસ્ટન્ટ


    તે આગળ કહે છે, ‘બિગ બોસ એક એવી જગ્યા છે, જ્યાં તમને તમારો વાસ્તવિક સ્વભાવ દેખાય છે. તમે વાસ્તવિકતામાં શુ છો. તમારું વ્યક્તિત્વ કેવુ છે. તમારા વિચારો કેવા છે. તમારું ટેપર લેવલ કેવુ છે. આ માટે બિગ બોસમાં જવુ મારા માટે બહુ જ જરૂરી છે. અને મને તે જોવું છે કે, સોશિયલ મીડિયાના લોકો મને કેટલો પસંદ કરે છે.’

    આ પણ વાંચોઃ રૂપાલી ગાંગુલીએ અભિનેતાને છોડીને કેમ એક બિઝનેસમેન સાથે કર્યા લગ્ન? અનુપમાએ ખુદ કર્યો ખુલાસો 

    એક ઓક્ટોબરથી થશે પ્રસારિત


    જાણકારી અનુસાર, ‘બિગ બોસ 16’ 1લી ઓક્ટોબરથી પ્રસારિત થશે. હંમેશાની જેમ સલમાન ખાન જ આ શોને હોસ્ટ કરશે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Actor salman khan, Bigg Boss Contestants, Instagram Story

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन