Home /News /entertainment /' મને અડવા દે, ઉપર ઉપરથી પણ ચાલશે,' Big Boss 16ના આ કન્ટેસ્ટન્ટ પાસે કામના બદલે કરાઇ ગંદી ડિમાન્ડ
' મને અડવા દે, ઉપર ઉપરથી પણ ચાલશે,' Big Boss 16ના આ કન્ટેસ્ટન્ટ પાસે કામના બદલે કરાઇ ગંદી ડિમાન્ડ
એક્ટરે કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ
બિગ બોસ 16નો કન્ટેસ્ટન્ટ રહી ચુકેલા ટીવી એક્ટર અંકિત ગુપ્તા (Ankit Gupta)એ કાસ્ટિંગ કાઉચ ( Casting Couch)ને લઇને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એક્ટરે જણાવ્યું કે કેવી રીતે શરૂઆતના દિવસોમાં તેને એક કડવો અનુભવ થયો હતો.
મોટા પડદાથી લઈને નાના પડદા સુધી સિનેમાની આ ચમકતી દુનિયામાં કાસ્ટિંગ કાઉચ (Casting Couch) દૂષણ સમાન છે. ઘણી વખત સ્ટાર પોતાના કાસ્ટિંગ કાઉચના અનુભવ અને ઇન્ડસ્ટ્રીમાં થતા કાળા કામ વિશે ખુલાસો કરતો રહે છે. ત્યારે આ વખતે ટીવીના ફેમસ એક્ટર અંકિત ગુપ્તા (Ankit Gupta)એ ઘટસ્ફોટ કર્યો છે.
'ઉડારીયાં'થી લઈને 'બિગ બોસ 16' (Bigg Boss 16)માં જોવા મળેલ અંકિત ગુપ્તા હાલ પોતાના ખુલાસાઓને કારણે ચર્ચામાં છે. હાલમાં જ ઈન્ટરવ્યૂમાં અંકિતે શરૂઆતના દિવસોમાં તેની સાથે બનેલી કાસ્ટિંગ કાઉચની ઘટનાને શેર કરી હતી.
હાલમાં જ એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યૂમાં અંકિત ગુપ્તાએ ગ્લેમરની દુનિયામાં પોતાના સૌથી ખરાબ અનુભવ વિશે વાત કરતા કહ્યું કે, અહીં સમાધાન કરવું પડે છે. શરૂઆતમાં ઘણા બધા લોકો મને આવું કહેતા હતા. તે કહેતા કે અંકિત આ ઇન્ડસ્ટ્રીમાં આવી રીતે કામ મળતું નથી. અમે ઘણા લોકોને લોન્ચ કર્યા છે અને તે બધાએ સફળતા મેળવવા માટે સમાધાન કર્યું છે.
આ સાથે અંકિતે વધુ એક ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું હતું કે, એકે મારી પાસે મારા પ્રાઇવેટ પાર્ટને ટચ કરવાની પરવાનગી માંગી હતી. મને યાદ છે કે, તે વ્યક્તિના શબ્દો સાંભળીને ખૂબ જ આરામથી કહ્યું હતું કે ના, હું તે છોકરાઓમાંનો એક નથી અને જો હોવ તો પણ હું આવું કરી શકું નહીં. ત્યારબાદ સામેની વ્યક્તિએ કહ્યું કે, ચાલો ઠીક છે, તમે આવું ન કરવા માંગતા હોવ તો મને આ (પ્રાઇવેટ પાર્ટ)ને ઉપરથી સ્પર્શ કરવા દો.
અંકિતના કહ્યા મુજબ, આ વાત સાંભળીને તે ચોંકી ગયો હતો. મને સમજાયું નહીં, ફક્ત મારી જાતને પૂછી રહ્યો હતો કે આ કે શું થઈ રહ્યું છે. એ મારો સૌથી ખરાબ અનુભવ હતો.
અહીં ઉલ્લેખનીય છે કે, અંકિત ગુપ્તા હાલમાં જ ટીવીના સૌથી વિવાદિત શો બિગ બોસની સીઝન 16માં પોતાની મિત્ર પ્રિયંકા ચહર ચૌધરી સાથે સ્પર્ધક તરીકે જોવા મળ્યો હતો. જોકે, આ શોમાં તેની સફર વધુ સમય સુધી ચાલી શકી નહોતી. આ પહેલા તે ટીવી શો 'ઉડારીયાં'માં પોતાની શાનદાર એક્ટિંગથી લાખો લોકોના દિલમાં અલગ જગ્યા બનાવી ચૂક્યા છે. હવે અંકિત ફરી એકવાર નાના પડદે પરત ફરી રહ્યો છે. અભિનેતા ટૂંક સમયમાં જ શો 'જુનૂનિયત'માં મુખ્ય ભૂમિકા નિભાવતો જોવા મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર