Home /News /entertainment /Viral Video:અબ્દુ રોઝિક એક સમયે રસ્તા પર ગાઇને ચલાવતો ઘર, હવે જીવે છે આવી લક્ઝુરિયસ લાઇફ
Viral Video:અબ્દુ રોઝિક એક સમયે રસ્તા પર ગાઇને ચલાવતો ઘર, હવે જીવે છે આવી લક્ઝુરિયસ લાઇફ
તેને લઈને અબ્દૂની ટીમ મેનેજમેન્ટે એક સ્ટેટમેન્ટ રજૂ કરીને કહ્યુ છે કે આ જે પણ અબ્દૂ સાથે થયું એ ખૂબ જ ખોટું થયું છે.
'બિગ બોસ 16'માં, જ્યાં અન્ય કન્ટેસ્ટન્ટ્સ ઝઘડાને કારણે ચર્ચામાં છે, ત્યાં અબ્દુ રોજિક તેની ક્યુટનેસને કારણે દર્શકોને દિવાના બનાવી રહ્યો છે. અબ્દુનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ગીત ગાતો જોવા મળી રહ્યો છે.
'બિગ બોસ 16'ના કન્ટેસ્ટન્ટ અબ્દુ રોજિક વિશે જાણવા લોકો ઉત્સુક રહે છે. તાજિકિસ્તાનના રહેવાસી અબ્દુએ જ્યારથી બિગ બોસના ઘરમાં એન્ટ્રી કરી છે ત્યારથી તે ચર્ચામાં છે. પહેલા તો એવું લાગતું હતું કે ઘરની અંદર કોઈ બાળક આવી ગયું છે, પરંતુ બાદમાં જાણવા મળ્યું કે જેને લોકો નાનું બાળક સમજી રહ્યા છે તે આખી દુનિયામાં ફેમસ વ્યક્તિ છે.
અબ્દુ આજે પોતાની લક્ઝરી લાઈફ માટે જાણીતો છે પરંતુ તેણે પોતાના જીવનમાં ખૂબ જ મુશ્કેલ સમય પણ જોયો છે. અબ્દુના સંઘર્ષના દિવસોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અબ્દુ રોજિકનું બાળપણ ખૂબ જ મુશ્કેલ હતું. આર્થિક તંગીને કારણે અબ્દુએ રસ્તા પર ગીતો ગાઈને કમાણી કરી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં અબ્દુ ફ્રૂટની દુકાનની સામે ઊભો રહીને ગીત ગાઈ રહ્યો છે અને લોકો તેને પૈસા આપી રહ્યા છે.
અબ્દુ રોજિક દુનિયાભરમાં પોપ્યુલર
અબ્દુ રોજિક ભલે કદમાં નાનો હોય, પરંતુ તેની મહેનત અને ક્ષમતાના આધારે તે આજે આખી દુનિયામાં જાણીતો છે. તેની પોપ્યુલારિટીને કારણે તેને બિગ બોસના ઘરમાં પણ સ્થાન મળ્યું છે. અબ્દુ હવે લક્ઝરી લાઈફ જીવે છે પણ પોતાના બાળપણના દિવસોને ભૂલ્યો નથી. આટલું જ નહીં, તે તેના પિતાને એક મોટું ઘર ખરીદીને આપવા માંગે છે.
એક સમયે છતટપકતી હતી, આજે છે લક્ઝરી ઘર
'બિગ બોસ'ના ઘરમાં સાજિદ ખાન સાથે વાત કરતી વખતે અબ્દુએ તેના ખરાબ દિવસોનો ઉલ્લેખ કર્યો હતો. અબ્દુએ કહ્યું હતું કે અમારી પાસે રહેવા માટે સારુ ઘર પણ ન હતું, વરસાદના દિવસોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ જતી, છત પરથી પાણી ટપકતું રહેતું. ધીરે ધીરે, જ્યારે મારી ઓળખ બની અને મને કામ મળવા લાગ્યું, ત્યારે મારી આવક સારી થઈ. મેં મારા માતાપિતા માટે એક સરસ ઘર ખરીદ્યું. હવે હું બીજું મોટું ઘર ખરીદવાનું વિચારી રહ્યો છું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર