Home /News /entertainment /ફરાહ ખાને સાજીદ-અબ્દુનું કર્યુ Grand Welcome: બિગ બોસમાંથી બહાર નિકળ્યા પછી ત્રણેય કરી ખૂબ મસ્તી, ક્લિક કરીને જોઇ લો તસવીર
ફરાહ ખાને સાજીદ-અબ્દુનું કર્યુ Grand Welcome: બિગ બોસમાંથી બહાર નિકળ્યા પછી ત્રણેય કરી ખૂબ મસ્તી, ક્લિક કરીને જોઇ લો તસવીર
બર્ગર ખાવાની મજા માણી
Bigg boss 16: ફરાહ ખાને અબ્દુ અને સાજિદ ખાનની સાથે પાર્ટી કરી. ફરાહ ખાને ઇન્સ્ટાગ્રામ પર ત્રણ ફોટાઓ શેર કર્યા છે. ફરાહની તસવીરો સાજીદ ખાન અને અબ્દનું રિયૂનિયન જોઇને ફેન્સ ખુશ થઇ ગયા છે. પહેલાં અને બીજા ફોટામાં ફરાહ ખાન અબ્દુ રોજિક અને સાજિદ ખાન સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે.
Bigg boss 16: ફરાહ ખાને અબ્દુ અને સાજિદ ખાનની સાથે પાર્ટી કરી. ફરાહ ખાને ઇન્સ્ટાગ્રામ પર ત્રણ ફોટાઓ શેર કર્યા છે. ફરાહની તસવીરો સાજીદ ખાન અને અબ્દનું રિયૂનિયન જોઇને ફેન્સ ખુશ થઇ ગયા છે. પહેલાં અને બીજા ફોટામાં ફરાહ ખાન અબ્દુ રોજિક અને સાજિદ ખાન સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે બિગ બોસ 16ના ઘરમાંથી બહાર નિકળીને અબ્દુ રોજિક હવે ફરાહ ખાનના મહેમાન બની ગયા છે. મળતી માહિતી અનુસાર આ અઠવાડિયાથી સાજિદ ખાન અને અબ્દુ રોજિક બન્ને બહાર થઇ ગયા છે. એવામાં ફરાહ ખાને એના બે ફેવરેટ સ્ટાર્સ સાથે પાર્ટીની મજા માણી. ફરાહ ખાનને અબ્દુ અને સાજિદ સાથે સ્પેશયલ ફોટો પણ શેર કર્યા છે.
ફરાહ ખાને એમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ત્રણ ફોટો શેર કર્યા છે. ફરાહની તસવીરોમાં સાજિદ ખાન અને અબ્દુનું રિયૂનિયન જોવા મળી રહ્યુ છે. જો કે આ તસવીર જોઇને અનેક ફેન્સ ખુશ થઇ ગયા છે. પહેલા અને બીજા ફોટામાં તમે જોઇ શકો છો કે ફરાહ ખાન અબ્દુ રોજિક અને સાજિદ ખાન સાથે પોઝ આપી રહી છે.
અબ્દુની સામે ટેબલ પર એમનું ફેવરેટ બુર્ગીર એટલે કે બર્ગર અને ફેન્ચ ફ્રાઇઝ પણ રાખી છે. બિગ બોસના ઘરમાં અબ્દુ ઘણી વાર બર્ગર ખાવાની વાત કરતા જોવા મળ્યા હતા. એવામાં ફરાહ ખાને એમના મહેમાનનું ખૂબ સ્વાગત કર્યુ અને એમનું ફેવરેટ બર્ગર ખવડાવ્યું.
એક તસવીરમાં સાજિદ ખાન અબ્દુને પ્રેમથી ગળે મળીને મસ્ત પોઝ આપે છે. તસવીરોમાં બન્નેનું બોન્ડિંગ જોરદાર જોવા મળી રહ્યું છે. જો કે આ એક સુપોપ તસવીર છે. અબ્દુ અને સાજિદના ચહેરાની મિલિયન ડોલર સ્માઇલને જોઇને તમે એમની ખુશીઓનો અંદાજો લગાવી શકો છો.
શોર્ટ સન-લોન્ગ સનને શોમાં લોકો મિસ કરી રહ્યા છે
ફરાહ ખાને બિગ બોસ 16થી શોર્ટ સન-લોન્ગની રિયુનિયન તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું છે- બિગ બોસ 16ના મારા બે ફેવરેટ્સ..ઘણી વાર દિલ જીતવું પણ જરૂરી હોય છે. આ સાથે જ ફરાહ ખાને હાર્ટ ઇમોજી પણ બનાવી છે. ફરાહ ખાનની પોસ્ટ પર મલાઇકા અરોડા, સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝાએ ફેવરેટ લખીને હાર્ટનું ઇમોજી મુક્યુ છે.
ફેન્સ પણ અબ્દુ અને સાજિદને એમના ફ્યૂચર માટે ગુડ વિશ આપી રહ્યા છે. એક યુઝર્સે લખ્યુ છે કે..બન્નેને બિગ બોસમાં મિસ કરી રહી છું. એક બીજા યુઝર્સે લખ્યુ છે કે.. તમને લોકોને ઘરમાં મિસ કરી રહ્યા છે. જો કે ફરાહ ખાનની આ તસવીર અનેક લોકોને ખૂબ જ પસંદ પડી રહી છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર