Home /News /entertainment /Bigg Boss 15 Winner: સૌથી વધુ વોટ મેળવીને Tejasswi Prakash બની 'બિગ બોસ 15'ની વિજેતા

Bigg Boss 15 Winner: સૌથી વધુ વોટ મેળવીને Tejasswi Prakash બની 'બિગ બોસ 15'ની વિજેતા

તેજસ્વી પ્રકાશ

Tejasswi Prakash Bigg Boss 15 Winner: તેજસ્વી પ્રકાશને દર્શકોએ સૌથી વધુ વોટ આપ્યા અને તેને 'બિગ બોસ 15'ની વિજેતા બનાવી છે.

    Bigg Boss 15 Winner: ટીવીના સૌથી લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ'ની (Bigg Boss) 15મી સીઝનનો વિજેતા ( Tejasswi Prakash) આખરે મળી ગયો છે. પ્રેક્ષકો જેની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આખરે આવી ગઈ. હા, તેજસ્વી પ્રકાશને દર્શકોએ સૌથી વધુ વોટ આપ્યા અને તેને 'બિગ બોસ 15'ની વિજેતા બનાવી છે.

    શમિતા શેટ્ટી ટોપ-3માંથી બહાર થઈ ગઈ હતી

    તમને જણાવી દઈએ કે, 30 જાન્યુઆરીએ 'બિગ બોસ 15'નો ગ્રાન્ડ ફિનાલે હતો, જ્યાં શોના 5 ફાઇનલિસ્ટ સ્પર્ધકો કરણ કુન્દ્રા, તેજસ્વી પ્રકાશ, નિશાંત ભટ્ટ, શમિતા શેટ્ટી અને પ્રતિક સહજપાલ વચ્ચે હરીફાઈ હતી. . સૌથી પહેલા તો નિશાંત શોમાં 10 લાખની ઈનામી રકમ લઈને શોમાંથી બહાર નીકળી ગયો હતો. જે બાદ શમિતા શેટ્ટી ટોપ-3માંથી બહાર થઈ ગઈ હતી.

    ફિનાલેમાં સલમાન ખાને આકર્ષક ડાન્સ કર્યો હતો

    સીઝન 15ને રસપ્રદ બનાવવા માટે, સીઝન 4ની વિજેતા શ્વેતા તિવારી, સીઝન 8ની વિજેતા ગૌતમ ગુલાટી, સીઝન 6ની વિજેતા ઉર્વશી ધોળકિયા, સીઝન 7ની વિજેતા ગૌહર ખાન અને સીઝન 14ની વિજેતા રૂબીના દિલેકને ગ્રાન્ડ ફિનાલેમાં સામેલ કરવામાં આવ્યા હતા.


    ગ્રાન્ડ ફિનાલેની શરૂઆત સલમાન ખાનના આકર્ષક ડાન્સ સાથે થઈ હતી, જ્યાં તેણે 'સીટી માર' ગીત પર પ્રેક્ષકોને અભિભૂત કર્યા હતા.



    દિપીકા અને અનન્યા પણ આવ્યા હતા

    આ સાથે, બિગ બોસ 15 ના કેટલાક સ્પર્ધકો સાથે શોમાં પહોંચેલા ભૂતપૂર્વ વિજેતાઓ સાથે ડાન્સ સ્પર્ધા પણ હતી. આવનારી ફિલ્મ 'ગેહરાયિઆ'ની સ્ટાર કાસ્ટ પણ આ ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લીધો હતો, જ્યાં દીપિકા પાદુકોણ અને અનન્યા પાંડેએ ગ્લેમર ઉમેર્યું હતું.

    આ પણ વાંચો - Bollywood News : ઋત્વિક રોશન સાથે જોવા મળી મિસ્ટ્રી ગર્લ, જાણો તેના વિશે

    આ સાથે શહેનાઝ ગિલ પણ શોમાં પહોંચી હતી અને દિવંગત અભિનેતા સિદ્ધાર્થ શુક્લાને યાદ કરીને તે અને સલમાન ખાન બંને ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. શહનાઝ ગીલે ગ્રાન્ડ ફિનાલેમાં સિદ્ધાર્થ શુક્લા માટે પરફોર્મન્સ આપ્યું હતું.






    એક એપિસોડ દરમિયાન તેજસ્વીએ (Tejasswi Prakash) પોતાના ભૂતકાળ વિશે પણ જણાવ્યું હતું. તેજસ્વીએ કહ્યું હતું કે, જ્યારે મારા માતા-પિતાના લગ્ન થયા ત્યારે મારા પિતા એક અઠવાડિયામાં દુબઈ ચાલ્યા ગયા હતા. એ એરેન્જ્ડ મેરેજ હતા. દોઢ વર્ષ સુધી તે આવ્યા ન હતા, પછી બધા સગા-સંબંધીઓ અને લોકો માતાને વાત કરવા લાગ્યા, 'દગો આપીને જતા રહ્યા, એ આવશે નહીં, તે લગ્ન કરીને ભાગી ગયો છે'. તેજસ્વીએ નેશનલ ટીવીમાં આ વાત કહીને સાબિત કર્યું કે, તે કમજોર નથી અને આવી વસ્તુઓથી તૂટતી નથી.



    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Bigg Boss 15, Entertainemt News, Salmankhan, બિગ બોસ 15

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन