Home /News /entertainment /Bigg Boss 15ની વિજેતા તેજસ્વી પ્રકાશ જીવે છે લક્ઝરી લાઈફ, મુંબઈમાં આલીશાન ઘર અને કરોડોની છે સંપત્તિ

Bigg Boss 15ની વિજેતા તેજસ્વી પ્રકાશ જીવે છે લક્ઝરી લાઈફ, મુંબઈમાં આલીશાન ઘર અને કરોડોની છે સંપત્તિ

તેજસ્વી પ્રકાશ લાઈફ સ્ટાઈલ

બિગ બોસ સીઝન 15 (Bigg Boss 15) માં ટીવી એક્ટ્રેસ (TV Actress) અને બબલી ગર્લ તેજસ્વી પ્રકાશ (Tejasswi Prakash) વિજેતા બની છે. તમને જણાવીએ કે તેજસ્વીની જીવનશૈલી સામાન્ય માણસ જેવી નથી. પરંતુ તેણી એક લક્ઝુરિયસ લાઈફ જીવે છે.

  મુંબઈ : ટીવીનો મોસ્ટ કોન્ટ્રોવર્સીયલ અને રિયાલિટી શો બિગ બોસ (Bigg Boss)ના મેકર્સ લોકોનું મનોરંજન કરવામાં કોઈ કસર બાકી છોડતા નથી. તાજેતરમાં બિગ બોસની 15મી પૂર્ણ થઈ છે. બિગ બોસ સીઝન 15માં ટીવી એક્ટ્રેસ (TV Actress) અને બબલી ગર્લ તેજસ્વી પ્રકાશ (Tejasswi Prakash) વિજેતા બની છે. તજસ્વી પ્રકાશે બિગબોસ ફિનાલે (Finale)માં પ્રતિક સહજપાલ (Pratik Sahajpal) અને કરણ કુન્દ્રા (Karan Kundra)ને કડક સ્પર્ધા આપીને આ ખિતાબ જીત્યો. શો જીતવાની સાથે તેજસ્વી શોમાં કરણ કુન્દ્રા સાથેની તેની રોમેન્ટિક કેમેસ્ટ્રીને કારણે પણ ઘણી ચર્ચામાં રહી છે.

  બિગ બોસ શોમાં આવતા પહેલા જ તેજસ્વી ટીવીની જાણીતી અભિનેત્રીઓમાંની એક રહી ચૂકી છે. તેજસ્વીની જીવનશૈલી સામાન્ય માણસ જેવી નથી. પરંતુ તેણી એક લક્ઝુરિયસ લાઈફ જીવે છે. કારણ કે, તેજસ્વીની કમાણી પણ એટલી જ હાઈ છે. રિપોર્ટ્સ અનુસાર, તેણે બિગ બોસ શો માટે દર અઠવાડિયે 10 લાખ રૂપિયા ચાર્જ કર્યા હતા.

  તેજસ્વી પ્રકાશનો જન્મ 11 જૂન 1993ના રોજ જેદ્દાહ, સાઉદી અરેબિયામાં થયો હતો. તેણે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. જો કે, 18 વર્ષની ઉંમરથી જ તેણીએ અભિનયમાં આવવાનું નક્કી કરી લીધું હતું. આ માટે તેજસ્વીએ એન્જિનિયરિંગ છોડીને અભિનયની લાઈનમાં પ્રવેશ કર્યો. તેજસ્વીએ 'લાઇફ ઓકે' ટીવી ચેનલ પર પ્રસારિત થનારી સસ્પેન્સ-થ્રિલર ટીવી સિરીઝ '2612' દ્વારા ટીવી ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. આ પછી તેણે ઘણી સિરિયલોમાં કામ કર્યું, પરંતુ તેને ખરી પ્રસિદ્ધિ 'સ્વરાગિની- જોડે રિશ્તો કે સૂર'ના પાત્ર રાગિણીથી મળી. આ પછી તેની કલર્સના 'ખતરો કે ખિલાડી'માં જોવા મળી હતી. આ શોમાં તેજસ્વીનું પર્ફોમન્સ શ્રેષ્ઠ હતું પરંતુ તેણીને આંખમાં ઈજા પહોંચતા શોને અડધેથી જ છોડવો પડ્યો હતો.

  તેજસ્વી પ્રકાશની 'બિગ બોસ'ની ફી

  ટીવી સિરિયલ કરતા અલગ બબલી ગર્લ તેજસ્વીને 'બિગ બોસ 15' માં લોકોએ ખુબ પસંદ કરી. શોના ફોર્મેટ મુજબ લોકોને તેજસ્વીના વ્યક્તિત્વ વિશે ખબર પડી, જેના વિશે તે અત્યાર સુધી અજાણ હતા. શોમાં, અભિનેત્રીએ પોતાની ઈમોશનલ, રોમેન્ટિક, સ્પષ્ટવક્તા, ગુસ્સો, કોમેડી તમામ પાસા દર્શાવ્યા હતા. શોમાં તેજસ્વી અને કરણ કુન્દ્રાની કેમેસ્ટ્રી ચાહકોને એટલી પસંદ આવી કે લોકો આ કપલ માટે હેશટેગ 'તેજરન' લગાવવાનું શરુ કરી દીધું. રિપોર્ટ્સ અનુસાર, તેજસ્વીને બિગબોસ શોમાં દર અઠવાડિયે 10 લાખ રૂપિયા ફી તરીકે મળતા હતા.

  તેજસ્વી બિગ બોસની 15મી સીઝન જીતતા તેણીને 40 લાખની ઈનામી રકમ અને ટ્રોફી સાથે 'નાગિન' ટીવી સિરિયલમાં મુખ્ય અભિનેત્રી તરીકેની ભૂમિકાની ઓફર પણ કરવામાં આવી છે. તે સ્પષ્ટ છે કે અભિનય ઉદ્યોગમાં તેજસ્વીનું ભવિષ્ય ખૂબ તેજસ્વી રહેવાનું છે.

  તેજસ્વી પ્રકાશ નેટ વર્થ

  ટીવી ઈન્ડસ્ટ્રીમાં 10 વર્ષથી વધુ સમયથી કામ કરી રહેલી તેજસ્વીનીએ સિરિયલ, શો અને ઘણા મ્યુઝિક વીડિયો પણ કર્યા છે. તેજસ્વીના મ્યુઝિક વિડીયો વિષે વાત કરીએ તો તેમાં 'મેરા પહેલો પ્યાર', 'ફકીરા', 'એ મેરે દિલ' સહિતના ઘણા ગીતોનો સમાવેશ થાય છે. તેણીએ OTT પ્લેટફોર્મ પર પણ વેબ સિરીઝ 'સિલસિલા બદલતે રિશ્તો કા'માં જોવા મળી છે. રિપોર્ટ્સ અનુસાર, તેજસ્વીની કુલ સંપત્તિ 11 થી 15 કરોડ રૂપિયાની વચ્ચે છે. આ સિવાય તે કોઈપણ સીરિયલમાં એક એપિસોડ માટે 60 થી 70 હજાર રૂપિયા ચાર્જ કરે છે.

  આ પણ વાંચોBigg Bossની પૂર્વ સ્પર્ધક Mahekk Chahal નો ગ્લેમર લૂક, તસવીરો જોઈ મોઢું ખુલ્લું રહી જશે

  લાઈફસ્ટાઈલ

  તેજસ્વી મુંબઈમાં એક આલીશાન ઘરમાં રહે છે. તેણી પાસે લાલ રંગની હ્યુન્ડાઈ કાર પણ છે. ઘર અને કારની વિવિધ તસવીરો તે અવારનવાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કરતી રહે છે. તે સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તેજસ્વી યુટ્યુબ પર વ્લોગ પણ બનાવે છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Bigg Boss 15, Bollywood Interesting story, Bollywood Latest News, Bollywood News in Gujarati

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन