TV પહેલાં OTT પર છ અઠવાડિયા સ્ટ્રીમ થશે 'BIGG BOSS', જાણો સંપૂર્ણ ડિટેઇલએન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ'ની અપકમિંગ સીઝન તેનાં પહેલાં છ અઠવાડિયામાં OTT પર રિલીઝ થશે અને પછી ધીમે ધીમે ટીવી પર શો જોવા મળશે. નવી સીઝનને 'બિગ બોસ ઓટીટી' કહેવામાં આવશે. 'બિગ બોસ ઓટીટી', જે વૂટ પર સ્ટ્રીમ થશે જેમાં 'જનતા' ફેક્ટર રજૂ થશે. નવા સિઝનમાં સામાન્ય જનતાને બિગ બોસનાં અસામાન્ય શક્તિઓ હશે. જેનાંથી તેઓ સ્પર્ધકોને રોકવાં અને શોથી દૂર કરવાનાં પાવર મળશે.
વૂટ સેલેક્ટનાં પ્રમુખ ફરઝાદ પાલિયાનું કહેવું છે કે, 'વૂટમાં કંટેન્ટની આસપાસનાં અનુભવ અને નવાં વિચાર અમારી રણનીતિમાં સૌથી આગળ છે. 'બિગ બોસ'ની સીઝનમાં ભારે સફળતા જોવા મળી છે. અને તે ભારતનું સૌથી મનોરંજનવાળું કન્ટેન્ટ બની ગયુ હતું. બિગ બોસનાં શુભારંભ અમારા 'ડિજિટલ ફર્સ્ટ'નાં કોન્સેપ્ટને મજબૂત દિશામાં એક કદમ છે. અમને વિશ્વાસ છે કે, અમારા વફાદાર પ્રશંસક અને ગ્રાહક અમારા 24 કલાકની લાઇવ ફિડ, ઇન્ટરએક્ટિવિટી અને કેમિંગ પ્રસાદનાં માધ્યમથી વાસ્તવમાં વિશ્વ સ્તરીય અનુભવનો આનંદ લેશે.'
બિગ બોસની પૂર્વ પ્રતિયોગી અને બિગ બોસ-4ની વિનર એક્ટ્રેસ શ્વેતા તિવારી શોનાં ઓટીટી સ્ટ્રીમિંગ અંગે ઉત્સાહિત છે.
તે કહે છે કે, 'હું આ જાણીને ખુબજ ઉત્સાહિત છું. મારા માટે બિગ બોસ જીવન બદલનારો અનુભવ હતો. અને ન ફક્ત દર્સખોએ મને એક કલાકારનાં રૂપમાં પણ મારા વ્યક્તિત્વની પરે મને જાણવાની તક મળી છે. પણ મને અધિક ધૈર્યવાન, સહનશીલ અને બોલતા શીખવ્યું છે. તેણે મને પરિવાર જેવાં મિત્રો આપ્યાં છે. હું દર વર્ષે 'બિગ બોસ' જોવું છઉં. પણ મને લાગે છે કે, આ દર્શક સભ્યનાં રૂપમાં, મારી પાસે પહેલાંથી વધુ શક્તિ હશે જે શોનાં અસલી જજ બનતા પહેલાં. આ એક ઓટીટી લોન્ચને વધુ રોમાંચકારી બનાવે છે.'
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર