Bigg Boss 15: એન્ટ્રી કરતા પહેલાં જ શો માંથી નીકળી ગઈ આ કન્ટેસ્ટન્ટ, જાણો શું છે મામલો?

પંજાબી સિંગર અફસાના ખાન

Bigg Boss 15- બિગ બોસના મેકર્સે થોડા સમય પહેલા જ અમુક કન્ટેસ્ટન્ટ્સની એન્ટ્રી કન્ફર્મ કરી હતી

  • Share this:
    મુંબઇ : બિગ બોસ 15 (Bigg Boss 15) માં આ વર્ષે ફેમસ પંજાબી સિંગર અફસાના ખાન (Afsana Khan)ની એન્ટ્રીના સમાચારો સામે આવતા જ પ્રશંસકોની એક્સાઈટમેન્ટ ડબલ થઈ ગઈ હતી. પ્રોમો વીડિયોમાં અફસાના ખાનની ઝલક જોયા બાદ તેની એન્ટ્રી શોમાં કન્ફર્મ થઈ ગઈ હતી, પરંતુ નવા રિપોર્ટ્સ મુજબ અફસાના ખાન શોમાં એન્ટ્રી નહીં લે. તે એન્ટ્રી કરતા પહેલા જ શોની બહાર થઈ ગઈ છે.

    પંજાબી સિંગર અફસાના ખાનને બિગ બોસ 15માં એન્ટ્રી લેતા પહેલા જ શો છોડવો પડ્યો છે. એક્ચુઅલી અફસાના ખાનની તબિયત બગડી ગઈ હતી અને હેલ્થની ધ્યાન રાખતા અફસાનાએ નક્કી કર્યું કે તે બિગ બોસના ઘરમાં એન્ટ્રી નહીં લે. ઘરે પાછી ફરીને અફસાના ખાને પ્રશંસકો માટે મેસેજ લખ્યો કે તેની તબિયત સારી નથી, તેના માટે દુઆ કરે.

    શું હતો મામલો?

    બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેતા પહેલા તમામ કન્ટેસ્ટન્ટને 15 દિવસ સુધી હોટલ રૂમમાં ક્વોરન્ટાઇન રહેવાનું હોય છે. જો આ 15 દિવસ દરમ્યાન તેઓ સેફ રહે છે, તેમની તબિયત નાદુરસ્ત નથા થાય ત્યાર પછી જ તેમને બિગ બોસના ઘરમાં જવાની પરવાનગી આપવામાં આવે છે. અફસાના ખાન પોતાનું ક્વોરન્ટાઇન પીરીયડ જ પસાર કરી રહી હતી જ્યારે તેની તબિયત બગડી અને તેને પેનિક અટેક્સ આવવા લાગ્યા. મેડિકલ હેલ્થ જોઈને અફસાનાને સેટલ કરવામાં આવી અને પોતાની તબિયત જોતા તેણે શોમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો.

    આ પણ વાંચો - શિલ્પા શેટ્ટી લઇ શકે છે કોઇ મોટો નિર્ણય? Instagram પોસ્ટ જોઈને પ્રશંસકોના મનમાં ઉઠ્યા સવાલ

    ઈન્સ્ટા પર જણાવી દિલની વાત

    તબિયત બગડ્યા બાદ અફસાના ખાન પંજાબ પોતાના ઘરે ગઈ અને ઈન્સ્ટા પર એક સ્ટોરી પણ શેર કરી જેમાં લખ્યું હતું કે, હું તંદુરસ્ત નથી, દુઆ કરો.. બીમાર છું બહું જ. તેના પછી રડવાવાળી ઈમોજી પણ મૂકી હતી.

    બિગ બોસના મેકર્સે થોડા સમય પહેલા જ અમુક કન્ટેસ્ટન્ટ્સની એન્ટ્રી કન્ફર્મ કરી હતી. અફસાના પણ તેમાંની જ એક હતી. અફસાના ઉપરાંત તેજસ્વી પ્રકાશ, કરણ કુન્દ્રા તથા સિમ્બા નાગપાલ પણ આ શોમાં ભાગ લેશે તેવું થોડા સમય પહેલા કન્ફર્મ થયું હતું. પ્રોમોમાં ફક્ત તેમની ઝલક દેખાડીને મેકર્સે ચાહકોમાં એક્સાઈટમેન્ટ વધારી હતી. તેજસ્વી પ્રકાશ, કરણ કુન્દ્રા, સિમ્બા નાગપાલ અને અફસાના ખાનને અનુક્રમે ખતરાથી ખેલનારી હસીના, હસીનાઓનો સુપરસ્ટાર, શક્તિમાન શિકારી અને ગાતી કોયલ કહેવામાં આવ્યા હતા.
    Published by:Ashish Goyal
    First published: