BB15: રાકેશ બાપટને મિસ કરે છે શમિતા, જય ભાનુશાલીએ આપી સારી મરાઠી પત્ની બનવાની ટિપ્સ

શમિતા શેટ્ટી રાકેશ બાપટને બિગ બોસમાં મિસ કરી રહી છે. (ફાઇલ તસવીર)

Bigg Boss 15: બિગ બોસ ઓટીટીમાં રાકેશ બાપટ (Raqesh Bapat) સાથે શમિતા શેટ્ટીની કેમેસ્ટ્રી ખૂબ ચર્ચામાં આવી હતી. શો સમાપ્ત થયા બાદ પણ બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા.

  • Share this:
    નવી દિલ્હી. બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT) બાદ શમિતા શેટ્ટી (Shamita Shetty) હવે બિગ બોસ 15 (Bigg Boss 15)માં પોતાનો જલવો દેખાડી રહી છે. બિગ બોસ ઓટીટીમાં રાકેશ અને શમિતાની કેમેસ્ટ્રી ખૂબ ચર્ચામાં આવી હતી. શો સમાપ્ત થયા બાદ પણ બંને સાથે લંચ અને ડિનર લેતાં જોવા મળ્યા હતા. પેપરાઝીએ બંનેને ઘણી વખત સાથે ક્લિક કર્યા છે. એટલે સુધી કે રાકેશ બાપટે શમિતા શેટ્ટીની બહેન શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને મા સાથે પણ મુલાકાત કરી હતી. હવે શમિતા શેટ્ટી પાછી બિગ બોસ 15માં ચાલી ગઈ છે. એવામાં રાકેશ બાપટ નિશ્ચિતપણે શમિતાને મિસ કરવાનો છે પણ શમિતાએ તો અત્યારથી જ તેને મિસ કરવાનું શરુ કરી નાખ્યું છે.

    શમિતા શેટ્ટીએ જય ભાનુશાલી (Jay Bhanushali) સાથે પોતાની ફીલિંગ શેર કરી હતી. ત્યારબાદ જય ભાનુશાલીએ તેને શીખવાડ્યું કે એક સારી મરાઠી પત્ની કઈ રીતે બનાય. જય શમિતાને ‘hey please listen’ને મરાઠીમાં ટ્રાન્સલેટ કરવાનું કહે છે. તેજસ્વી પ્રકાશે શમિતાને પૌંવા બનાવવાનું કહ્યું તો શમિતાએ કહ્યું કે તે રાકેશ માટે કૂક રાખી લેશે. આનો એક વિડીયો સોશ્યલ મીડિયા પર શેર થઈ રહ્યો છે અને બિગ બોસ ફેન્સને મજા પડી ગઈ છે.

    એ પછી તો બિગ બોસના ઘરમાં બધા મસ્તીના મૂડમાં આવી ગયા. જય ભાનુશાલી શમિતા શેટ્ટીને ‘શમિતા રાકેશ બાપટ’ કહીને ચીડવવા લાગ્યો અને શમિતા એ સાંભળીને શરમાઈ ગઈ. ઉમર રિયાઝ, વિધિ પંડ્યા પણ આ મજાકમસ્તીમાં સામેલ થઈ ગયા.



    આ પણ વાંચો, અરવિંદ ત્રિવેદીએ કેવટના રોલ માટે ઓડિશન આપ્યું હતું, 3,000 લોકોને પાછળ છોડી બની ગયા 'લંકેશ'

    તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં રાકેશ બાપટે કહ્યું હતું કે, તે શમિતા શેટ્ટીને લઈને થોડો ચિંતિત છે કેમકે તે એકલી બિગ બોસ ઘરમાં જઈ રહી છે. બિગ બોસ ઓટીટીમાં શમિતા શેટ્ટી, રાકેશ બાપટ અને નેહા ભસિનની ઘણી નજીક હતી પણ એ બંને બિગ બોસ 15નો ભાગ નથી.

    આ પણ વાંચો, Confirm: Siddharth Shuklaનાં મોતનાં મહિના બાદ કામ પર પરત ફરી રહી છે Shehnaaz Gill

    રાકેશ બાપટે કહ્યું કે, ‘મેં શમિતાને લોકોની વાતો કે હરકતો પર ઓવરરિએક્ટ ન કરવાનું કહ્યું છે. મેં તેને ટાસ્કમાં પરફોર્મ કરવા માટે કહ્યું છે. આ જિંદગી કે મોત જેવું કંઈ નથી. એના વિશે વધુ પડતું વિચારવાની બિલકુલ જરૂર નથી.’
    Published by:Nirali Dave
    First published: