Home /News /entertainment /'Bigg Boss 15' ના સેટ પર લાગી આગ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

'Bigg Boss 15' ના સેટ પર લાગી આગ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

'બિગ બોસ'ની નવી સિઝન માટે સ્પર્ધકોની શોધ ચાલી રહી છે

સલમાન ખાન (Salman Khan) ના રિયાલિટી શો 'બિગ બોસ 15' (Bigg Boss 15) ના સેટ પર બપોરે 1 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. 'બિગ બોસ 15'નો સેટ મુંબઈના ગોરેગાંવમાં આવેલો છે.

    સલમાન ખાન (Salman Khan) ના રિયાલિટી શો 'બિગ બોસ 15' (Bigg Boss 15) ના સેટ પર આગ લાગી હતી. હાલ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ આગ પર કાબુ મેળવવા માટે ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'બિગ બોસ 15'ના સેટ પર લાગેલી આગ (bigg boss 15 set fire) પહેલા સ્તરની હોવાનું કહેવાય છે.

    આજે (13 ફેબ્રુઆરીએ) બપોરે 1 વાગ્યાની આસપાસ 'બિગ બોસ 15'ના સેટ પર આગ લાગી હતી. 'બિગ બોસ 15'નો સેટ મુંબઈના ગોરેગાંવમાં આવેલો છે. આગને કારણે સેટના કયા ભાગમાં નુકસાન થયું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

    ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી

    ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ઘટના અંગે સમાચાર એજન્સી ANIએ ટ્વિટ કર્યું છે કે, 'આજે બપોરે લગભગ 1 વાગ્યે મુંબઈના ગોરેગાંવમાં રિયાલિટી શો 'બિગ બોસ'ના સેટ પર આગ લાગી હતી. આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. કોઈ જાનહાનિના અહેવાલ નથી: BMC

    'બિગ બોસ 15'નો ફિનાલે 30 જાન્યુઆરીએ યોજાયો હતો

    'બિગ બોસ 15'નો ફિનાલે 30 જાન્યુઆરીએ યોજાયો હતો. તેજસ્વી પ્રકાશ આ સિઝનનો વિજેતા છે, જ્યારે પ્રતીક સહજપાલ પ્રથમ રનર અપ હતો. તેજસ્વીનો બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા સેકન્ડ રનર અપ રહ્યો હતો. શોના સ્પર્ધકો હવે તેમના રૂટિન પર પાછા ફર્યા છે.

    આ પણ વાંચોબોલિવૂડ એક્ટર Paresh Rawal એ 40 વર્ષ પછી કરી 'ઘર વપસી', Dear Father બની મચાવી ધમાલ - Trailer

    'બિગ બોસ 15' પછી તેજસ્વી પ્રકાશ 'નાગિન 6'માં વ્યસ્ત છે

    શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ એકસાથે વેલેન્ટાઈન ડે ઉજવવા માટે અલીબાગ જવા રવાના થઈ ગયા છે, જ્યારે તેજસ્વી પ્રકાશ તેના શો 'નાગિન 6'માં વ્યસ્ત છે. કરણ ઘણીવાર તેને મળવા માટે સેટ પર આવે છે. આ દરમિયાન પ્રતિક સહજપાલ એક મ્યુઝિક વીડિયોના શૂટિંગમાં વ્યસ્ત છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bigg Boss 15, Bollywood Latest News, Bollywood News in Gujarati, સલમાન ખાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन