Bigg Boss 15: માયશા-ઇશાનની કેમેરા સામેની હરકતોને લઈને સલમાન ખાને આપી વોર્નિંગ

બિગ બોશ ફાઈલ તસવીર

ટીવી શો 'બિગ બોસ 15' (Bigg Boss 15)માં સ્પર્ધકો માયશા ઐયર (Miesha Iyer) અને ઇશાન સહગલ(Ieshaan Sehgaal) વધુ નજીક આવી રહ્યા છે.

  • Share this:
    નવી દિલ્હી: ટીવી શો બિગ બોસના (TV show Bigg Boss) ઈતિહાસમાં (Bigg Boss 15 history) પહેલી વાર એવું થયું છે કે પ્રથમ અઠવાડિયામાં બે સ્પર્ધકો એકબીજાના પ્રેમમાં પડ્યા (two contestants fell in love with each other) હોય. શોમાં સ્પર્ધકો સામાન્ય રીતે પ્રથમ અઠવાડિયામાં એકબીજા સાથે મિત્રતા વિકસાવે છે, પરંતુ માયશા ઐયર (Miesha Iyer) અને ઇશાન સહગલ (Ieshaan Sehgaal)ની પ્રથમ અઠવાડિયામાં જ લવ સ્ટોરી શરૂ થઈ હતી.

    સમય પસાર થવાની સાથે તેઓ એકબીજાની નજીક આવી ગયા છે. ઘરના બાકીના સ્પર્ધકોથી નજર હટાવીને તેઓ એકબીજાને કિસ કરતા પણ જોવા મળે છે. હવે સલમાન ખાને તેમની કેમેરા સામેની હરકતોને લઈ પાઠ શીખવ્યો છે.

    ઈશાન અને માયશાનો રોમાંસ ચાહકોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. સલમાને તેઓની ઝડપથી આગળ વધી રહેલ લવ સ્ટોરી પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. જોકે, આ વખતના 'વીકએન્ડ કા વોર'માં સલમાને બંનની ક્લાસ લીધી હતી. વાસ્તવમાં શોના બીજા અઠવાડિયામાં ઇશાન અને માયશા લાઈન ક્રોલ કરી એકબીજાની એકદમ નજીક આવતા જોવા મળ્યા હતા. જે સલમાનને ગમ્યું ન હતું.

    મીડિયા રિપોર્ટ મુજબ સલમાને ઈશાન અને માયશાને તેમની હરકતોને ગંભીરતાથી લેવા જણાવ્યું હતું. તેમનો દરેક હરકત કેમેરામાં રેકોર્ડ થઈ રહી છે. જે વીડિયો વર્ષો સુધી હાજર રહેશે.

    આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: કન્યા રાશિના લોકોએ ભ્રમણાઓમાંથી બહાર નીકળવું, જાણો રાશિફળ

    સલમાન તેમને ઉદાહરણ આપીને સમજાવે છે કે, જો તેમના સંબંધો આગળ નહીં વધે અથવા બંને કોઈ બીજા વ્યક્તિ સાથે લગ્ન કરશે તો આવા વીડિયો વાયરલ થશે અને સમસ્યા વધશે. સલમાન શીખ આપતા કહે છે કે, રાષ્ટ્રીય ટીવી પર આ બધું યોગ્ય નથી.

    આ પણ વાંચોઃ-રાજકોટઃ પત્નીના લફરાંથી કંટાળી પતિ છરી લઈને તૂટી પડ્યો, છરી તૂટી ત્યાં સુધી મારતો રહ્યો ઘા, છતાં ન ધરાયો તો સાફા વડે ટૂંપો આપ્યો

    માયશા માત્ર રોમાંસને કારણે જ નહીં પરંતુ દુર્વ્યવહાર અને ધૂમ્રપાનને કારણે પણ લોકોની નજરમાં ચડી છે. સલમાને માયશાને ઠપકો આપતા કહ્યું કે, ધૂમ્રપાન કરવું કે નહીં તે તમારો નિર્ણય છે, પરંતુ તમારે સમજવું પડશે કે તે ક્યાં કરવું.

    સલમાને માયશાને સમજાવ્યું કે સ્પર્ધક સાથે દુર્વ્યવહાર કરવો એ ખોટું છે. સલમાનના ઠપકાથી માયશાને ખૂબ દુઃખ થયું હતુ. માયશા રડતા પણ જોવા મળી હતી.
    Published by:ankit patel
    First published: