Home /News /entertainment /Bigg Boss 15: રાખી સાવંત રિતેશ સાથે મળી દર્શકોને છેતરી રહ્યા છે? યુઝર્સે ખોલી પોલ

Bigg Boss 15: રાખી સાવંત રિતેશ સાથે મળી દર્શકોને છેતરી રહ્યા છે? યુઝર્સે ખોલી પોલ

રાખી સાવંત અને પતિ રિતેશ

Bigg Boss 15 : રિતેશ (Ritesh) ની પહેલી પત્ની અને પુત્ર સાથેની તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. રિતેશ સિંહ નામના ટ્વિટર હેન્ડલ પર રાખી (Rakhi Sawant) ના પતિના લગ્નની તસવીરો તેમજ તેની પત્ની અને બાળકની તસવીરો પોસ્ટ કરવામાં આવી છે.

વધુ જુઓ ...
    રાખી સાવંત (Rakhi sawant)નો પતિ રિતેશ (Ritesh) હાલમાં 'બિગ બોસ 15'માં તેની સાથે જોવા મળી રહ્યો છે. જો કે રિતેશની પહેલી પત્ની અને પુત્ર સાથેની તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. રિતેશ સિંહ નામના ટ્વિટર હેન્ડલ પર રાખીના પતિના લગ્નની તસવીરો તેમજ તેની પત્ની અને બાળકની તસવીરો પોસ્ટ કરવામાં આવી છે.

    રાખી અને રિતેશ પર છેતરપિંડીનો આરોપ

    ટ્વીટના કેપ્શનમાં લખ્યું છે, 'આ માટે માફ કરશો મિત્રો, પરંતુ મેકર્સે મને આમ કરવાનું કહ્યું છે. મેં મારી કારકિર્દી અને ભવિષ્ય માટે આ કર્યું છે. તેથી, મારા વિશે નફરત ફેલાવશો નહીં. હું એક સરળ વ્યક્તિ છું. 'બિગ બોસ', હું તમારા કારણે ખૂબ શર્મિંદા છું. 'બિગ બોસ 15' (Bigg Boss 15)  ના ફેન્સ મને માફ કરશો. એક્સપોઝ્ડ.' જોકે આ ટ્વીટ વેરિફાઈડ એકાઉન્ટમાંથી નથી.

    રિતેશ 'બિગ બોસ'ના ઘરમાં બંધ છે અને તેની પાસે બહારની કોઈપણ સામગ્રીની ઍક્સેસ નથી, જેના કારણે ટ્વીટની પુષ્ટિ થઈ નથી. અભિનેતા આકાશદીપ સાબીરે રિતેશની તસવીરો પોસ્ટ કરીને લખ્યું, 'આ રાખી સાવંતના કથિત પતિની પત્ની અને બાળકો છે.'

    રિતેશ કેમેરામેન હોવાની અફવા ફેલાઈ હતી

    રસપ્રદ વાત એ છે કે, આ પોસ્ટને 'ધ કપિલ શર્મા શો'ની સ્પેશિયલ ગેસ્ટ અર્ચના પુરણ સિંહ દ્વારા લાઈક કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા, અફવાઓ ફેલાઈ રહી હતી કે, રિતેશ રાખીનો પતિ નથી પરંતુ શોનો કેમેરામેન છે.

    આ પણ વાંચોઆ મહિલા છે રાખી સાવંતની સૌતન! પતિ રિતેશ વિશે કર્યા સનસનીખેજ ખુલાસા

    રિતેશે રાખી સાથેની તેની લવ સ્ટોરી સંભળાવી

    રિતેશે 'બિગ બોસ 15' માં પ્રવેશ્યા પછી રાખી સાથે તેની પ્રેમ કહાની સંભળાવી હતી અને ખુલાસો કર્યો હતો કે, તેઓ વોટ્સએપ દ્વારા મળ્યા હતા અને ત્યાંથી તેમની લવ સ્ટોરી શરૂ થઈ હતી. સ્પર્ધક અભિજીતે રાખીને પૂછ્યું કે, શું તેણીએ રિતેશને શોમાં તેના પતિની ભૂમિકા ભજવવા માટે રાખ્યો છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bigg Boss 15, Bollywood Latest News, Rakhi sawant, Rakhi Sawant News

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन