BB 15: કરણ કુન્દ્રાએ શમિતાની માફી માગી, વોશરૂમમાં પ્રતીકની હરકત જોઈ સૌ ચોંકી ગયા

કરણ કુંદ્રાએ પ્રતીક સહજપાલને ખૂબ ફટકાર લગાવી. (તસવીર સાભાર- Instagram Videograb @Colorstv)

‘બિગ બોસ 15’ (Bigg Boss 15)માં રોજ નવો વિવાદ જોવા મળી રહ્યો છે. એક તરફ પ્રતીક સહજપાલના વર્તનથી સૌ કોઈ પરેશાન થઈ ગયા છે તો બીજી તરફ કરણ કુન્દ્રાએ શમિતા શેટ્ટીની માફી માગીને પ્રશ્નનો ઉકેલ લાવ્યો છે.

  • Share this:
    ‘બિગ બોસ 15’ (Bigg Boss 15)માં રોજ નવા વિવાદ, લડાઈ અને ફ્રેન્ડશિપ જોવા મળી રહી છે. બિગ બોસના લેટેસ્ટ એપિસોડમાં ભારે હંગામો થયો હતો. મેપને પૂરો કરવા માટે બિગ બોસે કન્ટેસ્ટન્ટ્સને એક ટાસ્ક આપ્યો. આ ટાસ્ક દરમ્યાન કરણ કુન્દ્રા એક મેપ શોધવામાં સફળ થાય છે. તે પ્રતીક સહજપાલ, શમિતા શેટ્ટી અને નિશાંત ભટ્ટ વચ્ચે લડાઈ કરાવે છે. આ ત્રણેયના ઝઘડા બાદ શમિતા તેને મેપનો એક હિસ્સો આપી દે છે અને એ જાણ્યા બાદ પ્રતીક વધુ ગુસ્સો કરે છે. તે બાથરૂમનો લોક તોડવાનો પ્રયત્ન કરે છે. કરણ કુન્દ્રા તેને બિગ બોસની પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવાની ના પાડે છે.

    પ્રતીક સહજપાલ (Pratik Sehajpal) એ સમયે માની જાય છે પણ પછી સ્ક્રૂ ડ્રાઈવરથી લોકનો એક પેંચ ખોલી નાખે છે અને તેના પર કરણ, શમિતા અને નિશાંત વાંધો ઉઠાવે છે. અહીં સુધી એપિસોડ ખતમ થઈ જાય છે, પણ પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે વિધિ પંડ્યા ગાર્ડન એરિયાના વોશરૂમમાં નહાય છે અને પ્રતીક બહારથી વોશરૂમના દરવાજાની કડી તોડી નાખે છે. ત્યારબાદ વિધિ પંડ્યા અને પ્રતીક વચ્ચે તકરાર થાય છે.

    આ પણ વાંચો: ‘જસ્સી’ તરીકે લોકપ્રિય થઈ હતી મોના સિંહ, MMSને કારણે વિવાદમાં પણ આવી

    તેજસ્વી પ્રકાશ પણ કહે છે કે, ‘ભલે પ્રતીકની નિયત સાફ હોય પણ આવું કરવું બિલકુલ યોગ્ય નથી. એક છોકરી તરીકે આ ફીલીંગ બહુ ડરામણી છે.’ પ્રતીક પોતાના બચાવમાં કહે છે કે, તેને કોઈ ફરક નથી પડતો. આ સાંભળીને કરણ કુન્દ્રા ગુસ્સે થઈ જાય છે અને તેને આગળ આમ ન કરવા ચેતવે છે.








    View this post on Instagram






    A post shared by ColorsTV (@colorstv)






    આ પણ વાંચો: કરણ મહેરાએ નિશા રાવલ પર મૂક્યો અફેરનો આરોપ, કહ્યું- ‘મેં એને માફ કરી દીધી હતી’

    તો બીજી તરફ કરણ કુન્દ્રા (Karan Kundra) અને શમિતા શેટ્ટી (Shamita Shetty)ના વિવાદનો પણ ઉકેલ આવી ગયો છે. કરણે એક એપિસોડમાં શમિતાને ‘આંટી’ કહેતાં તે ટ્રોલ થયો હતો. આવું ત્યારે થયું હતું જ્યારે શમિતાએ લડાઈ બાદ કરણ કુન્દ્રાને ગુંડો કહ્યો હતો. આ લડાઈ એક જંગલ ટાસ્ક બાદ શરુ થઈ જ્યારે પ્રતીકે નકશો ચોરી લીધો. જંગલવાસીઓએ મુખ્ય ઘરમાં ઘૂસીને બધું અસ્તવ્યસ્ત કરી નાખતાં શમિતા નારાજ થઈ ગઈ. આ રણનીતિની પાછળ કરણ કુન્દ્રા હતો પણ પછી કરણે અનુભવ્યું કે એણે જે કર્યું એ યોગ્ય ન હતું. ત્યારબાદ કરણ કુન્દ્રાએ શમિતાની માફી માગી અને મામલો થાળે પડ્યો.

    કરણે એવો પણ ખુલાસો કર્યો કે તેણે શમિતાને એટલે નિશાના પર લીધી કેમકે તે નિશાંત અને પ્રતીકના બોન્ડને તોડવા માગતો હતો.
    Published by:Nirali Dave
    First published: