BB 15: પ્રતીક માટે કરણ-અર્જુનથી બાખડી પડી નિક્કી તંબોલી, સલમાન ખાનની પણ વિરુદ્ધ થઈ

નિક્કી અને અર્જુન વચ્ચે પ્રતીકને લઈને ઉગ્ર ચર્ચા ચાલી હતી. તસવીર- instagram/@nikktamboli,@arjunbijlani and @pratiksehajpal

બિગ બોસ 15 (Bigg Boss 15) ‘વીકેન્ડ કા વાર’ પર નેહા ભસિન, નિક્કી તંબોલી, અર્જુન બિજલાની અને કરણ પટેલ પહોંચ્યા. સલમાન ખાને (Salman Khan) દરેક વર્તમાન કન્ટેસ્ટન્ટ્સ અંગે ચર્ચા કરી. તો નિક્કી અને અર્જુન વચ્ચે રકઝક થઈ.

  • Share this:
    મુંબઈ. આ વખતનો બિગ બોસ 15- ‘વીકેન્ડ કા વાર’ બહુ મજેદાર રહ્યો. શો પર જૂના કન્ટેસ્ટન્ટ પહોંચ્યા હતા, જેમાં નેહા ભસિન (Neha Bhasin), નિક્કી તંબોલી (Nikki Tamboli), અર્જુન બિજલાની (Arjun Bijlani) અને કરણ પટેલ (Karan Patel) સામેલ હતા. એપિસોડની શરૂઆત ધૂમ-ધડાકા સાથે થઈ. પરંતુ અંતમાં એક્ટર સાહિલ શ્રોફ (Sahil Shroff) પહેલો એવો સદસ્ય બન્યો, જેને ઘરથી બહાર થવું પડ્યું. આ દરમ્યાન સલમાન ખાને (Salman Khan) કન્ટેસ્ટન્ટ્સને એક ટાસ્ક પણ આપ્યો, જેમાં ઘરના ઘણાં સદસ્યોની દોસ્તી અને મજબૂત બોન્ડિંગ તૂટી ગઈ. જોકે, દર્શકોને વધારે મજા ત્યારે આવી જ્યારે કરણ પટેલ, અર્જુન બિજલાની, નેહા ભસિન અને નિક્કી તંબોલી વચ્ચે હાજર સ્પર્ધકોને લઈને દલીલબાજી શરુ થઈ.

    આ પણ વાંચો: BB 15: ઈશાન સહગલ-માયશા અય્યરે તકનો ફાયદો ઉઠાવીને કરી લીધી KISS! વીડિયો વાયરલ

    સલમાને જ્યારે તેમને પૂછ્યું કે તેઓ કોને સપોર્ટ કરી રહ્યા છે, ત્યારે કરણ અને અર્જુને કહ્યું કે તે કરણ કુન્દ્રા (Karan Kundra) અને જય ભાનુશાલી (Jay Bhanushali)ને સપોર્ટ કરી રહ્યા છે. તો નિક્કીએ પ્રતીક સહજપાલ (Pratik Sehejpal)ને પોતાનું સમર્થન આપ્યું હતું. નેહાએ પ્રતીક અને શમિતા શેટ્ટીને સપોર્ટ કર્યો. નેહાએ શમિતાને ‘વન વુમન આર્મી’ કહી હતી અને કહ્યું કે પ્રતીકને નિશાનો બનાવાઈ રહ્યો છે. પરંતુ કરણે નેહાની વાત કાપીને કહ્યું કે પ્રતીક ભડકાવવાનું કામ કરે છે. તેણે ઘરની અંદર કેટલાંક ખોટા કામ કર્યા છે. આના પર નેહા અને નિક્કી પ્રતીકના સપોર્ટમાં કરણ સામે દલીલ કરવા લાગ્યા.

    આ પણ વાંચો: BB 15: કરણ કુન્દ્રાએ શમિતાની માફી માગી, વોશરૂમમાં પ્રતીકની હરકત જોઈ સૌ ચોંકી ગયા

    સલમાન ખાન પ્રતીકની હરકતોને લઈને નારાજ જોવા મળ્યો. અભિનેતાએ કહ્યું કે જો પ્રતીક ફિલ્મ કે શોના સેટ પર પ્રોપર્ટીને નુકસાન પહોંચાડશે તો તેને ઇન્ડસ્ટ્રીમાં ક્યારેય કામ નહીં મળે. તો સલમાને એવું પણ કહ્યું કે પ્રતીક કરણ કુન્દ્રા અને જય ભાનુશાલી જેવા ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો સામે અસુરક્ષા અનુભવી રહ્યો છે.










    View this post on Instagram






    A post shared by ColorsTV (@colorstv)




    નિક્કીએ કહ્યું કે જયે પ્રતીકને અપશબ્દો શા માટે બોલ્યા અને તેની બોડી અંગે જે બોલ્યો એ ન બોલવું જોઈએ. તો સલમાને નિક્કીને યાદ અપાવ્યું કે તેણે પણ બિગ બોસ 14માં ગાળો બોલી હતી. કરણ અને અર્જુને જયનો ગુસ્સો યોગ્ય જણાવ્યો અને પ્રતીકની વોશરૂમ વાળી હરકતની નિંદા કરી હતી. એ પછી પ્રતીકને લઈને નિક્કી અર્જુન અને કરણથી બાખડી પડી. નિક્કીએ એવું પણ કહ્યું કે હાલમાં ઘરની મહિલા સદસ્યો પોતાની હાજરી નોંધાવી નથી શક્તી. તો સામે અર્જુને પણ કહ્યું કે તે જ્યારે ઘરમાં આવી હતી ત્યારે એક અજાણ્યો ચહેરો જ હતી અને તેણે અન્યોની આવી નિંદા ન કરવી જોઈએ.
    Published by:Nirali Dave
    First published: