Home /News /entertainment /

Bigg Boss 15: આ સ્પર્ધકોની 'જંગલ’માં થઈ એન્ટ્રી, વિડીયોમાં જોવા મળી ઝલક

Bigg Boss 15: આ સ્પર્ધકોની 'જંગલ’માં થઈ એન્ટ્રી, વિડીયોમાં જોવા મળી ઝલક

બિગ બોસ 15નાં સ્પર્ધકો

વિવાદાસ્પદ રિયલિટી શો ‘બિગ બોસ’ની 15મી સીઝન માટે ચાર કન્ટેસ્ટન્ટના નામ ફાઈનલ થઈ ગયા છે. શોના લેટેસ્ટ પ્રોમોમાં તેમની ઝલક જોવા મળી છે. આ વખતની બિગ બોસ થીમ જંગલ પર છે એટલે કે વિવાદનું વાવેતર ‘જંગલ’માં થવાનું છે.

  ટીવીના પોપ્યુલર રિયલિટી શો ‘બિગ બોસ’(Bigg Boss 15)ની પંદરમી સીઝનને આડે હવે થોડા દિવસો જ બાકી છે. શોથી જોડાયેલા પ્રોમો એક પછી એક રિલીઝ થઈ રહ્યા છે. તાજેતરમાં એક નવો પ્રોમો (Bigg Boss 15 Promo Video) રજૂ કરવામાં આવ્યો છે જેમાં ચાર કન્ફર્મ થયેલા સ્પર્ધકો જોવા મળે છે. જોકે, નવા પ્રોમોમાં કોઈનો ચહેરો નથી બતાવવામાં આવ્યો. દર વખતની જેમ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) આ શોને હોસ્ટ કરતો જોવા મળશે. ‘બિગ બોસ 15’નું ટેલિકાસ્ટ 2 ઓક્ટોબરથી થવાનું છે.

  આ પણ વાંચો-Weekendમાં બોલિવૂડ સેલિબ્રિટીઝ ક્યાં અને શું કરતી જોવા મળી, જુઓ PHOTOS

  ઉલ્લેખનીય છે કે, આ વખતની બિગ બોસ થીમ જંગલ પર છે એટલે કે વિવાદનું વાવેતર ‘જંગલ’માં થવાનું છે. કલર્સ ટીવીએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર ‘બિગ બોસ 15’નો એક પ્રોમો શેર કર્યો છે. આ વિડીયોમાં તેમણે કોઈ સ્પર્ધકનો ચહેરો નથી બતાવ્યો. તેઓ જંગલમાં એન્ટ્રી લે છે, શિકાર કરે છે એ જ બતાવવામાં આવ્યું છે. જોકે, વિડીયો પરથી અંદાજો લગાવી શકાય છે કે તેમાં કરણ કુન્દ્રા, તેજસ્વી પ્રકાશ, સિમ્બા નાગપાલ અને અફસાના ખાનની ઝલક છે. પ્રોમો સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘બિગ બોસ 15ના આ જંગલમાં દંગલ કરવા માટે આવી રહ્યા છે બહુ જ અદભુત કન્ટેસ્ટન્ટ. શું તમે એને ઓળખી શકો છો?’
  View this post on Instagram


  A post shared by ColorsTV (@colorstv)


  પ્રોમો વિડીયોમાં જણાવવામાં આવ્યું છે કે, ‘બિગ બોસના આ જંગલમાં બહુ વિચિત્ર પ્રાણી આવવાના છે. એક ખતરાની ખેલાડી હસીના, એક હસીનાઓનો ચહિતો સુપરસ્ટાર, એક ટીવીનો શક્તિમાન શિકારી અને એક ગાતી કોયલ.’ એનાથી અંદાજ લગાવી શકાય છે કે તેજસ્વી પ્રકાશને હસીના, કરણ કુન્દ્રાને સુપરસ્ટાર, સિમ્બા નાગપાલને ટીવીનો શક્તિમાન અને અફસાના ખાનને કોયલ કહેવામાં આવી છે.

  આ પણ વાંચો- Sooryavanshi: IPS ઓફિસરે બતાવી ભૂલ, કહ્યું- "આઈસા નહીં હોતા જનાબ", તો અક્ષય કુમારે આપ્યો જવાબ

  જણાવી દઈએ કે, ‘બિગ બોસ 15’માં સૌથી પહેલાં પ્રતિક સેજપાલ કન્ફર્મ કન્ટેસ્ટન્ટ બન્યો હતો. ત્યારબાદ આ સીઝનમાં ડોનલ બિષ્ટ, ‘બિગ બોસ 13’ના રનર-અપ રહી ચૂકેલો અસીમ રિયાઝનો ભાઈ ઉમર રિયાઝ, ‘બિગ બોસ ઓટીટી’ની ફાઈનાલિસ્ટ શમિતા શેટ્ટી અને નિશાંત ભટ્ટનું નામ પણ કન્ટેસ્ટન્ટની લિસ્ટમાં સામેલ થઈ ગયું છે.

  વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો

  તાજેતરમાં પૂર્વ બિગ બોસ કન્ટેસ્ટન્ટ દેવોલીના ભટ્ટાચારજીએ એવું નિવેદન આપ્યું હતું કે, શમિતા શેટ્ટી બિગ બોસ ઓટીટીમાં કેમરાને લઈને બહુ કોન્શ્યસ હતી. દેવોલીનાએ જણાવ્યું હતું કે, ‘મને શમિતાની ગેમ એટલી સારી ન હતી લાગી. બિગ બોસમાં રિયલ કન્ટેસ્ટન્ટ જ સારા લાગે છે. પછી ભલે એ કંઈ સારું કરે કે ખરાબ.’
  Published by:Margi Pandya
  First published:

  Tags: Bigg Boss 15, Karan Kundra, Simba Nagpal, Tejaswi prakash, Umar Riyaz, સલમાન ખાન

  આગામી સમાચાર