Bigg Boss 15: કરણ કુન્દ્રાએ પ્રતીક સહેજપાલને ઊંચકીને પટક્યો, ફેન્સે કહ્યું- ‘કરણને કાઢી મૂકો’

બિગ બોસ (Bigg Boss)માં તીખી દલીલો અને ઝઘડાનો સિલસિલો ચાલુ છે.

‘બિગ બોસ 15’ (Bigg Boss 15)ના લેટેસ્ટ એપિસોડમાં કરણ કુન્દ્રા અને પ્રતીક સહજપાલ (Karan Kundra Pratik Sehajpal fight) વચ્ચે બહુ મોટી લડાઈ થઈ. કરણે ટાસ્ક દરમ્યાન પ્રતીક સહજપાલને ઊંચકીને પટક્યો હતો એટલે ચાહકોએ કરણ પ્રત્યે નારાજગી દર્શાવી છે.

  • Share this:
    મુંબઈ. બિગ બોસ (Bigg Boss)માં તીખી દલીલો અને ઝઘડાનો સિલસિલો ચાલુ છે. જેમ એપિસોડ આગળ વધે છે તેમ સ્પર્ધકો વચ્ચે સ્પર્ધા તીવ્ર બની રહી છે. એનાથી ખબર પડે છે કે બિગ બોસની ટ્રોફી જીતવા માટે તેઓ કેટલા તત્પર છે. ઘરમાં રોજ નવા ટ્વીસ્ટ જોવા મળી રહ્યા છે. ઘરના કન્ટેસ્ટન્ટ દ્વારા નિયમોના ભંગ બદલ બિગ બોસે બે દિવસ પહેલા દરેકને દંડ આપ્યો છે. તેના કારણે મુખ્ય ઘરના લોકો પણ બહાર આવીને ‘જંગલવાસીઓ’ સાથે રહેવા લાગ્યા. લેટેસ્ટ એપિસોડમાં દરેક કન્ટેસ્ટન્ટે બીજી વખત નિયમ તોડ્યો અને પરિણામે બિગ બોસે ‘જંગલવાસીઓ’ના કિચનનો ગેસ સપ્લાય બંધ કરીને દરેક સુવિધાથી વંચિત કરી નાખ્યા અને ટીમ બનાવીને દરેકને એક ટાસ્ક આપ્યું. આ ટાસ્ક જીતનારા સ્પર્ધકો મુખ્ય ઘરમાં જશે.

    બિગ બોસે ‘જંગલવાસીઓ’ને મુખ્ય ઘરમાં એન્ટ્રી લેવાનો મોકો આપ્યો. આ માટે ઘરવાળાની વિનિંગ અમાઉન્ટમાંથી 5 લાખ રૂપિયાની રકમ દાવ પર લાગી હતી. પરંતુ જય ભાનુશાલીએ કહ્યું કે તે કોઈના પણ વિનિંગ અમાઉન્ટમાંથી 5 લાખ રૂપિયા કાપવાના પક્ષમાં નથી. ત્યારબાદ, કાગળ કાપવાના ટાસ્કમાં ઘરવાળાઓ વચ્ચે ફરી ટક્કર થઈ હતી. પ્રતીક સહજપાલ (Pratik Sehajpal) અને કરણ કુન્દ્રા વચ્ચે બીજી વખત ઝઘડો થયો. કરણે પ્રતીકને ઊંચકીને પટકી નાખ્યો. જય ભાનુશાલીએ આ ઘટના પ્રત્યે નારાજગી દર્શાવી કેમકે જય અને પ્રતીક એક જ ટીમનો ભાગ હતા. તો તેજસ્વી પ્રકાશે કરણનું સમર્થન કર્યું.



    શોના ચાહકો પણ કરણ કુન્દ્રાના આ વ્યવહારથી નારાજ થયા છે. વિડીયો જોઈને તેમણે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે અને કરણને ઘરથી બહાર કાઢવાનું બિગ બોસને કહ્યું છે.

    bigg boss 15 fight

    એક યુઝરે લખ્યું કે, ‘તેજસ્વી આંખો ખોલ અને જો કરણે પ્રતીકની ગરદન મરોડી અને તેને ઊંચકીને પૂરો નીચે ફેંકી દીધો. આ ખોટું છે બિગ બોસ. હેશટેગ એવિક્ટ કરણ કુન્દ્રા.’ તો એકે લખ્યું કે, ‘મારું તો લોહી ગરમ થઈ ગયું છે. હું બહુ ગુસ્સામાં છું. બિગ બોસ કરણ કુન્દ્રાને સપોર્ટ કેમ કરી રહ્યા છો?’

    bigg boss 15 fight

    પ્રતીકના સપોર્ટમાં એક યુઝરે લખ્યું, ‘હું બહુ જ નિસહાયતા અનુભવી રહ્યો છું. આશા છે પ્રતીક બરાબર હોય.’

    bigg boss 15 fight

    લોકોએ તેજસ્વી પ્રકાશને કરણના પ્રેમમાં આંધળી ન થવાનું પણ કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, બિગ બોસ હાઉસમાં કરણ અને તેજસ્વીની નિકટતાએ પણ ચર્ચા જગાવી છે.

    https://hindi.news18.com/news/entertainment/tv-bigg-boss-15-karan-kundrra-pratik-sehajpal-fight-fans-react-3807723.html
    Published by:Nirali Dave
    First published: