BB 15: ઈશાન સહગલ-માયશા અય્યરે તકનો ફાયદો ઉઠાવીને કરી લીધી KISS! વીડિયો વાયરલ

વીડિયો પરથી લેવાયેલી તસવીર

સોશ્યલ મીડિયા પર એક ફેન પેજે માયશા અય્યર (Miesha Iyer) અને ઈશાન સહગલ (Ieshaan Sehgaal)નો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો જોઈને યૂઝર્સ દાવો કરી રહ્યા છે તેમને કિસનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે.

  • Share this:
    મુંબઈ: બિગ બૉસ 15ના (Bigg Boss 15) ઘરમાં પ્રેમ, ટકરાવ, મોજ મસ્તી બધું જ જોવા મળી રહ્યું છે. શોના પહેલા સપ્તાહથી જ બિગ બૉસના ઘરમાં રહેનારાઓના જુદા જુદા અવતાર સામે આવી રહ્યા છે. કન્ટેસ્ટેન્ટ માયશા અય્યર (Miesha Iyer) અને ઈશાન સહગલ (Ieshaan Sehgaal) એકબીજાની નિકટ આવતા જોવા મળી રહ્યા છે. બંને વચ્ચેની બૉન્ડિગ દિવસે ને દિવસે સારી થઈ રહી છે. સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને એક બીજાને કિસ (KISS)કરતા દેખાઈ રહ્યા છે. સોશ્યલ મીડિયા યૂઝર્સને બંનેની આ વર્તણૂક પસંદ નથી આવી.

    માયશા અય્યર અને ઈશાન સહગલને હાલમાં જ જંગલમાં એક બ્લેન્કેટ શેર કરતા જોવા મળ્યા હતા. બંને એકબીજાની નજીક આવી રહ્યા છે અને તક જોઈને એકબીજાને કિસ પણ કરી છે. જેનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

    સોશ્યલ મીડિયા પર એક ફેન પેજ છે જ્યાંથી આ વીડિયો શેર થયો છે. આ વીડિયો જોઈને યૂઝર્સ દાવો કરી રહ્યા છે કે તેમને કિસનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે.

    આ પણ વાંચો: BB 15: કરણ કુન્દ્રાએ શમિતાની માફી માગી, વોશરૂમમાં પ્રતીકની હરકત જોઈ સૌ ચોંકી ગયા



    લોકોને લાગી રહ્યું છે માયશા અને ઈશાન વચ્ચે સારી બૉન્ડિગ છે, જે હવે પ્રેમમાં પરિવર્તિત થઈ રહી છે. લોકોને નેશનલ ટેલીવિઝન પર તેમની આ વર્તણૂક બિલ્કુલ પસંદ નથી આવી. કોઈ તેમને બેશરમ કહી રહ્યું છે તો કોઈ ટીવી પર દુનિયા સામે કરાયેલી આ વર્તણૂકને વાહિયાત ગણાવે છે. એક યૂઝરે લખ્યું કે, ‘મા-બાપ ટીવી પર પોતાના બાળકો સાથે આ બધું જોઈ રહ્યા છે... ચીપ.’

    આ પણ વાંચો: BB15: રાકેશ બાપટને મિસ કરે છે શમિતા, જય ભાનુશાલીએ આપી સારી મરાઠી પત્ની બનવાની ટિપ્સ

    ઈશાન સહગલ હાલના એપિસોડમાં માયશાને કંઈક કહી રહ્યો હતો. તે કહી રહ્યો હતો કે, મારું દિલ ક્યારેય ન તોડજે, કેમ કે પહેલાથી તૂટેલું છે. તમને જણાવી દઈએ કે માયશાએ આ પહેલા ઈશાનને પૂછ્યું હતું કે, તેને કેવા પ્રકારની છોકરી પસંદ છે. તેણે ઈશાનને કહ્યું હતું, મને ઑફ-બિટ પ્રકારના છોકરા ગમે છે, નહિંતર મારા નખરા કોણ સહન કરશે.
    Published by:Nirali Dave
    First published: