Bigg Boss 15: વિશાલ કોટિયનનું બાળપણ ગરીબીમાં પસાર થયું, ન્યૂઝ પેપર અને દૂધ પણ વેચ્યું

વિશાલ ઘરની અંદર ગેમ પ્લાનને લઈને ચર્ચાઓમાં છે. (તસવીર- @VishalKotian instagram)

ટીવી અભિનેતા વિશાલ કોટિયન (Vishal Kotian) આ દિવસોમાં 'બિગ બોસ 15'ના (Bigg Boss 15) ઘરમાં જોવા મળે છે. વિશાલ ઘરની અંદર ગેમ પ્લાન માટે સમાચારોમાં રહ્યો છે. શોમાં તેની એન્ટ્રી દરમિયાન અભિનેતાએ સલમાન ખાન (Salman Kahn) સામે પોતાના જીવનના ઉતાર -ચઢાવ વિશે જણાવ્યું હતું.

  • Share this:
    મુંબઈ: ટીવી અભિનેતા વિશાલ કોટિયન (Vishal Kotian) અત્યારે 'બિગ બોસ 15' (Bigg Boss 15)ના ઘરમાં જોવા મળે છે. વિશાલ ઘરની અંદર ગેમ પ્લાનને લઈને ચર્ચાઓમાં છે. શોમાં તેની એન્ટ્રી દરમિયાન અભિનેતાએ સલમાન ખાન (Salman Kahn)સામે પોતાના જીવનના ઉતાર -ચઢાવ વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું કે, ગરીબ પરિવારમાંથી હોવાથી તે અખબારો અને દૂધ વેચતો હતો. વિશાલે ખુલાસો કર્યો કે, તે સલમાન ખાનની ફિલ્મોની બ્લેક ટિકિટ વેચીને તેની સ્કૂલની ફી ચૂકવતો હતો. તેમણે કહ્યું કે, મારી ખુશીનો અંદાજ લગાવવો મુશ્કેલ હશે, કારણ કે, જે હીરોની ટિકિટ હું બ્લેક કરતો હતો તે આજે તેની સાથે સ્ટેજ પર ઉભો છે.

    ETimesના એક ઈન્ટરવ્યુ અનુસાર વિશાલ કોટિયન (Vishal Kotian)ને કહ્યું કે, એક અભિનેતા તેના નામ માટે જીવે છે. ટેલિવિઝનમાં લોકો અભિનેતાઓને તેમના પાત્રના નામથી ઓળખે છે. આજે પણ મારી સાથે આવું થાય છે, લોકો મને મારા પાત્ર બીરબલથી બોલાવે છે. મને યુવાન છોકરાઓ પાસેથી ફોન આવે છે જે મને પરીક્ષા, જીવન અને અન્ય વસ્તુઓ જેવા વિવિધ વિષયો પર સલાહ માટે પૂછે છે. હું ખુશ છું અને હવે હું ઇચ્છું છું કે, લોકો મને મારા વાસ્તવિક નામથી ઓળખે. લોકોને મારી સાચી બાજુ બતાવવામાં મને કોઈ શરમ નથી કારણ કે, મને મારા જીવન અને મારા ભૂતકાળ પર ગર્વ છે. મને મારા ભૂતકાળની શરમ નથી.

    પોતાના બાળપણના સંઘર્ષો વિશે વાત કરતા વિશાલ કોટિયને કહ્યું કે, 'હું બહુ નાની જગ્યાથી આવ્યો છું. હું એવી જગ્યાએથી આવ્યો છું જ્યાં ગુંડાઓ પણ ભાઈઓ છે. મારો જન્મ અને ઉછેર દગડી ચાવલ, કાલા ચોકી અને લાલબાગ મુંબઈમાં થયો હતો. મારો જન્મ ખૂબ જ ગરીબ પરિવારમાં થયો હતો. મને હજુ પણ યાદ છે કે, અમે ખૂબ નાના ઘરમાં રહેતા હતા અને મારી માતા ચોખા રાંધતી હતી અને તે મને અને મારા પિતાને ચોખા આપતી હતી અને માત્ર ચોખાનું પાણી જ પીતી હતી. મેં આજીવિકા મેળવવા માટે લોકોના ઘરોમાં અખબારો અને દૂધની બોટલો વેચી છે. મેં તમામ પ્રકારના કામ કર્યા છે.

    આ પણ વાંચો: શું તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં વાપસી કરી રહ્યો છે જૂનો સોઢી? ગુરુચરણ સિંહે આપ્યો જવાબ

    મહત્વનું છે કે, વિશાલ કોટિયને શો અકબર-બીરબલમાં કામ કરીને નામ કમાવ્યું છે. લોકો આજે પણ તેને બીરબલના નામથી બોલાવે છે. આ દિવસોમાં વિશાલના ચાહકો તેને બિગ બોસ 15માં જોઈને ખૂબ ખુશ થઈ રહ્યા છે. ચાહકોના મતે વિશાલ શોમાં શ્રેષ્ઠ રમત રમી રહ્યો છે.
    Published by:kuldipsinh barot
    First published: