Bigg Boss 15: સેલિબ્રિટી કંટેસ્ટન્ટ્સ પહેલાં બિગ બોસનાં હાઉસમાં લોક થશે કોમનર્સ?

(File Photo)

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: રિયાલિટી શો અંગે ભલે ગમે તેટલાં વિવાદો હોય છતા બિગ બોસ (Bigg Boss) હજુ પણ લોકોનાં પસંદીદા પ્રોગ્રામમાંથી એક છે. આ શો વર્ષ 2006 બાદથી દર્શકોનું મનોરંજન કરવામાં ક્યારેય નિષ્ફળ નથી થયો. બિગ બોસની ગત સીઝન ખુબજ ધામધૂમથી સમાપ્ત થઇ. જેમાં ટીવી એક્ટ્રેસ રુબીના દિલૈક (Rubina Dilaik) શોની વિનર રહી હતી. અને સિંરગ રાહુલ વૈદ્ય (Rahul Vaidhya) ફર્સ્ટ રનર અપ રહ્યો હતો. આ રિયાલિટી શો એક વાર્ષિક પ્રોગ્રામ છે જે દર વર્ષ સ્પટેમ્બરથી ઓક્ટોબરની વચ્ચે પ્રસારિત થાય છે.


    શોનાં ઘણાં ફેન પેજ અનુસાર શો ઓક્ટોબરમાં દર્શકોનું મનોરંજન કરવા પરત આવી રહ્યો છે. જોકે, હજુ સુધી શોનાં તમામ સ્પર્ધકને અંતિમ રુપ આપવામાં આવે છે. અને શોને એક્સાઇટેડ ફેન આ જોવા માટે ખુબજ ઉત્સાહિત છે. આ વર્ષે તેમાં કોમ કોણ ભાગ લેશે તેનું લિસ્ટ પણ જાહેર થઇ ગયુ છે. સુરભિ ચંદના, નેહા મર્દા, ભૂમિકા ચાવલા, રિયા ચર્કરવર્તી અને પાર્થ સમથાન જેવી હસ્તીઓ બિગ બોસ 15નાં ઘરમાં જોવા મળી શકે છે.

    આ પણ વાંચો- DISHA PATANIએ એનીમલ પ્રિન્ટ બિકિનીમાં શેર કરી બોલ્ડ તસવીરો, જોઇ લો એક નજર

    એક રિપોર્ટ અનુસાર, એક્ટર અને સિંગર અમિત ટંડન પણ આ શોનો ભાગ હોય તેવી સંભાવના છે. રાહુલ વૈદ્યની જેમ તે પણ ઇન્ડિયન આઇડલમાં હતો. આ બાદ તેણે 'ક્યોકી સાસ ભી કભી બહુ થી', 'દિલ મિલ ગયે' અને 'કસમ તરે પ્યાર કી' જેવાં શોમાં કામ કર્યુ છે.

    આ પણ વાંચો- આ એક્ટ્રેસે 14 લોકો પર લગાવ્યો યૌન શોષણનો આરોપ, ફેસબૂક પર જાહેર કરી લિસ્ટ

    શોની ગત સિઝનમાં સામાન્ય લોકોની સાથે સાથે સ્ટાર્સ પણ ભાગ લેતાં નજર આવ્યા હતાં. પણ આ સીઝનમાં એક ટ્વિસ્ટ આવશે. સેલિબ્રિટીઝ પહેલાં સામાન્ય લોકોને બિગ બોસનાં ગ્રેન્ડ હાઉસમાં લોક કરી દેવામાં આવશે. આ સામાન્ય લોકોને વિભિન્ન ઓડિશનનાં માધ્યમથી પસંદ કરવામાં આવ્યાં હતાં. દર્શકોનાં વોટ કરવાનો રહેશે.

    બિગ બોસમાં ભાગ લેવા માટે પસંદ કરવામાં આવશે. પ્રત્યેક સીઝનમાં આ સાથે જ વિવાદાસ્પદ શો મનોરંજનનું સ્તર પણ વધારે છે. આ વર્ષે એવું જ થવાની આશા છે. આ વખતે પણ શક્યતા છે કે સલમાન ખાનનો શો હોસ્ટ કરે તેવી શક્યતાઓ છે.
    Published by:Margi Pandya
    First published: