BB14: બિગ બોસ આપશે 2020ને જવાબ! 'ભાઇજાન'ની સાથે પહેલું ટીઝર રિલીઝ

News18 Gujarati
Updated: August 9, 2020, 8:38 AM IST
BB14: બિગ બોસ આપશે 2020ને જવાબ! 'ભાઇજાન'ની સાથે પહેલું ટીઝર રિલીઝ
બિગબોસ 2020

બિગ બોસ (Bigg Boss)ની આ સિઝન 'બિગ બોસ 2020' (Big Boss 2020) નામથી ઓળખાશે. આ પહેલાં તમામ સીઝનમાં તેનાં સીઝનની ગણતરી શોનાં નામની આગળ જોડવામાં આવી હતી.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીનાં સૌથી ચર્ચીત રિયાલિટી શો બિગ બોસ (Bigg Boss) અને સલમાન ખાન (Salman Khan)નાં ફેન્સ માટે સારા સમાચાર છે. જે લોકો બિગ બોસની 14મી સિઝનનો ઇન્તેઝાર કરી રહ્યાં છે તો આપ સૌ જાણી લો કે, રિયાલિટી શો બિગ બોસની નવી સીઝન ટૂંક સમયમાં જ આવશે. હાલમાં જ ચેનલ તરફથી બિગ બોસ 14 (Bigg Boss 14) નું પહેલું ટિઝર રિલીઝ (First Teaser Release) કરવામાં આવ્યું છે. બોલિવૂડનાં ભાઇજાન એટલે કે સલમાન ખાન જ 14મી સીઝન હોસ્ટ કરવાનાં છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શોમાં સલમાનનો વિક એન્ડ કા વાર જોવા મળશે.

આ પણ વાંચો- મિહિકાનો થયો રાણા દગ્ગૂબાતી, જુઓ તેમનાં લગ્નનાં શાનદાર PHOTOS

બિગ બોસની આ સિઝન બિગબોસ 2020 (Bigg Boss 2020) નાં નામે ઓળખાશે. આ પહેલાં તમામ સીઝનમાં તેનાં સીઝનની ગણતરી શોનાં નામની આગળ જોડવામાં આવી હતી. કલર્સ ચેનલ તરફથી હાલમાં જ શોનું પહેલું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં સલમાન ખેતરમાં પાવડો ચલાવે છે, ડાંગર વાવે છે અને ટ્રેક્ટરથી ખેતર ખેડે છે. ટીઝર જોઇ આફ પણ અંદાજ લગાવી શકશો કે બિગ બોસનું આ ટીઝર સલમાનનાં પનવેલવાળા ફાર્મહાઉસ પર શૂટ કરવામાં આવ્યું છે.





વીડિયોમાં વાત કરતાં સલમાન ખાન કહે છે કે, લોકડાઉન લાવ્યું નોર્મલ લાઇફમાં સ્પીડ બ્રેકર.. એટલે ઉગાડુ છુ ડાંગર અને ચલાવું છુ ટ્રેક્ટર.. પણ હવે સીન પલટશે.. શોનાં ટાઇટલને લઇને જાત જાતની ચર્ચાઓ થઇ રહી હતી. બિગ બોસની આ નવી સિઝનને બિગ બોસ 14ની જગ્યાએ બિગ બોસ 2020 નામ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો- શ્વાસ લેવામાં તકલીફ થતાં અભિનેતા સંજય દત્ત લીલાવતી હોસ્પિટલમાં દાખલ, કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો

રિપર્ટ્સ મુજબ, બિગ બોસ 14નો ગ્રાન્ડ પ્રીમિયર 27 સપ્ટેમ્બરે થશે. શૂટિંગ તેનાં ઓનએર થવાનાં બે દિવસ પહેલાં એટલે કે 25 અને 26નાં થશે. 26 સપ્ટેમ્બરે સ્પર્ધકો બિગ બોસનાં ઘરમાં એન્ટ્રી લેશે. આ શો ટીવી પર 27 સ્પટેમ્બરનાં ઓનએર થશે.

આ વખતે કન્ટેસ્ટંટને કોરોનાને ધ્યાનમાં રાખીને ટેમ્પ્રેચર લેવલ અને હાઇજીન આધારે એલિમિનેટ કરવામાં આવી શકે છે. શો કોરોના મહામારી અને સોશિયલ ડિસ્ટંસિંગવાળા લોકડાઉન થીમ પર બનશે.
Published by: Margi Pandya
First published: August 9, 2020, 8:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading