એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીનાં સૌથી વિવાદિત રિયાલિટી શો બિગ બોસ 14 (Bigg Boss 14) હાલમાં તેનાં ફિનાલેની તૈયારીઓ કરી રહ્યું છે. આ વચ્ચે મેકર્સ શો પર વધેલાં કન્ટેસ્ટંટ્સની મુશ્કેલીઓ વધારવાનું નક્કી કરી લીધુ છે. આ વખતે ઘરવાળાને બિગ બોસનાં સૌથી ચર્ચિત એક્સ કંટેસ્ટ્સ જબરદસ્ત ચેલેન્જ આપવાનાં છે. જેમાંથી કેટલાકની ઝલક સામે આવી છે. રાખી સાવંત (Rakhi Sawant), કશ્મીરા શાહ (KashMera Shah), રાહુલ મહાજન (Rahul Mahajan) અને વિકાસ ગુપ્તા (Vikas Gupta)ની ઘરમાં એન્ટ્રી કરાવી છે. આ તમામ તેમની તેમની સિઝનમાં ખુબ ફેમસ હતાં. ખુદ સલમાન ખાને (Salman Khan)એ આ તમામનું ઘરમાં સ્વાગત કર્યુ છે.
આ પણ વાંચો- સલમાન ખાનની બહેન અર્પિતા જ્યારે દુબઇની રેસ્ટોરન્ટમાં એક એક કરીને તોડવા લાગી પ્લેટ, VIDEO VIRAL
આજે શોનાં આવનારા વિકએન્ડ કા વારની એક ઝલક સામે આવી છે. જેમાં સલમાન ખાન તમામ ચેલેન્જર્સને ઇન્ટ્રોડ્યૂસ કરતો નજર આવે છે. સૌથી પહેલાં નજર આવે છે માસ્ટર માઇન્ડ વિકાસ ગુપ્તા.. જે માસ્ક પહેરીને ઘરમાં એન્ટ્રી લે છે. જે બાદ રાહુલ મહાજનની સાથે રાખી સવંત એન્ટ્રી કરે છે.
તો રાખી ત્યારે ચોકી જાય છે જ્યારે તેને માલૂમ થાય છે કે, શોમાં કશ્મીરા સાહ પણ તેની સાથે બિગ બોસનાં ઘરમાં છે. રાખી મેકર્સ પર નારાજગી જાહેર કરે છે. એટલું જ નહીં કાશ્મીરા પણ પૂછે છે કે, રાખીને કેવી રીતે મેકર્સે આવવા દીધી.. આ તમામ જોઇને સલમાન ખાન ખુબ હસે છે. અહીં જુઓ શોનાં આવનારા એપિસોડની એક ઝલક
આપને જણાવી દઇએ કે, ફિનાલેમાં અભિનવ શુક્લા અને એઝાઝ ખાને પહેલાં જ એન્ટ્રી લઇ ચૂકી છે. એવામાં હવે રાહુલ વૈદ્ય, નિક્કી તંબોલી, જૈસ્મિન ભસીન અને રુબીના દિલૈકની વચ્ચે ફાઇનલ્સ માટે રેસ ચાલી રહી છે. બિગ બોસ 14નાં હોસ્ટ સલમાન ખાને એક અઠવાડિયા પહેલાંજ જાહેરાત કરી હતી કે, બિગ બોસ 14નાં ફિનાલેમાં ચાર જ સ્પર્ધકની એન્ટ્રી હશે.
Published by:Margi Pandya
First published:December 05, 2020, 17:38 pm