RAKHI SAWANT ની ડબલ મીનિંગ વાતોથી ભડક્યો SALMAN KHAN, કહ્યું તારી હદ પાર ન કર!

RAKHI SAWANT ની ડબલ મીનિંગ વાતોથી ભડક્યો SALMAN KHAN, કહ્યું તારી હદ પાર ન કર!
સલમાન ખાને લીધી રાખીની ક્લાસ

સલમાન ખાને (Salman Khan) તે કમેન્ટ ફરીથી બોલીને રાખીને (Rakhi Sawant) તેનો અર્થ પછ્યો હતો. પણ રાખી આ સાંભળીને બોખલાઇ ગઇ હતી. તેણે કહ્યું કે, મને યાદ નથી આવી રહ્યું. જેનાં પર સલમાન ખાને કહ્યું કે, રાકી આપને યાદ તો આવી રહ્યું છે પણ આપ નેશનલ ટીવી પર ફરી તે વાત બોલવામાં શરમ અનુભવી રહી છો.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સલમાન ખાન (Salman Khan) દર અઠવાડિયે બિગ બોસ 14 (Bigg Boss 14)નાં વિકેન્ડનાં વારમાં આવે છે. અને તમામ ઘરવાળાની ક્લાસ લગાવે છે. તેનાં આવવાથી જ તમામ ઘરવાળાનાં જીવ અદ્ધર થઇ જાય છે. શનિવારે એટલે કે 16 જાન્યુઆરીનાં વિકેન્ડનાં વારમાં તે હમેશાંની જેમ આ વખતે પણ તમામ ઘરવાળાની ક્લાસ લેતો નજર આવ્યો. જેમાં સોનાલી ફોગાટ (Sonali Fogat) અને રાખી સાવંતને (Rakhi Sawant) તેણે બરાબરનો પાઠ ભણાવ્યો.

    આમ તો, ગત કેટલાંક અઠવાડિયાથી સલમાન, રાખી સાવંતનાં ઘણાં વખાણ કરતો હતો. પણ આ અઠવાડિયે સલમાને રાખીનો પણ ઉધડો લઇ લીધો હતો. સલમાન ખાને રાકીને તે કમેન્ટ પર વાત કરી હતી જેમાં તેણે એક એપિસોડમાં અલી ગોનીની સામે વાત કરી હતી. રાખીએ ફીમેલ બૉડી પાર્ટ્સ અંગે આપત્તિજનક કમેન્ટ કરી હતી. જેનાં પર સલમાને તેનો ઉધડો લીધો હતો.


    View this post on Instagram

    A post shared by ColorsTV (@colorstv)




    સલમાન ખાને (Salman Khan) તે કમેન્ટ ફરીથી બોલીને રાખીને તેનો અર્થ પછ્યો હતો. પણ રાખી (Rakhi Sawant) આ સાંભળીને બોખલાઇ ગઇ હતી. તેણે કહ્યું કે, મને યાદ નથી આવી રહ્યું. જેનાં પર સલમાન ખાને કહ્યું કે, રાકી આપને યાદ તો આવી રહ્યું છે પણ આપ નેશનલ ટીવી પર ફરી તે વાત બોલવામાં શરમ અનુભવી રહી છો. જે બાદ સલમાન ખાને રાખીને કહ્યું કે, તે તેની ઇમેજ ન ભૂલે અને ગેમ રમવામાં તે તેની હદ પાર ન કરે. તે બોલ્યો કે એન્ટરટેઇનમેન્ટ અને વલ્ગેરિટી વચ્ચે તેણે એક લાઇન ડ્રો કરવાની જરૂર છે. સલમાન ખાને રાખીને કહ્યું કે, તે આ સીમા લાંધી લીધી છે અને હદ્દ પણ પાર કરી લીધી છે. જોકે, રાકી સલમાન સામે સ્પષ્ટતા કરવા લાગી હતી અને પણ સમલાન ખાને તેની કોઇ જ વાત સાંભળી ન હતી. અને તેને આવી હરકત ન કરવાં જણાવ્યું હતું.

    આ બાદ સલમાન ખાને સોનાલીને પણ ખુબ સંભળાવ્યું હતું. અને સોનાલીને રુબીના દિલૈગને જે ભદ્દી ગાળો અને ઘરવાળાને જ ધમકીઓ આપી હતી તેનાં પર ગુસ્સો કર્યો હતો.
    Published by:Margi Pandya
    First published:January 18, 2021, 11:36 am

    ટૉપ ન્યૂઝ