Bigg Boss 14: રાહુલના નેપોટિઝમનાં નિવેદનથી સલમાન થયો ગુસ્સે, બોલ્યો- કાલ ઉઠીને તારો દીકરો પણ સિંગર બનશે

Bigg Boss 14: રાહુલના નેપોટિઝમનાં નિવેદનથી સલમાન થયો ગુસ્સે, બોલ્યો- કાલ ઉઠીને તારો દીકરો પણ સિંગર બનશે
નેપોટિઝમ મુદ્દે સલમાને વૈદ્યને આડે હાથ લીધો

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બિગ બોસ 14માં આ અઠવાડિયે સલમાન ખાને રાહુલ વૈદ્યની ક્લાસ લીધી છે. કાણ કે રાહુલ વૈદ્યએ જાન કુમાર સાનુને એમ કહીને નોમિનેટ કર્યો કે તે નેપોટિઝમની પ્રોડક્ટ છે. જાન કુમારને એટલે તક મળી છે કારણ કે તે કુમાર સાનુનો દીકરો છે. જોકે, રાહુલની આ વાત અન્ય સ્પર્ધકોને ગમી નહોતી અને બધાએ વિરોધ કર્યો હતો.

    રાહુલ વૈદ્યના આ નિવેદન પર જાન કુમારે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે તેના પેરેન્ટ્સ નાનપણમાં જ અલગ થઈ ગયા હતા અને તેની માતાએ તેનો ઉછેર કર્યો છે. આથી નેપોટિઝ્મનો કોઈ સવાલ જ નથી. 'વીકેન્ડ કા વાર'માં હોસ્ટ સલમાન ખાને આ નિવેદન પર સવાલ કર્યો હતો અને તેને ખોટું ગણાવ્યું હતું. વાતચીતમાં સલમાને રાહુલને સ્પષ્ટ રીતે કહ્યું હતું કે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ ઘરમાં થવો જોઈએ નહીં.




    સલમાને રાહુલને ટકોર કરતાં કહ્યું હતું કે, જો કોઈ માતા-પિતા પોતાના બાળક માટે કંઈક કરે છે તો તેને નેપોટિઝ્મ ન કહેવાય. જો નેપિટોઝમને કારણે જાન ગાયક બની ગયો હોત તો તે રાહુલ કરતાં વધુ સફળ હોત. ભવિષ્યમાં રાહુલ જો તારો દીકરો સિંગિંગ પ્રોફેશનમાં આવે છે તો તું તેને પણ નેપોટિઝ્મ જ કહીશ?
    Published by:Margi Pandya
    First published:November 01, 2020, 17:36 pm

    ટૉપ ન્યૂઝ