Home /News /entertainment /Bigg Boss 14: ત્રોણેય સીનિયર્સ સાથે એકલી લડી પડી ટીવીની 'કિન્નર બહૂ', સંભળાવી ખરી-ખોટી

Bigg Boss 14: ત્રોણેય સીનિયર્સ સાથે એકલી લડી પડી ટીવીની 'કિન્નર બહૂ', સંભળાવી ખરી-ખોટી

હવે ટીવી ઇન્ડસ્ટ્રીની કિન્નર બહૂ એટલે કે, 'રૂબીની દિલેક' (Rubina Dilaik) તમામ સીનિયર્સ એટલે કે સિદ્ધાર્થ, હિના અને ગોહરની સાથે એકલી જ લડી પડી છે. તે પણ તેમનાં સામાન અંગે.

હવે ટીવી ઇન્ડસ્ટ્રીની કિન્નર બહૂ એટલે કે, 'રૂબીની દિલેક' (Rubina Dilaik) તમામ સીનિયર્સ એટલે કે સિદ્ધાર્થ, હિના અને ગોહરની સાથે એકલી જ લડી પડી છે. તે પણ તેમનાં સામાન અંગે.

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બિગ બોસ 14 (Bigg Boss 14) ની શરૂઆત થઇ ગઇ છે. અને દર વખતની જેમ આ વખતે પણ શોનાં સ્પર્ધકોની વચ્ચે ખેંચતાણ શરૂ થઇ ગઇ છે. દર્શકોને પણ શોમાં સીનિયર્સની એન્ટ્રી ઘણી પસંદ આવી રહી છે. આ બધાની વચ્ચે સીનિયર્સ અને જૂનિયર્સ વચ્ચે વિવાદ પણ શરૂ થઇ ગયો છે.

    પહેલાં સિદ્ધાર્થ શુકલા (Sidharth Shukla) અને શહઝાદ દેઓલ વચ્ચે બબાલ જોવા મળી. હવે ટીવીની જાણીતી 'કિન્નર બહૂ' એટલેકે રુબીના દિલૈક (Rubina Dilaik) તમામ સિનિયર્સ એટલે કે સિદ્ધાર્થ, હિના ખાન (Hina Khan) અને ગૌહર ખાન (Gauhar Khan) સાથે એકલાં હાથે લડી. તે પણ તેનાં સામાન માટે.




    દરરોજની જેમ જ્યારે ઘરવાળા BB મોલમાં દિવસની સાત વસ્તુની લિસ્ટ બનાવી રહ્યાં હતાં. તે સમયે રુબીનાએ સામાની ક્વોન્ટીટી અંગે સવાલ કર્યો હતો. જ્યાં તેનું કહેવું હતું કે, જો શૂઝનાં એક પેર એક આઇટમ હોય છે તો સલવાર કમીઝ અને દુપટ્ટા એક જ આઇટમ હોય છે. તેનાં પર રુબીનાએ સીનિયર હિના ખાનની સાથે વિવાદ કર્યો હતો. એટલું જ નહીં હિનાની સાથે સાથે તેણે સિદ્ધાર્થ શુક્લા અને ગોહર ખાન પર પણ નિશાનો સાધ્યો હતો.

    આ પણ વાંચો- લક્ષ્મીએ કર્યા 'લક્ષ્મી બોમ્બ'નાં વખાણ, અક્ષયે હાથ જોડીને કહ્યું- 'આટલાં બધા પ્રેમ માટે આભાર'

    વીડિયોમાં રુબીનાએ હિના ખાન, સિદ્ધાર્થ શુક્લા અને ગોહર ખાનને એમ પણ સંભાળાવે છે કે, આ લોકોને મગજનો ઉપયોગ કરતાં નથી આવડતો. આ લોકો ફક્ત બક-બક કરે છે. રુબીનાનો આ ઝઘડો તે સમાન અંગે કરી રહી હતી જેનો ઉપયોગ તે ઘરમાં કરવાં ઇચ્છે છે. પણ, બિગ બોસનાં નિયમોને કારણે તે કરી શકતી નથી.

    કારણ કે, બિગ બોસનાં ઘરમાં હાજર તમામ સભ્યો કૂલ 7 આઇટમ લઇ શકે છે. એવામાં પોત પોતાનો સામન લેવો આ સભ્યો માટે માથાનો દુખાવો બની ગયો છે.
    First published:

    विज्ञापन