Home /News /entertainment /Bigg Boss 14: રુબીના દિલૈકે સલમાન ખાનની સામે કર્યો ખુલાસો, બોલી- સુસાઇડ કરવાં ઇચ્છતી હતી

Bigg Boss 14: રુબીના દિલૈકે સલમાન ખાનની સામે કર્યો ખુલાસો, બોલી- સુસાઇડ કરવાં ઇચ્છતી હતી

(Photo credit: instagram/rubinadilaik)

ફેમિલી વીકમાં રુબીના (Rubina Dilaik)ને મળવાં તેની બહેન જ્યોતિકા (Jyotika Dilaik) પહોંચી હતી. અને સલમાન ખાન (Salman Khan)એ તેની સામે જ રુબીનાને ઘણું ખરુ ખોટુ સંભળાવ્યું હતું. જે બાદ રૂબીનાએ તેનાં ભૂતકાળ અંગે સલમાન ખાનની સામે મોટો ખુલાસો કર્યો છે.

વધુ જુઓ ...
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી એક્ટ્રેસ રુબીના દિલૈક (Rubina Dilaik)ને બિગ બોસ 14 (Bigg Boss 14) ની ટ્રોફી જીતવાની સૌથી દમદાર સ્પર્ધક માનવામાં આવે છે. શોમાં શરૂઆતથી જ રુબીના ખુલીને પોતાનો પક્ષ રાખતી નજર આવી છે. હાલમાં જ રાખી સાવંતની સાથે રુબીના દિલૈકની ખુબજ મોટી બહસબાજી થઇ હતી. વાત ત્યાં સુધી પહોંચી ગઇ કે, રુબીનાએ પાણી ભરેલી ડોલ રાખીની ઉપર ઉલારી દીધી. જે માટે રાકી સાવંત અને રુબીના દિલૈક (Rubina ilaik Big Revealation)ની ક્લાસ લગાવી હતી. ફએમિલી વીકમાં રુબીનાને મળવા તેની બહેન જ્યોતિકા (Jyotika Dilaik) પહોંચી હતી. અને સલમાન ખાને તેની સામે જ રુબીનાને ખરી ખોટી સંભળાવી હતી. જે બાદ રુબીનાએ તેનાં ભૂતકાળ અંગે સલમાન ખાનની સામે મોટો ખુલાસો કર્યો હતો.

આ પણ  વાંચો- Bigg Boss 14: રાખી પાસે નહોતા માતાનાં ઇલાજનાં પૈસા, મિત્રએ મદદનાં નામે વાપરીને...

સલમાન ખાન અભિનવ શુક્લાને કહે છે કે, 'તુ એક સાયન્ટિસ્ટ માણસ છે, તુ મને કહે ઠરકી આદમી છે, ઔરત નીચ છે જલીલ છે, ગંદી છે, ઘટિયા છે. મને કહે વધારે ગંદુ શું છે.. જે રાખીએ કહ્યું તે કે પછી જે તારી પત્નીએ કહ્યું એ..' જેનાં જવાબમાં રુબીનાએ કહેલી વાતને અભિનવે ખોટી ગણાવી હતી. જે બાદ સલમાન ખાને રુબીનાની બહેન જ્યોતિકાને પુછ્યું હતું કે, શું રુબીના પહેલેથી જ આવી છે.. કે પછી આ શોમાં તેનો નવો રૂપ જોવા મળ્યો છે.

આ પણ વાંચો- નિયા શર્માએ શેર કર્યા બોલ્ડ PHOTOS, યૂઝર્સે તેનાં ડ્રેસને ગણાવ્યું ગાડીનું કવર

જેનાં જવામાં જ્યોતિકા કહે છે કે, 'તેની નજરે આપ જોતા તો આપને તે એટલી ખોટી ન લાગતી' તેનાં પર સલમાન કહે છે કે, રુબીના ખોટી જઇ રહી છે. અને છેલ્લાં ઘણાં સમયથી ખોટી જઇ રહી છે. આ સાંભળીને જ્યોતિકા અને રુબીના બંને જ ઘણાં ઇમોશનલ થઇ જાય છે. રુબીના સલમાનને કહે છે કે, '8 વર્ષ પહેલાં સુધી હું આવી હતી. મારા માતા-પિતાની સાથે પણ મારા સંબંધો કંઇ સારા ન હતાં. મને ઘણો ગુસ્સો આવતો હતો. સુસાઇડ કરવાનાં વિચારો આવતા હતાં. રિલેશનશિપ તુટવાનું પણ આજ કારણ હતું.'

" isDesktop="true" id="1070120" >

જ્યોતિકા કહે છે કે રૂબીના ઘરે આવ્યા બાદ ઇમોશનલી ઘણી વિક થઇ ગઇ છે. મને આ અનુભવ થાય છે કે, ઘર પર તેને કોઇએ પ્રેમ નથી આપ્યો. તો બીજી તરફ સોશિયલ મીડિયા પર રુબીનાની ક્લાસ લેવા પર ફરી સલમાન ખાન ટ્રોલર્સનાં નિશાને આવી ગયો છે. યૂઝર્સ સલમાન ખાનનાં વીડિયો પર કમેન્ટ કરતાં અને તેનાં વ્યવહાર પર નારાજગી જતાવતા નજર આવી રહ્યાં છે.
First published:

Tags: Bigg Boss, Bigg boss 14, Rubina Dilaik, સલમાન ખાન