મુંબઇ: સલમાન ખાન (Salman Khan) આજે બિગ બોસનાં ફેન્સ માટે ખુશખબરી લઇને આવ્યાં છે. તેણે ગુરુવારે લાઇવ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બિગ બોસ 14 (Bigg Boss 14)નો આગાઝ કર્યો છે. આ શોનું પ્રીમિયર તો 3 ઓક્ટોબરનાં થશે. પણ આ પહેલાં જ સમલાન ખઆને દર્શકો માટે એક ખાસ કામ કર્યું છે. તેણે આજે લાઇવ આવીને દર્શકોને બિગ બોસનું આખુ ઘર (BB House) બતાવ્યું છે.
આ ઘરમાં 2020માં થઇ રહેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને કેટલાંક ખાસ ઇન્તેઝામ કરવામાં આવ્યાં છે. સલમાન ખાને તે તમામથી દર્શકોને રૂબરુ કરાવ્યાં છે. આ સાથે જ આ શોનાં પહેલાં સ્પર્ધકથી પણ રુબરુ કરાવ્યાં છે.
હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બિગ બોસ 14ની પ્રેસ કોન્ફરન્સ ડિજિટલી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો જે ધમાકેદાર શોથી કંઇ કમ ન હતી. આ પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં સલમાન ખાને ગીતો અને મ્યૂઝિકની વચ્ચે ધમાકેદાર એન્ટ્રી લીધી જે બાદ બિગ બોસનું આખુ ઘર બતાવ્યું.
આ વખતે BB હાઉસમાં રેસ્ટોરન્ટ, સિનેમાઘર, સ્પા અને મોલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સલમાને કહ્યું કે, લોકડાઉન દરમિયાન જો ઘરથી બહાર જવા, શોપિંગમાં જવા અને સ્પામાં જવાનું મિસ કર્યું છે તો, બિગ બોસ અલગ અંદાજમાં 2020માં જોવા મળશે.
આ પણ વાંચો- પતિની હરકતો અને ધરપકડ પર પૂનમે તોડી ચુપ્પી, લગ્નનાં 21 દિવસમાં તુટ્યો સંબંધ
આ લાઇવ પર સમલાન ખાને શોનાં પહેલાં સ્પર્ધકથી પણ મેળવ્યાં. આ કન્ટેસ્ટંટ છે જાન કુમાર સાનુ.. જે કુમાર સાનુનો દીકરો છે. આ શોમાં તેણે એન્ટ્રી એક ગીત ગાઇેનક રી હતી. તો સિદ્ધાર્થ શુક્લાએ જાન કુમાર સાનુ સાથે વાત કરી અને તેને ઘરમાં જતાં પહેલાં કેટલી ટિપ્સ આપી છે.
Published by:Margi Pandya
First published:September 24, 2020, 18:32 pm