એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: હાલમાં બિગ બોસને લઈ ભારે ચર્ચા કરવામાં આવી રહી છે. બિગ બોસ (Bigg Boss 14) માં ઘણી લવ સ્ટોરી શરૂ થાય છે તો ઘણી લવ સ્ટોરી તૂટી પણ જાય છે. એક્ટ્રેસ જાસ્મીન (Jasmin Bhasin)ની તો બિગ બોસના ઘરમાં 100 દિવસ રહ્યા બાદ જાસ્મીન ભસીન (Jasmin Bhasin) 10મી જાન્યુઆરીએ આઉટ થઈ ગઈ. તે ખુશ છે કારણ કે બેસ્ટફ્રેન્ડમાંથી તેનો બોયફ્રેન્ડ બનેલો અલી ગોની (Aly Goni) હજુ બિગ બોસ (Bigg Boss 14) ના ઘરમાં જ છે.
જાસ્મીને અલી સાથેનાં રિલેશનમાં વાત કરતાં જણાવ્યું હતું કે, હું રોજ સવારે ઊઠીને સૌથી પહેલા તેને જોતી હતી, હવે હું તે મિસ કરીશ. ઉલ્લેખનીય છે કે શો છોડ્યા બાદ તરત જાસ્મીને પોતાના ઘરે જવાના બદલે, તેના મિત્રો ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાની મુલાકાત લીધી હતી. તેણે આ બાબતે પણ વાત કરી હતી કે-બિગ બોસનું ઘર છોડ્યા બાદ, મને ઘણા બધા વિચારો આવ્યા હતા. હું નહોતી જાણતી કે બહાર લોકો મારા વિશે શું વિચારતા હશે. તેથી હું થોડી નર્વસ હતી. આગળ વાત કરી કે-મારા માતા-પિતાએ મને ગેમ પર ફોકસ કરવાનું કહ્યું હતું. તેમણે જે કહ્યું તે ગેમ માટે કહ્યું.
આ વાતચીત દરમિયાન જાસ્મીને રિલેશનશીપ વિશે પણ વાત કરી હતી કે-મારા પેરેન્ટ્સને અમારા રિલેશનશિપ સામે વાંધો કેમ હોય? મેં તેમની સાથે ચર્ચા કરી હતી અને તેઓ ખૂબ ખુશ છે’. હું પ્રેમમાં પડી છું અને આ સુંદર લાગણી છે. જો મારા માતા-પિતાને તકલીફ ન હોય તો મને આ વર્ષે લગ્ન કરવામાં કોઈ વાંધો નથી. એકવાર અલી બહાર આવે પછી મારા પેરેન્ટ્સ તેના પેરેન્ટ્સને મળવા જશે.
તેના માતા-પિતા શું કહે છે તે અમારે જાણવાની જરૂર છે. ત્યારે હવે જોવાનું રહેશે કે, શું ખરેખરમાં જાસ્મીન અને અલી લગ્ન કરશે કે પછી આ લવ સ્ટોરીનો અહીંયા જ અટકશે તે તો આવનાાર સમયમાં જ ખબર પડશે.
Published by:Margi Pandya
First published:January 11, 2021, 16:24 pm