બિગ બોસ 14 ફેમ નિક્કી તંબોલીએ બોલ્ડનેસની તમામ હદો પાર કરી, ફોટો જોઈને ફેન્સનો પરસેવો છૂટી ગયો

ફોટોશૂટમાં નિક્કી તંબોલી ખૂબ જ બોલ્ડ (Bold) અવતારમાં જોવા મળી રહી છે

આ ફોટો શેર કરતાં નિક્કી તંબોલીએ કેપ્શન આપ્યું, 'તે મારી ભૂલ નથી કે હું લોકપ્રિય છું અને એ પણ મારી ભૂલ નથી કે તમે ઈર્ષ્યાનો અનુભવ કરો છો.'

 • Share this:
  મુંબઈ : 'ખતરો કે ખિલાડી 11' (Khatro Ke Khiladi) અને 'બિગ બોસ 14' (Bigg Boss 14) જેવા રિયાલિટી શોનો ભાગ રહી ચુકેલી નિક્કી તંબોલી (Nikki Tamboli) તેના લેટેસ્ટ ફોટોશૂટ (Photoshoot)ને કારણે હેડલાઈન્સમાં છે. અભિનેત્રીએ (Actress) એક મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં નિક્કી તંબોલી ખૂબ જ બોલ્ડ (Bold) અવતારમાં જોવા મળી રહી છે. તેનો આ અવતાર જોઈને ફેન્સ (Fans) પોતાની જાતને કોમેન્ટ કરવાથી રોકી શકતા નથી.

  નિક્કી તંબોલી નિયોન બ્લેઝર સેટમાં જોવા મળી રહી છે. નિક્કીનું આ ફોટોશૂટ ફિટલૂક મેગેઝિન માટે છે. નિક્કી ખૂબ જ હોટ લાગી રહી છે. બિગ બોસ 14 ના ઘરની અંદર પણ તે હંમેશા તેના લુકને કારણે ચર્ચામાં રહે છે. નિક્કી હંમેશાથી સ્ટાઇલિશ રહી છે અને હવે તેનો લેટેસ્ટ લુક ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો શેર કરતાં નિક્કી તંબોલીએ કેપ્શન આપ્યું, 'તે મારી ભૂલ નથી કે હું લોકપ્રિય છું અને એ પણ મારી ભૂલ નથી કે તમે ઈર્ષ્યાનો અનુભવ કરો છો.'

  નિક્કીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જેવો મેગેઝીનનો કવર ફોટો શેર કર્યો કે ત્યારથી જ તેના ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. ટીવી એક્ટ્રેસ સના મકબુલે પણ નિક્કી તંબોલીના કિલર લુકને જોયા બાદ આ ફોટો પર ત્રણ ફાયર ઈમોટિકન્સ પોસ્ટ કર્યા છે.  વર્ક ફ્રન્ટ પર, નિક્કીએ 2019 માં 'ચિકાતી ગાડિલો ચિથાકોટુડુ' દ્વારા ટોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. અભિનેત્રીએ 'કંચના 3'થી કોલીવુડમાં પણ ડેબ્યુ કર્યું છે. નિક્કી તંબોલીજીએ કોમેડી શોમાં પણ કામ કર્યું છે. બિગ બોસ 14 પછી, નિક્કી તંબોલી પણ ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે.
  Published by:kiran mehta
  First published: