રાખી સાવંતે શેર કરી તેનાં બાળપણથી જવાનીની તસવીરો, ઓળખવી થશે મુશ્કેલ

એક્ટ્રેસ રાખી સાવંત (Rakhi Sawant)ને કોણ નથી ઓળખતું, બોલિવૂડ (Bollywood)માં લાંબા સમય સુધી રાખી તેનાં બાળપણથી લઇ જવાની સુધીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે.

એક્ટ્રેસ રાખી સાવંત (Rakhi Sawant)ને કોણ નથી ઓળખતું, બોલિવૂડ (Bollywood)માં લાંબા સમય સુધી રાખી તેનાં બાળપણથી લઇ જવાની સુધીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: રાખી સાવંત (Rakhi Sawant) તેનાં બિન્દાસ બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. બિગ બોસનાં ઘરમાં ચેલેન્જર બની એન્ટ્રી લેનારી રાખીએ તેનાં એન્ટરટેઇનમેન્ટથી સૌને ખુબ હસાવ્યાં અને ફેન્સનું દિલ જીતી લીધુ. રાકી 24 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી (Film Industry)માં છે. અને બે દાયકાથી વધુ સમયથી રાખી તેનાં દમ પર ઓળખ બનાવી રહી છે. તેનાં બાળપણથી લઇ જવાની સુધીનાં સફને રાખીની કેટલીક તસવીરોની સાથે શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર (Social Media) પર વાયરલ થઇ રહી છે.

  ઇન્સ્ટાગ્રામ પર રાખીએ તેની તસવીર શેર કરતાં લખ્યું છે કે, અત્યાર સુધીનો સફર.. હું ખુબ ખુશ છું. મે ઘણા ઉતાર ચઢાવ જોયા છે. પ્લીઝ મારા બાળપણની આ તસવીરો પર આપની રાય જણાવજો. રાકીની આ તસવીરોને ફેન્સ ખુબજ લાઇક અને કમેન્ટ કરી રહ્યાં છે. એક્ટ્રેસે તેનાં જીવનમાં ઘણાં એવાં ઉતાર ચઢાવ જોયા છે જેની તસવીરો વાયરલ થઇ રહી છે.

  આપને જણાવી દઇએ કે, ઇન્ડસ્ટ્રીમાં ભલે એક્ટ્રેસ રાખી સાવંતનું નામથી જાણીતી હોય પણ તેનું સાચુ નામ નીરુ છે. નીરુએ જ્યારે ઇન્ડસ્ટ્રીમાં કદમ મુક્યો ત્યારે તેણે તેનું નામ બદલી રાખી સાવંત કરી લીધુ હતું. રાખીનું બાળપણ મુશ્કેલીઓથી વીત્યું. તેનાં પરિવારની સાથે રાખી મુંબઇની એક નાનકડી ચોલમાં રહે છે. ઘરમાં ઘણી પાબંદીઓ છતાં રાખીએ બોલિવૂડ અને એક્ટિંગએ તેનાં કરિઅર બનાવવાનું નક્કી કરી લીધું.  ફિલ્મમાં આવતા પહેલાં રાખી સાવંતે ઘણો સંઘર્ષ કર્યો છે. વર્ષ 2007માં એક મેગેઝિનને આપેલાં ઇન્ટરવ્યૂમાં રાખી સાવંતે જણાવ્યું કે, તેનો પરિવાર ખુબજ ગરીબીમાં રહ્યો છે. તે 10-11 વર્ષની હતી તો ટીના અંબાણીનાં લગ્નમાં તેણે માત્ર 50 રૂપિયા રોજનાં મેળવી જમવાનું પીરસતી હતી. ઇન્ડસ્ટ્રીમાં રાખી નામની સાથે પૈસાથી કમાણી અને પરિવારને સેટલ કર્યાં.

  હાલમાં રાખી સાવંતની માતાની તબિયત નાદુરસ્ત હતી તેની માતાને કેન્સર છે. અને તેમની કીમોથેરપી ચાલી રહી છે. રાખ સાવંતે ફેન્સ તેની માતાની જલ્દી ઠીક તવાની દુઆ માંગી રહ્યાં છે.
  Published by:Margi Pandya
  First published: