Home /News /entertainment /Bigg Boss 14: દેવોલિના ભટ્ટાચાર્જીની છુટ્ટી, એજાઝ ખાન રેસમાંથી બહાર
Bigg Boss 14: દેવોલિના ભટ્ટાચાર્જીની છુટ્ટી, એજાઝ ખાન રેસમાંથી બહાર
દેબોલિના અને એજાઝ ખાન
Bigg Boss 14 હવે તેના છેલ્લા ચરણમાં છે. ટૂંક સમયમાં જ શોનો ફિનાલે છે. ત્યારે શોમાં કંઇક ને કંઇક એવું બને છે, જેથી ઘરના સભ્યો અને દર્શકોને હાલાકી પડી રહી છે. તાજેતરમાં જ અભિનવ શુક્લાના એવિક્શને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા અને હવે દેવોલીના ભટ્ટાચાર્જીએ આ શો છોડીને બહાર થવું પડ્યું છે. બિગ બોસ 13ની કન્ટેસ્ટંટ દેવોલિના ભટ્ટાચાર્જી એજાઝ ખાનની પ્રોક્સી બનીને શોમાં આવી હતી. હવે જ્યારે બિગ બોસ 14ના ઘરમાંથી દેવોલિના બેઘર થઈ ગઈ છે, ત્યારે એજાઝ ખાનનું પત્તું પણ શોમાંથી સાફ થઈ ગયું છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: Bigg Boss 14 હવે તેના છેલ્લા ચરણમાં છે. ટૂંક સમયમાં જ શોનો ફિનાલે છે. ત્યારે શોમાં કંઇક ને કંઇક એવું બને છે, જેથી ઘરના સભ્યો અને દર્શકોને હાલાકી પડી રહી છે. તાજેતરમાં જ અભિનવ શુક્લાના એવિક્શને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા અને હવે દેવોલીના ભટ્ટાચાર્જીએ આ શો છોડીને બહાર થવું પડ્યું છે. બિગ બોસ 13ની કન્ટેસ્ટંટ દેવોલિના ભટ્ટાચાર્જી એજાઝ ખાનની પ્રોક્સી બનીને શોમાં આવી હતી. હવે જ્યારે બિગ બોસ 14ના ઘરમાંથી દેવોલિના બેઘર થઈ ગઈ છે, ત્યારે એજાઝ ખાનનું પત્તું પણ શોમાંથી સાફ થઈ ગયું છે.
ગત વિકેન્ડ કા વારમાં શોના હોસ્ટ સલમાન ખાને દેવોલિના ભટ્ટાચાર્જીને ઘરની બહારનો રસ્તો બતાવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી એજાઝ ખાન જલ્દીથી ઘરમાં પ્રવેશ લેવાની વાત કરી રહ્યો હતો. તેણે કહ્યું હતું કે તે શોના મેકર્સ સાથે ઘરે પરત આવવા અંગે વાત કરી રહ્યો છે. પરંતુ હવે એજાઝ ખાનની તમામ યોજનાઓ પર પાણી ફરી વળ્યું છે, કારણ કે તેની પ્રોક્સી દેવોલિના ઘરની બહાર થઇ ગઈ છે.
કારણ કે, દેવોલિના એજાઝ ખાનનું પ્રતિનિધિત્વ કરી રહી હતી. જેથી તેની ઘરેથી વિદાય, એજાઝ ખાનનું એક્ઝિટ છે. એજાઝ ખાને તેની કેટલીક પ્રતિબદ્ધતાઓને કારણે શોમાંથી બ્રેક લીધો હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ દેવોલિના ભટ્ટાચાર્જી એજાઝ ખાનની પ્રોક્સી બનીને ઘરમાં આવી હતી. એજાઝ ખાને તેની ફિલ્મના શૂટિંગ માટે બ્રેક લીધો હતો, ત્યારબાદ દેવોલીનાએ તેનું સ્થાન લીધું હતું.
આ અઠવાડિયામાં નોમિનેટ થયેલા સભ્યોમાં દેવોલિના ભટ્ટાચાર્જી ઉપરાંત રાહુલ વૈદ્ય, રૂબીના દિલૈક, અલી ગોની, નિક્કી તંબોલી અને રાખી સાવંતના નામ શામેલ છે. વોટિંગ ટ્રેડમાં નીક્કી અને રાખીને જોખમ હતું, પરંતુ બંને ફાઇનાલિસ્ટ બનીને એલિમિનેશનથી દૂર થવામાં સફળ રહ્યા. જે બાદ બાકી સભ્યોમાં સૌથી ઓછા મત દેવોલિનાને મળ્યા. પરિણામે, તે શોમાંથી બહાર નીકળી ગઈ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર