Bigg Boss14નાં ઘરમાં ચંદ્રમુખી ચૌટાલા, સૌમ્યા અને નાગિનનો જુઓ કાતિલાના અંદાજ

બિગ બોસનાં ઘરમાં હસિનાઓનો જલવો

બિગ બોસમાં રૂબિના દિલૈક (Rubina Dilaik) ફેમસ સીરિયલ 'શક્તિ: અસ્તિત્વ કે અહેસાસ કી'માં સૌમ્યાનાં કિરદારમાં નજરઆવી હતી તો કવિતા કૌશિક (Kavita Kaushik) ફરી એક વખત 'ચંદ્રમુખી ચૌટાલા' વાળા અવતારમાં નજર આવી, જૈસ્મિન ભસીન પણ નાગિન-4નાં અવતારમાં નજર આવી.

  • Share this:
    મુંબઇ: બિગ બોસ 14 (Bigg Boss 14)માં હાલમાં હાઇ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. સિઝનની શરૂઆતની સાથે જ જૈસ્મિન ભસીન (Jasmin Bhasin) અને રુબીના દિલૈક (Rubina Dilaik)ની મિત્રતા હવે તુટતી નજર આવી રહી છે. બંને વચ્ચે કેપ્ટન્સી ટાસ્ક સમયે બોલાચાલી થઇ હતી જે ઝઘડામાં બદલાઇ હતી. બંને થોડા થોડા સમયે તૂ તૂ મે મે કરતાં રહે છે. આ વચ્ચે બિગ બોસનાં ઘરમાં હસીનાઓ ફરી એક વખત તેમનાં જૂના અવતારમાં પરત ફરી છે.

    જ્યા રુબીના દિલેક ફેમસ સિરીયલ શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કીની સોમ્યાનાં કિરદારમાં નજર આવી તો કવિતા કૌશિક (Kavita Kaushik) ફરી એક વખત 'ચંદ્રમુખી ચૌટાલા' વાળા અવતારમાં નજર આવી, જૈસ્મિન ભસીન પણ નાગિન-4નાં અવતારમાં નજર આવી.








    View this post on Instagram






    A post shared by ColorsTV (@colorstv)






    બિગ બોસ 14નાં સભ્યોએ તેમનાં જૂના અને ફેમસ કિરદારમાં ઘરમાં જબરદસ્ત ડાન્સ પરફોર્મન્સ આપ્યો. ગત એપિસોડમાં બિગ બોસ-14નાં ઘરમાં સૌમ્યા, નાગિન અને ચંદ્રમુખી ચૌટાલાનાં અવતરમાં રુબિના દિલૈક, કવિતા કૌશિક અને જૈસ્મિન ભસીને પરફોર્મન્સ આપી હતી. જેનાં વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યાં છે.

    આ પણ વાંચો- કાસ્ટિંગ ડિરેક્ટર પર TV એક્ટ્રેસે લગાવ્યો યૌન શોષણનો આરોપ, મુંબઇ પોલીસે કેસ કર્યો દાખલ

    તો વિકએન્ડનાં વારમાં બિગ બોસે તમામ ઘરવાળાને તક આપી કે તે તેમની મરજીથી કોઇપણ એક સભ્યને ઘરની બહારનો રસ્તો દેખાડી શકેછે જેમાં સભ્યોએ એક ફૂટબોલ પર તે સભ્યનો ચહેરો ચોટાડીને તેને કિક કરવાનું છે. જેને તેઓ ઘરની બહાર ઇચ્છતા હોય. આ ટાસ્ક દરમિયાન ઘરમાં તમામ સભ્યો તેમનાં દુશ્મનો પર હુમલો કરતાં નજર આવ્યાં. બિગ બોસ, સિઝન 14નાં ફિનાલેને એક જ અઠવાડિયુ બચ્યુ છે એવામાં ઘરનાં તમામ સભ્યો શોમાં ટકી રહેવાં મહેનત કરતાં નજર આવી રહ્યાં છે.
    Published by:Margi Pandya
    First published: