BB-14: અભિનવ શુક્લાને જોઇ લોકોને આવી સુશાંતની યાદ, ટ્વિટર પર ટ્રેન્ડ થયો #BB14HeroAbhinav

BB-14: અભિનવ શુક્લાને જોઇ લોકોને આવી સુશાંતની યાદ, ટ્વિટર પર ટ્રેન્ડ થયો #BB14HeroAbhinav

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બિગ બોસ 14 (Bigg Boss 14)માં હાલમાં સ્પર્ધકોની વચ્ચે જીતવાની રેસ ચાલી રહી છે. દરેક સ્પર્ધક પોતાને બિગ બોસ 14નો વિનર બનતો જોવા માંગે છે. આ સીઝનનમાં રુબીના દિલૈક અને તેનાં પતિ એક્ટર અભિનવ શુક્લા (Abhinav Shukla) એક મજબૂત સ્પર્ધક છે. જોકે, શરૂઆતમાં અભિનવ શુકલા એટલો મજબૂત સ્પર્ધક ન હતો માનવામાં આવતો. અભિનવ એક કમજોર સ્પર્ધક માનવામાં આવતો હતો તેનું કારણ રુબીના દિલૈક (Rubina Dilaik) માનવામાં આવી રહી છે. દર્શકોનું માનવું છે કે, અભિનવ શુક્લા તેની પત્નીની સામે દખાતો નથી.

    આ બાદ ટ્વિટર પર અભિનવ શુક્લા ટ્રેન્ડ કરી રહ્યો છે. કેટલાંક યૂઝર્સ તેને દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતથી તેની સરખામણી કરી રહ્યાં છે. યૂઝર્સે અભિનવ શુક્લાનાં સંયમનાં પણ વખાણ કરી દીધા છે. અને તેને શાંત સ્વભાવનાં વખાણ કર્યા છે. એક યૂઝરે લખ્યું છે કે, 'તે એક જેન્ટલમેન છે. જે સ્ટ્રોંગ છે અને અંદરથી પણ જેન્ટલમેન છે. #BB14HeroAbhinav.'







    તો રૂબીના અને અભિનવનાં સંબંધને ફેક કહેનારા પણ અભિનવનાં ફેન્સ ભડકી ઉઠ્યા છે. અને બંને વચ્ચેની બોન્ડિંગ પર પ્રતિક્રિયા આપી છે. એક યૂઝરે અભિનવ શુક્લા અને રુબીના દિલૈકની વચ્ચેનાં સંબંધ ને ક્યૂટ અને પ્યોર જણાવ્યાં છે. આપને જણાવી દઇએ કે, બિગ બોસનાં દર્શકોનું માનવું છે કે, અભિનવ પત્ની રૂબીના દિલૈકની પાછળ છુપાઇ જાય છે અને ખુલીને પોતાની ગેમ નથી રમી રહ્યો.





    પણ ગત કેટલાંક સમયમાં અભિનવ જે રીતે ઉભરીને સામે આવ્યો છે તે BB14નાં ટોપ 5 સ્પર્ધકોમાંથી એખ માનવામાં આવી રહ્યો છે. અભિનવ શુક્લા શોની દમદાર પર્સનાલિટી અને તેનાં અંદાજ દર્શકોની વચ્ચે ખુબ પંસદ કરવામાં આવી રહ્યો છે. બિગ બોસનાં દર્શકોનો એક મોટો હિસ્સો અભિનવ શુક્લાને બિગ બોસ 14નો વિનર બનતો જોવા માંગે છે.
    Published by:Margi Pandya
    First published:January 16, 2021, 10:54 am

    ટૉપ ન્યૂઝ