Sidharth Shukla Passes Away: ટીવી એક્ટર અને બિગ બોસ 13નો વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન થઇ ગયુ છે. તેણે ફિલ્મ 'હમ્પટી શર્મા કી દુલ્હનીયા'માં પણ કામ કર્યું છે
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી એક્ટર અને બિગ બોસ 13 નો વિજેતા સિદ્ધાર્થ શુકલાનું (Siddharth Shukla No more) હાર્ટ એટેકથી નિધન થઇ ગયું છે. સોમવારે મોડી રાત્રે તેનું હાર્ટ અટેકથી નિધન થઇ ગયુ છે. તે માત્ર 40 વર્ષનો હતો. (Siddharth Shukla Age) તે હાલમાં જ બિગ બોસ OTT અને ડાન્સ દિવાને 3માં તેની કહેવાતી ગર્લફ્રેન્ડ શહેનાઝ ગીલ સાથે નજર આવ્યો હતો. તે ટીવીની દુનીયાનો ઘણો જ પોપ્યુલર ચહેરો હતો. છેલ્લે તે એકતા કપૂરની પોપ્યુર વેબ સિરીઝ 'બ્રોકન બટ બ્યૂટીફૂલ 3' માં નજર આવ્યો હતો જેમાં તેણે અગત્સ્યનો રોલ અદા કર્યો હતો.
મુંબઇ પોલીસ દ્વારા સિદ્ધાર્થનાં નિધનની પુષ્ટિ કરવામાં આવી છે. ગત રોજ તેને કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સિદ્ધાર્થે બુધવારે રાત્રે કેટલીક દવાઓ લીધી હતી, પરંતુ ત્યારબાદ તે ઉઠ્યો નહીં. મુંબઇની કુપર હોસ્પિટલ દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી કે સિદ્ધાર્થનું મોત હાર્ટ અટેકને કારણે થયું છે.
ફેન્સને નથી થઇ રહ્યો વિશ્વાસ-
સિદ્ધાર્થનાં નિધનનાં સમાચારની પુષ્ટિ થવા છતાં તેનાં ફેન્સ આ વાતનો વિશ્વાસ કરવા તૈયાર નથી. સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થની મોટી ફેન ફોલોઇંગ છે. તેઓ તેની પર્સનાલિટી અને એક્ટિંગનાં દિવાના છે.
સિદ્ધાર્થનું હાર્ટ એટેકથી નિધન
'બિગ બોસ' જીત્યા બાદ મ્યૂઝિક વીડિયોમાં જોવા મળ્યો હતો-
શો જીત્યા પછી સિદ્ધાર્થ દર્શન રાવલના મ્યૂઝિક વીડિયો ‘ભૂલા દુંગા’માં શહનાઝ ગિલ સાથે દેખાયો હતો. એ પછી બીજા સોંગ ‘દિલ કો કરાર આયા’માં તેની ઓપોઝિટ નેહા શર્મા દેખાઈ હતી.
બાલિકા વધુથી થયો ફેમસ-
તે તેનાં ટીવી શો 'બાલિકા વધુ' અને 'દિલ સે દિલ તક'થી ફેમસ થઇ ગયો. તેણે ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા-6'માં પણ કામ કર્યું છે. આ સીવાય તે 'ફિઅર ફેક્ટર- ખતરો કે ખિલાડી' અને 'બિગ બોસ 13'માં પણ નજર આવી ચુક્યો છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર