Home /News /entertainment /

Bigg Boss 13 : માહિરાની માતાના નિવેદન પર ભડકી પારસની ગર્લફ્રેન્ડ

Bigg Boss 13 : માહિરાની માતાના નિવેદન પર ભડકી પારસની ગર્લફ્રેન્ડ

બિગ બૉસ 13

"માહિરાની માં આ આખી વાતને આટલી સરળતાથી કેમ લે છે. " : અક્ષરા

    પારસ અને માહિરાના પ્રેમની અભિવ્યક્તિ અને તે પછી બંનેની નીકટતા જે રીતે બિગ બોસમાં વધી રહી છે. તેને જોઇને ઘરની અંદર શહનાઝ ભાવુક થઇ રહી છે તો બહાર પારસની ગર્લફ્રેન્ડ તેમનાથી એકદમ ગુસ્સે ભરાયેલી છે. પારસ અને માહિરાને આ રીતે જોઇને માહિરાની માનું પણ નિવેદન આવ્યું છે. માહિરાની માએ કહ્યું કે મારી દીકરીને પારસથી કોઇ પ્રેમ નથી થયો. જો કે આ વાત પર પારસની ગર્લફ્રેન્ડ ભડકી ગઇ અને કહ્યું કે આવું તો ખાલી લવર્સ જ કરી શકે છે.

    સ્પોર્ટબોયમાં છપાયેલી ખબર મુજબ આકાંક્ષા પુરીએ કહ્યું કે મારા બોયફ્રેન્ડે તમારી દીકરીના ખભા પર જે રીતે કિસ કરી છે તેને તમે મિત્રતા કેવી રીતે કહી શકો. મને તે વાતનું આશ્ચર્ય છે કે માહિરાની મા આ આખી વાતને આટલી સરળતાથી કેમ લે છે. બંને જણા જે પણ કરે છે તે ખાલી લવર્સ કરે છે. જરા વિચારો આ વિષે, માહિરા સતત બોલતી હતી કે આ શું કરી રહ્યો છે?

    આકાંક્ષાએ કહ્યું કે મારા પણ મિત્રો છે પણ કોઇ આવું કંઇ નથી કરતા. આકાંક્ષા પુરીનો આ જવાબ માહિરાની માં સાનિયા શર્માના નિવેદન પછી આવ્યો છે. સાનિયા શર્માએ પોતાની દિકરી માહિરાનો પક્ષ લેતા કહ્યું કે તે પારસથી પ્રેમ નથી કરતી.

    સાનિયાએ ટાઇમ્સમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે મારી પુત્રીને પારસથી કોઇ પ્રેમ નથી થયો. આ બધુ તે ખાલી શહનાઝને રોકવા માટે કરી રહી છે. કારણ કે શહનાઝ તેમની મિત્રતાને લવ ટ્રાયએંગલનું નામ આપી રહી છે. વધુમાં તેમણે કહ્યું કે પારસ સાથે તેની દિકરી સારી મિત્રતા ધરાવે છે અને તે આ શોમાં ખાલી સારા મિત્રો છે.
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: Bigg Boss 13

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन