Home /News /entertainment /

BiggBoss-13 નું ટીઝર રિલીઝ , સલમાને કહ્યું શોમાં શું હશે ટ્વિસ્ટ

BiggBoss-13 નું ટીઝર રિલીઝ , સલમાને કહ્યું શોમાં શું હશે ટ્વિસ્ટ

રિપોર્ટ અનુસર બિગ બોસ 13 29 સેપ્ટેમ્બરનાં શરૂ થઇ શકે છે. સલમાને ટીઝરમાં શો સાથે જોડાયેલાં રહસ્ય ખોલે છે.

રિપોર્ટ અનુસર બિગ બોસ 13 29 સેપ્ટેમ્બરનાં શરૂ થઇ શકે છે. સલમાને ટીઝરમાં શો સાથે જોડાયેલાં રહસ્ય ખોલે છે.

    એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: કલર્સ ટીવી શો બિગ બોસ13નું ટીઝર રિલીઝ કરી દધુ છે. ટીઝરમાં સલમાન ખાન સ્ટેશન માસ્ટરનાં રોલમાં નજર આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર શોનું ટીઝર રિલીઝ થઇ ગયુ છે. જોકે આ ટીઝરમાં શો ક્યારે આવશે તેની માહિતી આપવામાં આવી નથી. પણ સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે આ શો 29 સપ્ટેમ્બરનાં રોજ રિલીઝ થશે.

    આ ટીઝરમાં સલમાન સ્ટેશન માસ્ટરનાં રૂપમાં બતાવવામાં આવ્યો છે. શો આ વખતે ટ્વિસ્ટથી ભરેલો હશે. સલમાન ખાન વીડિયોમાં કહે છે કે, કૃપ્યા ધ્યાનથી આ વખતે.. બિગ બોસની ગાડી હશે સેલિબ્રિટી સ્પેશલ.. ચાર અઠવાડિયામાં પહોંચશે ફિનાલે સુધી.. જે બાદથી સેલિબ્રિટીઝ કુરતા ફાડીને રુમાલ બનાવશે... જલદી આવજો નહીં તો પસ્તાશો.. રોકો.. રોકો.. બોલો- બોલો.. કમ સૂનો યાર..



    આપને જણાવી દઇએ કે, હોસ્ટ તરીકે 'બિગ બોસ-13' સલમાન ખાનની દસમી સીઝન હશે. સેપ્ટેમ્બરનાં અંતમાં આ શો શરૂ થશે. આ વખતે આમ આદમી એટલે કે સામાન્ય લોકો શોનો ભાગ નહીં હોય.આ વખતે ફક્ત સેલિબ્રિટીઝ જ શોનો ભાગ બનશે. સોર્સિસની માનીયે તો શોમાં ચંકી પાંડે, સિદ્ધાર્થ શુક્લા, દેવોલીના ભટ્ટાચાર્જી, આદિત્ય નારાયણ, મિહિકા શર્મા, મુગ્ધા ગોડસે, રાજપાલ યાદવ, ઋચા ભદ્રાનું નામ સામે આવી રહ્યું છે.

    પ્રોમો પરથી લાગે છે કે આ વખતે બિગ બોસનાં ઘરની થીમ સ્ટેશન કે રેલ સાથે જોડાયેલી હોઇ શકે છે. આ વખતે બિગ બોસ 13નો સેટ મુંબઇનાં ફિલ્મ સિટીમાં જ બનાવવામાં આવશે. દર વખતે બિગ બોસનો સેટ લોનાવાલામાં હોય છે. આપને જણાવી દઇએ કે, બિગ બોસનો શો ટીઆરપી ચાર્ટમાં ટોપ પર હોય છે. અને તેને ટોપ પર રાખવા માટે મેકર્સ હમેશાં કંઇ નવું નવું કરતાં રહે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: BB13, Bigg Boss 13, Released, સલમાન ખાન

    આગામી સમાચાર