Home /News /entertainment /

Bigg Boss 13: માહિરા શર્માના પગે પડી રશ્મિ દેસાઈ, હાથ જોડીને કરી આવી વાત

Bigg Boss 13: માહિરા શર્માના પગે પડી રશ્મિ દેસાઈ, હાથ જોડીને કરી આવી વાત

વીડિયો પરથી તસવીર

બિગ બોસ પ્રસારિત કરનારી ટીવી ચેનલ કલર્સે આ શોને એટલે કે આજે બીજી જાન્યુઆરી રાત્રે આવનારા એપિસોડની એક ઝલક શેર કરી હતી. બિગ બોસ 13ના આ પ્રોમોના વીડિયોમાં રશ્મિ દેસાઈ, વિશાલ અનેશેફાલી બગ્ગા સાથે વાત કરતી દેખાઈ રહી છે.

    મુંબઈઃ ટીવીની સૌથી પોપ્યુલર શો બિગ બોસ 13 (Bigg Boss 13)માં કોઈના કોઈ કન્ટેસ્ટન્ટ વચ્ચે ઝઘડો અને મારામારી જોવા મળે છે. પરંતુ અત્યારના દિવસોમાં ઘરમાં એક નવો જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. કન્ટેસ્ટન્ટ લડતા લડતા એક બીજાના પગ પકડતા દેખાયા છે. બિગ બોસના ગરમાં રશ્મિ દેસાઈ (Rashmi Desai) અને માહિરા શર્મા (Mahira Sharma)વચ્ચે આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું. આ બંને કોઈ વાત ઉપર લડી રહી છે. ઝઘડા દરમિયાન રશ્મિ દેસાઈએ માહિરા શર્માના પગ પકડ્યા હતા અને હાથ જોડ્યા હતા.

    બિગ બોસ પ્રસારિત કરનારી ટીવી ચેનલ કલર્સે આ શોને એટલે કે આજે બીજી જાન્યુઆરી રાત્રે આવનારા એપિસોડની એક ઝલક શેર કરી હતી. બિગ બોસ 13ના આ પ્રોમોના વીડિયોમાં રશ્મિ દેસાઈ, વિશાલ અનેશેફાલી બગ્ગા સાથે વાત કરતી દેખાઈ રહી છે.




    વાતવાતમાં રશ્મિએ માહિરાને ગલીઝ કહ્યું હતું. આ સાંભળીને માહિરા ખુબ જ ગુસ્સે થઈ હતી. બુમો પાડીને કહ્યું કે મોંઢા ઉપર બોલવાનું, પાછળથી બુરાઈ કરો છો. આ ઝઘડા દરમિયાન માહિરાએ રશ્મિને આંટી કહીને બોલાવી હતી. આ વાત ઉપર રશ્મિને ગુસ્સો આવ્યો હતો પરંતુ તેણે અલગ રીતે રિએક્ટ કર્યું હતું.

    રશ્મિએ માહિરાની સામે આવીને તેના પગ પકડ્યા હતા અને કહ્યું હતું કે, તું જેટલું બોલીને દુઃખી કરી શકતી હોય એટલું હુનર મારામાં નથી. આ ઉપર માહિરા કહે છે કે, તને પણ પ્રેમથી બોલીને દિલ તોડો છો ને. આ સાંભળીને રશ્મિએ માહિરા સામે હાથ જોડ્યા અને મોલી માફ કરી દે. આ વીડિયોમાં રશ્મી અને માહિરા ના ઝઘડામાં સિદ્ધાર્થ શુક્લા ખુશ થતો દેખાઈ રહ્યો છે.




    આ પહેલા નોમિનેશન પ્રક્રિયા દરમિયાન આસિમ રિયાઝે શેફાલી ઝરીવાલાને નોમિટેનટ કરી તો આ બંને વચ્ચે પણ ઝઘડો થયો હતો. ઝઘડા વચ્ચે શેફાલી પણ દંડવત થઈને આસિમના પગે પડી હતી. આ ઉપર આસિમે કહ્યું હતું કે, તમે જેની સાથે રહો છો એના જેવી જ હરકત કરો છો. આસિમે કહ્યું હતું કે શેફાલીને ભડકાવવા માટે દરેક ઝઘડામાં ઉતરે છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Bigg Boss 13

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन