Bigg Boss 12 રવિવારથી કલર્સ ચેનલ પર શરૂ થઈ રહ્યો છે. દરેક વખતની જેમ આ વખતે પણ સલમાન ખાન આ શો નો હોસ્ટ છે. આ વખતની સિઝનમાં ઘણું બધું નવું છે. શો માં વિચિત્ર જોડીઓની એન્ટ્રી થવા જઈ રહી છે. ચેનલે આવનાર શોની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેને જોઈને દર્શકોની આતુરતા વધી ગઈ છે. કલર્સ ચેનલે આ શો નો પ્રોમો વીડિયો પણ પોસ્ટ કર્યો છે. જેમાં લખ્યું છે સ્વાગત નહીં કરો સલમાન ખાનનું? પાગલપન અને એક્સાઇટમેન્ટનો પિટારો કાલે ખુલશે.
આમ તો બિગ બોસ રવિવારથી શરૂ થશે પણ સોશિયલ મીડિયા પર અત્યારથી જ ઘરમાં શું બની રહ્યું છે તેની અપટેડ આવવાની શરૂ થઈ ગઈ છે. ઘરમાં સલમાન ખાન યુવતીઓના એક ગ્રુપ સાથે પોતાની જ ફિલ્મોના ગીતો પર ડાન્સ કરતો જોવા મળે છે. વીડિયોમાં સલમાન ખાન પીળા રંગના ટી શર્ટમાં ડાન્સ મુવ્સ કરતો જોવા મળે છે. સલમાન ખાને પણ બિગ બોસની તૈયારીનો એક વીડિયો શેર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે બિગ બોસમાં કપલ્સ એન્ટ્રી થઈ રહી છે. જેમાં દાદ-પૌત્રની જોડી પણ છે અને ટીચર-સ્ટુડન્ટની જોડી પણ છે. આ જોડી વિશે જાણ્યા પછી લોકોમાં ક્રેઝ વધી ગયો છે. કપલથી મતલબ આ વખતે રોમાંટિક જોડીઓથી નહીં પણ વિચિત્ર જોડીઓથી છે.
આ વખતે શો માં આવનાર સેલિબ્રિટીમાં ભારતી સિંહ અને હર્ષ, શાલીન ભનોટ અને દલજીત કૌર, દીપિકા કક્કડ, તનુશ્રી દત્તા અને ઇશિતા દત્તા, સૃષ્ટિ રોડે, અનુપ જલોટા, શ્રીસંત, કરણ વોહરા, સુબુહી જોશી, નેહા પેંડસે હશે.
Ab fans chunenge apni favourite Jodi to enter the #BiggBoss12 house. Simply vote on Voot for your favourite Jodi in the outhouse and win them an entry to the #BB12 House @justvootpic.twitter.com/NLm11T6TO6