બિગ બોસ-12 માટે ઓડિશન શરૂ, શોમાં આવશે નવો ટ્વિસ્ટ

આ સાથે જ ગત સિઝન બિગ બોસનો સૌથી એન્ટરટેઇનિંગ અને TRP બેઇઝ શો રહ્યો હતો. હવે શોની બારમી સિઝન કેટલી અલગ હોય છે તે જોવું રહ્યું.

News18 Gujarati
Updated: April 16, 2018, 11:43 AM IST
બિગ બોસ-12 માટે ઓડિશન શરૂ, શોમાં આવશે નવો ટ્વિસ્ટ
આ સાથે જ ગત સિઝન બિગ બોસનો સૌથી એન્ટરટેઇનિંગ અને TRP બેઇઝ શો રહ્યો હતો. હવે શોની બારમી સિઝન કેટલી અલગ હોય છે તે જોવું રહ્યું.
News18 Gujarati
Updated: April 16, 2018, 11:43 AM IST
મુંબઇ: ટીવીનો સૌથી મોટો અને પસંદીદા રિયાલિટી શો બિગ બોસનાં ચાહકો માટે સારા સમાચાર છે. બિગ બોસની 12મી સિઝન માટે ઓડિશન શરૂ થઇ ગયુ છે. પણ આ વખતે ઓડિશનમાં એક નવો ટ્વિસ્ટ રાખવામાં આવ્યો છે. જે વિશે કલર્સ ચેનલે તેમનાં ટ્વિટર હેન્ડલ પર માહિતી શેર કરી છે.

કલર્સનાં ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર તેમણે લખ્યું છે કે, બિગ બોસ-12 ટૂંક સમયમાં જ શરૂ થવાનું છે. અને અમને આ વખતે જોડીમાં સ્પર્ધક જોઇએ છે. તેથી બિગ બોસનાં ઘરમાં ધમાલ મચાવવા તમારા પાર્ટનરને લઇને આવજો. ઓડિશન શરૂ થઇ ગયા છે.

આપને જણાવી દઇએ કે, રવિવારે સિંગિંગ રિયાલિટી શો રાઇઝિંગ સ્ટાર-2 પૂર્ણ થઇ રહ્યો છે. બિગ બોસ-11 પૂર્ણ થયા બાદ આ શો શરૂ થયો હતો. બિગ બોસ હમેશાની જેમ આ વખતે પણ ઓક્ટોબરમાં શરૂ થશે. પણ તેની સિલેક્શન પ્રક્રિયા ઘણી લાંબી હોય છે જેને કારણે તેનાં ઓડિશન અત્યારથી જ શરૂ કરી દેવામાં આવ્યાં છે.


Loading...

આ વખતે પણ સલમાન ખાન જ શોને હોસ્ટ કરશે. કારણ કે આ વખતે એવી કોઇ વાત ન હતી કે તે આ શો નથી કરવાનો. આપને જણાવી દઇએ કે બિગ બોસ-11ની વિનર ટીવીની ભાભીજી એટલે કે શિલ્પા શિંદે બની હતી. ટીવીની સંસ્કારી બહુ હિના ખાન ફર્સ્ટ રનર અપ રહી હતી. આ સાથે જ ગત સિઝન બિગ બોસનો સૌથી એન્ટરટેઇનિંગ અને TRP બેઇઝ શો રહ્યો હતો. હવે શોની બારમી સિઝન કેટલી અલગ હોય છે તે જોવું રહ્યું.
First published: April 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर