Home /News /entertainment /Amitabh Bachchan 80th Birthday: બર્થડે પર અમિતાભ બચ્ચને ફેન્સને આપી આ ગિફ્ટ, ચાહકોનાં રિએક્શનથી હેરાન થયાં બિગ-બી
Amitabh Bachchan 80th Birthday: બર્થડે પર અમિતાભ બચ્ચને ફેન્સને આપી આ ગિફ્ટ, ચાહકોનાં રિએક્શનથી હેરાન થયાં બિગ-બી
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનનાં જન્મદિવસ પર ફેન્સની ખુશીનો પાર નથી રહ્યો. દિકરી શ્વેતાએ પણ પિતાને ખાસ પ્રકારે આપી શુભકામના. 1969થી સિનેમા જગતમાં પગ મુક્યો પણ પહેલી ફિલ્મ રિલીઝ થવા માટે આશરે 3 વર્ષ જેટલી રાહ જોવી પડી હતી. ફિલ્મ ઝંઝીરથી કારકિર્દીના શિખર સર કર્યા.
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનનાં જન્મદિવસ પર ફેન્સની ખુશીનો પાર નથી રહ્યો. દિકરી શ્વેતાએ પણ પિતાને ખાસ પ્રકારે આપી શુભકામના. 1969થી સિનેમા જગતમાં પગ મુક્યો પણ પહેલી ફિલ્મ રિલીઝ થવા માટે આશરે 3 વર્ષ જેટલી રાહ જોવી પડી હતી. ફિલ્મ ઝંઝીરથી કારકિર્દીના શિખર સર કર્યા.
મુંબઈઃ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન આજે 80 વર્ષનાં થઈ ગયાં છે. આ મોકા પર દીકરી શ્વેતા બચ્ચને સોશિયલ મીડિયા પર તેમના માટે ખાસ મેસેજ લખ્યો છે, ત્યારે ફેન્સ પણ મુંબઈ સ્થિત તેમના ઘરની બહાર ગઈકાલ રાતથી જોવા મળી રહ્યા છે. અમિતાભ બચ્ચનું ઘર 'જલસા'ની બહાર અડધી રાત્રે ફેન્સે તેમને શુભકામનાઓ પાઠવી હતી. બિગ બીએ પણ ફેન્સને નિરાશ કર્યા નહતાં. તેમણે ગેટ પર આવીને ફેન્સનું અભિવાદન કર્યુ હતું. પોતાના ફેવરેટ સ્ટારને જોઈને ફેન્સની ખુશીનો પણ પાર રહ્યો નહતો.
ફિલ્મ જગતમાં પાંચ દાયકા સુધી સમય વિતાવી ચુકેલા બિગ બી આ ઉંમરે પણ ડિરેક્ટર્સની પહેલી પસંદ છે. બચ્ચને 1969માં આવેલી ફિલ્મ સાત હિન્દુસ્તાનીથી અભિનય જગતમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી, પરંતુ તે 1973માં દર્શકો સામે આવી હતી. જંજીરથી તેમની કારકિર્દીએ કામયાબીના શિખર સર કરવાનું શરૂ કર્યુ હતું. અમિતાભ બચ્ચનનો જન્મ 11 ઓક્ટોબર 1942એ ઉત્તર પ્રદેશના અલ્હાબાદ (હાલનું પ્રયાગરાજ)માં થયો હતો.
#WATCH | Actor Amitabh Bachchan surprises fans gathered outside his residence 'Jalsa' in Mumbai, as he walks out at midnight to greet them on his birthday pic.twitter.com/9iijjaWRoi
ત્યારબાદ તેમણે ડૉન, દીવાર, ચુપકે-ચુપકે, શક્તિ અને સિલસિલા સહિત અનેક શાનદાર ફિલ્મો કરી હતી. જોકે, ત્યારબાદ બચ્ચને પોતાની ઉંમરને ધ્યાનમાં રાખીને પાત્ર પસંદ કર્યા અને મોહબ્બતે તેમજ બાગબાન જેવી ફિલ્મો કરી. વર્ષ 2000માં તેમણે નાનાં પડદાં એટલે કે ટીવીમાં એન્ટ્રી કરી અને કોન બનેગા કરોડપતિ કાર્યક્રમ હોસ્ટ કરવાનું શરૂ કર્યુ. આ કાર્યક્રમ 22 વર્ષ પછી પણ હજુ શરૂ છે.
દીકરીએ લખ્યો ખાસ મેસેજ
બિગ બીનાં જન્મદિવસ પર દીકરી શ્વેતાએ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર ઘણાં ફોટો શેર કર્યા છે, જેમાં તે તેના પિતાની સાથે જોવા મળી રહી છે. એક તસવીરમાં અમિતાભ તેના પિતા હરિવંશરાય બચ્ચન અને માતા તેજી બચ્ચન સાથે ઉભેલા જોવા મળી રહ્યા છે.
કેપ્શનમાં શ્વેતાએ અબિદા પરવીન અને નસીબો લાલનું ગીત તૂ ઝૂમ કા ઇસ્તેમાલ કિયાનો ઉપયોગ કર્યો છે. તેણે લખ્યુ, 'પીરા નુ મેં સીને લાવાં, તે મેં હસદી જાવાં, ધુપ્પાં દે નાલ લડ લડ કે, મેં લાભિયાઁ અપની છાવાં. દુઃખ વિ અપને સુખ વિ અપને મેં તેબસ એહ જાના. સબ નુ સમજકે કી કરના એ, દિલ નુ એહ સમજાવાં. તૂ ઝૂમ ઝૂમ ઝૂમ ઝૂમ, તૂ ઝૂમ ઝૂમ ઝૂમ ઝૂમ. મેરે ગ્રાન્ડ ગોલ્ડન મેનને 80માં જન્મદિવસની શુભકામના.'
શ્વેતાની સિવાય અમિતાભની પૌત્રી નવ્યાએ પણ તેમની સાથેનાં નાનપણનાં ફોટોઝ શેર કરીને શુભકામના પાઠવી હતી. તેના કેપ્શનમાં તેણે અગ્નિપથ ફિલ્મનો ડાયલોગ તૂ ના થકેગાનો ઉલ્લેખ કર્યો છે. નોંધનીય છે કે અમિતાભ બચ્ચનનાં 80માં જન્મદિવસ પહેલા તેમની લેટેસ્ટ ફિલ્મ ગુડબાય પણ રિલીઝ થઈ ગઈ છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર