Rakhi Sawant Bigg Boss Entry: કોન્ટ્રોવર્સી ક્વીન (Controversy Queen) તરીકે પણ જાણીતી રાખી સાવંત (Rakhi Sawant) ફરી એકવાર ટીવી સ્ક્રીન પર ખળભળાટ મચાવવા આવી રહી છે. થોડા સમય પહેલા જ્યારે બિગ બોસ 16 (Bigg Boss 16) શરૂ થવાનું હતું, ત્યારે રાખીએ મીડિયા સામે પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી કે, તે પણ બિગ બોસના ઘરમાં જઈને તેના બોયફ્રેન્ડ આદિલ દુર્રાની (Adil Durrani) સાથે રહેવા માંગે છે.
રાખી તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા ધરાવે છે. તો તમને જણાવી દઈએ કે રાખીની બિગ બોસના ઘરમાં જવાની ઈચ્છા પૂરી થઈ ગઈ છે, પરંતુ તેમાં એક ટ્વિસ્ટ છે. આવો જાણીએ શું છે આ ટ્વિસ્ટ.
જેવું અમે હમણાં તમને કહ્યું તે મુજબ રાખી સાવંતે બિગ બોસના ઘરમાં એન્ટ્રી લઇ લીધી છે. રિલીઝ થયેલા પ્રોમોમાં જોઈ શકાય છે કે રાખી લાલ રંગના કપડામાં બિગ બોસના ઘરમાં પ્રવેશી છે. એન્ટ્રી લેતી વખતે રાખીએ કહ્યું- 'હું તમારા બધાની માં છું! હું બિગ બોસની પહેલી પત્ની છું. તેની સાથે પછી ઘણી વધુ વાઇલ્ડકાર્ડ એન્ટ્રીઓ પણ આવી. રાખી સાવંતને ચેલેન્જર તરીકે લાવવામાં આવી છે.
જો તમે વિચારી રહ્યા હોવ કે અમે અહીં કયા ટ્વિસ્ટ વિશે વાત કરી રહ્યા છીએ, તો ચાલો તમને જણાવીએ કે, વાસ્તવમાં રાખીની એન્ટ્રી બિગ બોસમાં થઈ છે, પરંતુ બિગ બોસ 16માં સલમાન ખાન (Salman Khan) વાળા બિગબોસ શૉમાં નહીં, પરંતુ મરાઠી બિગ બોસ સીઝન 4 (Marathi Bigg Boss Season 4) માં છે. રાખી સાવંત મરાઠી બિગ બોસ સીઝન 4ના ઘરમાં પહોંચી છે. રાખી માત્ર બિગ બોસમાં આવવા માંગતી હતી, તેથી તે મરાઠી સિઝનમાં આવ્યા પછી પણ ખૂબ ખુશ છે.
રાખી સાવંતે વર્ષ 2006માં હિન્દી બિગ બોસ સીઝન 1 કરી હતી. તે અરશદ વારસી દ્વારા હોસ્ટ કરવામાં આવ્યું હતું અને રાહુલ રોય વિજેતા હતા. આ સિઝનમાં કાશ્મીરા શાહ અને રૂપાલી ગાંગુલી પણ જોવા મળી હતી. આટલું જ નહીં, રાખી આ સિઝનમાં રનર અપ રહી હતી. આ પછી તે 2020માં બિગ બોસ 14માં જોવા મળી હતી. અહીં તે ટોપ 4માં સામેલ થઈ ગઈ, પરંતુ ફરીથી ટ્રોફી જીતી શકી નહીં. બિગ બોસે તેને ફરીથી 15મી સિઝનમાં તક આપી. આમાં પણ તેણે તેનું એન્ટરટેઈનમેન્ટ મોડ ઓન રહ્યું હતું, પરંતુ તે શો જીતી શકી નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર