Home /News /entertainment /

Bollywood News : સોનમ કપૂરના સસરા સાથે થયેલા 27 કરોડના કૌભાંડ કેસમાં ચોંકાવનારો ખુલાસો

Bollywood News : સોનમ કપૂરના સસરા સાથે થયેલા 27 કરોડના કૌભાંડ કેસમાં ચોંકાવનારો ખુલાસો

સોનમ કપૂર તેના પતિ આનંદ આહુજા અને પરિવાર સાથે

સોનમ કપૂરના (Sonam Kapoor) સસરા હરીશ આહુજાની (Harish Ahuja) કંપની 'શાહી એક્સપોર્ટ'માંથી કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યા બાદ ફરીદાબાદ પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ હતી, જેમાં હવે મોટો ખુલાસો થયો છે. ફરીદાબાદ પોલીસની અત્યાર સુધીની તપાસમાં એ વાત સામે આવી છે કે દેશની 15 મોટી કંપનીઓ આ ગેંગના નિશાના પર હતી.

વધુ જુઓ ...
    તાજેતરમાં બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરના (Sonam Kapoor) સસરા હરીશ આહુજા (Harish Ahuja) વિશે એવા સમાચાર આવ્યા હતા કે તેઓ સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. તેમની કંપની 'શાહી એક્સપોર્ટ' સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યા બાદ ફરીદાબાદ પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ હતી.

    ફરીદાબાદ પોલીસની અત્યાર સુધીની તપાસમાં એ વાત સામે આવી છે કે દેશના 15 મોટા નામ આ ગેંગના નિશાના પર હતા, જેને આ સાયબર ઠગ લૂંટવાની યોજના બનાવી રહ્યા હતા. એટલું જ નહીં આ ગુંડાઓ આમાંથી ચાર કંપનીઓને પોતાનો શિકાર બનાવી ચૂક્યા છે.

    આ ટોળકીએ નકલી ડિજિટલ સિગ્નેચર (DSC) દ્વારા 4 કંપનીઓને છેતરપિંડી કરી છે. આ અંગે માહિતી આપતાં સાયબર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું કે આ કેસના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જો કે, હજુ પણ મામલાના તળિયે જવા માટે તપાસ ચાલી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ ગેંગમાં અન્ય કોણ કોણ સામેલ છે અને તેણે અત્યાર સુધી કોને નિશાન બનાવ્યા છે.

    આ પણ વાંચો - Malaika Arora : મલાઈકા અરોરાની ગ્લેમરસ બોલ્ડ અને બ્યુટીફૂલ અદાઓ - Photos

    પોલીસનું કહેવું છે કે આ કેસમાં હજુ વધુ ધરપકડ થવાની શક્યતા છે. આ સાથે પોલીસ કેટલીક કંપનીઓની વિગતો પણ તપાસી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કેસના આરોપી સંતોષે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેના નિશાના પર અન્ય કંપનીઓ પણ હતી, જેને લૂંટવાની તેણે યોજના બનાવી હતી. ઈન્સ્પેક્ટર બસંતના કહેવા પ્રમાણે, આરોપી સંતોષના અંડરવર્લ્ડ ડોન છોટા શકીલ સાથે પણ સંબંધ હતા. તે છોટા શકીલનો શાર્પ શૂટર રહી ચૂક્યો છે.

    આ પણ વાંચો -  Russia-Ukraine War : યુક્રેનમાં ચારેતરફ ગૂંજી રહ્યો છે સાયરનનો અવાજ, ભયના માહોલમાં તમામ શહેરો

    તમને જણાવી દઈએ કે, હાલમાં જ સોનમ કપૂરના સસરા હરીશ આહુજા પાસેથી લગભગ 27 કરોડની સાયબર ફ્રોડનો મામલો સામે આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે હરીશ આહુજાની ફરીદાબાદ સ્થિત કંપની શાહી એક્સપોર્ટ્સ સાથે છેતરપિંડી કરવામાં આવી છે. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ફરીદાબાદના ડેપ્યુટી પોલીસ કમિશ્નર નીતિશ અગ્રવાલે જણાવ્યું કે હરીશ આહુજાના રૂપમાં સાઈબર ઠગોએ નકલી કંપની બનાવી અને કરોડો રૂપિયા ટ્રાન્સફર કર્યા. ફરિયાદ મળ્યા બાદ ફરીદાબાદની સાયબર પોલીસે 9 લોકોની ધરપકડ કરી હતી.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Sonam kapoor, બોલીવુડ, બોલીવુડ ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन