Home /News /entertainment /

Big news: 'Salaar' ના સેટ પર Prabhas સાથે થયો Accident, હોસ્પિટલમાં દાખલ

Big news: 'Salaar' ના સેટ પર Prabhas સાથે થયો Accident, હોસ્પિટલમાં દાખલ

પ્રભાસ સલાર ફિલ્મના સેટ પર એકસ્માતનો ભોગ બન્યો

Prabhas Accident : પ્રભાસ ફિલ્મ 'રાધે શ્યામ' (Prabhas Radhe Shyam) 11 માર્ચે રિલીઝ થઈ છે, જેમાં પૂજા હેગડે (Pooja Hegde) સાથે તેની લવ કેમિસ્ટ્રી જોવા મળી છે. 350 કરોડના ખર્ચે બનેલી ફિલ્મ રાધે શ્યામ વિવેક અગ્નિહોત્રીની નાના બજેટની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ સામે બોક્સ ઓફિસ પર પોતાનો ખાસ જાદુ નથી ફેલાવી શકી

વધુ જુઓ ...
    Prabhas Accident : 'બાહુબલી' (Bahubali)ની સફળતા બાદ પ્રભાસ દેશના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાં (Prabhas Fee per movie) નો એક બની ગયો છે અને તે 150 કરોડ રૂપિયાની ફી લે છે. પ્રભાસ (Prabhas News)ને લઈ એક મોટા સમાચાર છે કે અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતાએ બાર્સેલોના, સ્પેનમાં સર્જરી કરાવી છે અને આ દુર્ઘટના તેની આગામી ફિલ્મ સલારના સેટ પર અકસ્માત (Prabhas Accident) ને કારણે થઈ છે.

    પ્રભાસને બેડ રેસ્ટની સલાહ

    પ્રભાસ માટે આ એક નાની સર્જરી (Prabhas injured) હોવા છતાં પણ ડોક્ટરોએ તેને આગળના ટેસ્ટ સુધી સંપૂર્ણ આરામ કરવા કહ્યું છે. હકીકતમાં, તાજેતરના ઓપરેશનને કારણે, ડૉક્ટરોએ તેને થોડા દિવસો માટે બેડ રેસ્ટની સલાહ આપી છે. વિશ્વ વિખ્યાત અભિનેતાની સર્જરીના સમાચાર સાંભળીને તેના ચાહકોને મોટો આંચકો લાગ્યો અને સોશિયલ મીડિયા પર તેના નામનું હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યું. લાખો લોકો તેમના ફેવરિટ સ્ટારના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

    ધ કાશ્મીર ફાઇલ્સ સામે રાધે શ્યામ વધારે ચાલી શકી નહીં

    પ્રભાસ ફિલ્મ 'રાધે શ્યામ' (Prabhas Radhe Shyam) 11 માર્ચે રિલીઝ થઈ છે, જેમાં પૂજા હેગડે (Pooja Hegde) સાથે તેની લવ કેમિસ્ટ્રી જોવા મળી છે. ફિલ્મ પર દર્શકોનો મિશ્ર પ્રતિસાદ છે પરંતુ ધ કાશ્મીર ફાઇલ્સને કારણે તે ઓછો છે. સામે બાહુબલી ફેમ સ્ટારની 350 કરોડના ખર્ચે બનેલી ફિલ્મ રાધે શ્યામ વિવેક અગ્નિહોત્રીની નાના બજેટની ફિલ્મ સામે બોક્સ ઓફિસ પર પોતાનો ખાસ જાદુ નથી ફેલાવી શકી. કારણ કે જે બજેટમાં ફિલ્મ બનાવવામાં આવી હતી તે 8 દિવસ પછી પણ વસૂલ કરી શકાઈ નથી. અત્યાર સુધી આ ફિલ્મે 191 કરોડનું વર્લ્ડ વાઈડ કલેક્શન (radhe Shyam Box Office Collection) કર્યું છે. રાધા કૃષ્ણ કુમાર દ્વારા નિર્દેશિત, આ ફિલ્મમાં પૂજા હેગડે અને સચિન ખેડેકર, જગપતિ બાબુ, મુરલી શર્મા અને ભાગ્યશ્રી પણ મુખ્ય ભૂમિકામાં છે.

    આ પણ વાંચોHoli 2022: 'રંગ બરસે ભીગે ચુનારાવાલી'થી અમિતાભ બચ્ચનની ફિલ્મી કરિયરમાં આવ્યો વળાંક, ડૂબતી નૈયા પાર થઈ ગઈ

    પ્રભાસની સાલર તેલુગુ-કન્નડમાં રિલીઝ થશે

    પ્રભાસની 'સાલર' 14 એપ્રિલ 2022ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે, જેમાં તે શ્રુતિ હાસન સાથે રોમાન્સ કરતો જોવા મળશે. તે રૂ. 150 કરોડના બજેટમાં બની રહી છે, જેનું નિર્દેશન પ્રશાંત નીલ કરી રહ્યા છે અને આ ફિલ્મ તેલુગુ-કન્નડમાં રિલીઝ થશે. આ ફિલ્મ Hombale Films પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બની રહી છે. આમાં જગપતિ બાબુ પણ મહત્વના રોલમાં જોવા મળશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Prabhas, Prabhas Films, Prabhas Movies

    આગામી સમાચાર