Home /News /entertainment /

Big Exclusive: તિહાર જેલમાં 10 અભિનેત્રીઓ સુકેશ ચંદ્રશેખરને મળવા આવતી હતી - ED સૂત્ર

Big Exclusive: તિહાર જેલમાં 10 અભિનેત્રીઓ સુકેશ ચંદ્રશેખરને મળવા આવતી હતી - ED સૂત્ર

મહાઠગ સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrasekhar) ના મામલામાં ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા

મહાઠગ સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrasekhar) ના મામલામાં ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. આ કેસમાં બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) અને નોરા ફતેહી (Nora Fatehi) ની પૂછપરછ થઈ ચૂકી. સુકેશ ચંદ્રશેખર તિહાર જેલમાંથી પોતાની આલીશાન ઓફિસ ચલાવતો

વધુ જુઓ ...
    આશિષ મહર્ષિ

    Sukesh Chandrashekhar case: મહાઠગ સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrasekhar) ના મામલામાં ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. ચંદ્રશેખર રૂ. 200 કરોડની છેતરપિંડીના કેસમાં મુખ્ય આરોપી છે. આ કેસમાં બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) અને નોરા ફતેહી (Nora Fatehi) ની પૂછપરછ થઈ ચૂકી છે. હવે લાગે છે કે, આ મામલે સિનેમા જગત સાથે જોડાયેલા કેટલાક વધુ નામો સામે આવી શકે છે. EDના સૂત્રોના હવાલાથી આ સમગ્ર મામલે ઘણી સનસનાટીભરી બાબતો સામે આવી છે. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર, સુકેશ ચંદ્રશેખર તિહાર જેલ (Tihar Jail) માં એક મોટી અને આલીશાન ઓફિસ ચલાવતો હતો, જ્યાં તેને તમામ પ્રકારની સુવિધાઓ મળતી હતી. એટલું જ નહીં, સુકેશ જેલમાં લક્ઝુરિયસ ચિકન પાર્ટીઓ પણ કરતો હતો અને તેની મહિલા મિત્રો પણ આ પાર્ટીઓમાં હાજરી આપતી હતી. 10 થી વધુ સુપર મોડલ અને અભિનેત્રીઓ તેને જેલમાં મળવા આવતી હતી.

    સુકેશ જેલમાં લક્ઝુરિયસ પાર્ટી કરતો હતો

    EDના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, મહાઠગ સુકેશ ચંદ્રશેખર તિહાર જેલમાંથી પોતાની આલીશાન ઓફિસ ચલાવતો હતો. ચંદ્રશેખરની જેલમાં બનેલી આ ઓફિસ તમામ સુવિધાઓથી સજ્જ હતી. અભિનેત્રી લીના મારિયા પોલે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, જેલમાં તેની ઓફિસમાં સોફા, ફ્રીજ, ટીવી જેવી સુવિધાઓ હતી. મળતી માહિતી મુજબ લીનાને જેલમાં જવાની સંપૂર્ણ એક્સેસ હતું અને તે રજિસ્ટરમાં કોઈ એન્ટ્રી કર્યા વગર અંદર જતી હતી. લીનાએ પોતે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, ચંદ્રશેખર જેલમાં જ ચિકન પાર્ટીઓ કરતો હતો અને તેની મહિલા મિત્રો પણ આ પાર્ટીઓમાં આવતી હતી.

    સુકેશ ચંદ્રશેખર દર મહિને 1 કરોડ આપતા હતા

    મળતી માહિતી મુજબ, સુકેશની જેલમાં બનેલી આ આલીશાન ઓફિસ અવિરત ચાલતી રહી, આ માટે તે જેલ અધિકારીઓને દર મહિને 1 કરોડની તગડી રકમ આપતો હતો. તેની ઓફિસમાં મિનરલ વોટરની બોટલો પણ હતી. તમને જણાવી દઈએ કે, જેકલીન ફર્નાન્ડિઝ અને નોરા ફતેહી સિવાય ઓછામાં ઓછી 10 સુપર મોડલ અને બોલિવૂડ અભિનેત્રીઓ સુકેશને મળવા તિહાર જેલમાં જતી હતી.

    આ પણ વાંચોSpider Man No Way Homeથી લઈને 'જર્સી' સુધી, જુઓ - ડિસેમ્બરમાં રિલીઝ થનારી ફિલ્મોનું List

    ચંદ્રશેખર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે

    2017માં, ચંદ્રશેખરની એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને ચૂંટણી પંચ લાંચ કેસમાં તિહાર જેલમાં લઈ જવામાં આવ્યો હતો. એવો આરોપ હતો કે, તેણે AIADMK (અમ્મા)ના નેતા ટીટીવી ધિનાકરણ પાસેથી ચૂંટણી ચિન્હ 'દો પત્તિયા'ના સંબંધમાં કમિશનના અધિકારીઓને લાંચ આપવા માટે પૈસા લીધા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેણે AIADMK (અમ્મા) જૂથ માટે ચૂંટણી ચિન્હ મેળવવા માટે 50 કરોડ રૂપિયામાં ડીલ કરી હતી. તેની ધરપકડ સમયે, તેની પાસેથી કથિત રીતે 1.3 કરોડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા. સુકેશ તિહાર જેલમાં બંધ થયા બાદ એવા અહેવાલો આવ્યા હતા કે, લોક-અપમાં હોવા છતાં તે કરોડોની વસૂલાતનું રેકેટ ચલાવી રહ્યો છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Exclusive, Jacqueline Fernandez, Nora fatehi, Sukesh Chandrasekhar

    આગામી સમાચાર