ડ્રગ્સ ડીલરે NCBની તપાસમાં કર્યો મોટો ખુલાસો, કહ્યુ- બોલિવૂડમાં કોકેઇનની વધારે માંગ: સૂત્ર

ડ્રગ્સ ડીલરે NCBની તપાસમાં કર્યો મોટો ખુલાસો, કહ્યુ- બોલિવૂડમાં કોકેઇનની વધારે માંગ: સૂત્ર
સુશાંત અને રિયા

સુત્રોનું કહેવું છે કે ડ્રગ્સ ડીલરને બોલિવૂડમાં કોકિનની મોટી ડિમાન્ડ પુરી કરવા માટે મોટો ખુલાસો કર્યો છે. ડિલરે સુશાંત સિંહ રાજપૂતના નામનું ખુલાસો કરતા કહ્યું કે તે કોકિનનો ઉપયોગ કરતો હતો.

 • Share this:
  બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) અને રિયા ચક્રવર્તી (Riya Chakraborty)ના ડ્રગ્સ કનેક્શન મામલે (Drug Connection Case)ચાલી રહેલી તપાસમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ને કેટલાક મહત્વના પુરાવા હાથે લાગ્યા છે. એનસીબીના સુત્રોના હવાલેથી આ જાણકારી મળી છે. એનસીબીએ એક મોટા ડ્રગ્સ ડીલરને આ મામલે પૂછપરછ કરી છે.

  સુત્રોનું કહેવું છે કે ડ્રગ્સ ડીલરને બોલિવૂડમાં કોકિનની મોટી ડિમાન્ડ પુરી કરવા માટે મોટો ખુલાસો કર્યો છે. ડિલરે સુશાંત સિંહ રાજપૂતના નામનું ખુલાસો કરતા કહ્યું કે તે કોકિનનો ઉપયોગ કરતો હતો. સુત્રોનું કહેવું છે કે એક્ટર ડ્રગ્સ ડીલર દ્વારા કેટલાક સેલેબ્રિટીને પણ કોકિક અપાવતો હતો. પકડાયેલા ડ્રગ ડીલરે પુછપરછના આધારે દારૂદ નામના એક માફિયાથી એનસીબીની ટીમ પુછપરછ કરી રહી છે.  જાણકારી મુજબ દાઉદ મૂળ નાઝેરિયાનો રહેવાસી છે. અને ગત અનેક વર્ષોથી તે મુંબઇમાં રહી રહ્યો છે. દારૂદે ભારતીય મૂળની યુવતીથી લગ્ન કર્યા છે. અને ડ્રગ્સની દુનિયામાં તેનું મોટું નામ છે. જેના વિરુદ્ધ એનસીબીની ટીમે મહત્વના પુરાવા ભેગા કર્યા છે.

  સુશાંત સિંહ રાજપૂતના નિધન પછી આ કેસ બિહાર સરકારના નિવેદન પર કેન્દ્ર સરકારે સીબીઆઇને ટ્રાંસફર કર્યો છે. આ પછી એક પછી એક મોટા ખુલાસા થઇ રહ્યા છે. આ દરમિયાન નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની આ તપાસમાં જોડાયો છે. અને તેણે પોતાના કાર્યાલય અનેક લોકોને બોલાવીને પુછપરછ કરી હતી.

  આ પણ વાંચો : બિરલા પરિવાર અમેરિકામાં Racismનો બન્યો શિકાર, પુત્રીએ કહ્યું- અમને રેસ્ટોરાંથી બહાર તગેડ્યા

  વધુમાં આ મામલે રિયા ચક્રવર્તીને પણ જેલમાં રાખી હતી. આ કારણે બોલિવૂડ અને ડ્રગ્સ નેક્સસની વચ્ચેના કનેક્શન વિષે પણ અનેક વાતો બહાર આવી હતી. સીબીઆઇએ આ મામલે તપાસ કરી હતી. ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતની મોત પછી બોલિવૂડ અને તેના ડ્રગ્સ કનેક્શન વાત ખુલીને બહાર આવી છે. અને તેમાં અનેક મોટો ખુલાસા થઇ રહ્યા છે.

  સુત્રો દ્વારા બહાર આવેલી આ વાતમાં પણ જાણવા મળ્યુ છે કે બોલિવૂડમાં કોકિનની વધુ માંગ હતી. અને અનેક સેલેબ્રિટી આ લેતા હોવાનું પણ આ ડ્રગ્સ માફિયાએ પોલીસને જણાવ્યું હતું. ત્યારે હવે જોવાનું તે રહે છે કે આ કેસમાં બીજા કોઇની ધરપકડ આવનારા સમયમાં થાય છે કેમ?
  Published by:Chaitali Shukla
  First published:October 26, 2020, 16:14 pm

  ટૉપ ન્યૂઝ