Home /News /entertainment /ગુડ ન્યૂઝ! સલમાન ખાન બિગબોસમાં કરશે કમબેક, ડેન્ગ્યુમાંથી થયો રિકવર

ગુડ ન્યૂઝ! સલમાન ખાન બિગબોસમાં કરશે કમબેક, ડેન્ગ્યુમાંથી થયો રિકવર

સલમાન ખાન ફાઈલ ફોટો

સલમાન ખાનની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. તેને હજુ થોડી નબળાઈ છે. પરંતુ તે ડેન્ગ્યુમાંથી ઝડપથી રિકવર થઈ રહ્યો છે. સૂત્ર અનુસાર, સલમાન ગુરુવારે વિકેન્ડ કા વારનું શૂટિંગ કરશે. વિકેન્ડ કા વારમાં સલમાન ખાન સાથે કેટરીના પણ જોવા મળશે.

    મુંબઈઃ બિગ બોસમાં ગયા 'વિકેન્ડ કા વાર'માં ફેન્સને એક ઝટકો લાગ્યો હતો. પહેલો તો એ કે, તેમના ફેવરેટ સલમાન ખાનને ડેન્ગ્યુની જાણકારી મળી. બીજું એ કે, સલમાન ખાન બીમારીના કારણે 'વિકેન્ડ કા વાર' હોસ્ટ કર્યુ નહતું. સલમાનને બદલે કરણ જોહરે આ શોને હોસ્ટ કર્યો હતો અને ઘરનાં સભ્યોનો ક્લાસ પણ લીધો હતો. હવે બિગબોસ અને સલમાન ખાનનાં ફેન્સ માટે એક ખુશખબર સામે આવી છે. ગુડ ન્યૂઝ એ છે કે, સલમાન ખાન આ વિકેન્ડ કા વાર હોસ્ટ કરશે.

    વિકેન્ડ કા વાર હોસ્ટ કરશે સલમાન ખાન


    સલમાન ખાનની તબિયતમાં સુધારો આવ્યો છે. તેને થોડી નબળાઈ છે. પણ તે ખૂબ જ ઝડપથી ડેન્ગ્યુથી રિકવર થઈ રહ્યો છે. તેણે તેના બનેવી આયુષ શર્માની બર્થડે પાર્ટીમાં પણ હાજરી આપી હતી. સલમાન ખાનની તબિયતમાં સુધારો જોઈને ફેન્સ ખૂબ જ ખુશ છે. શોની નજીકના સૂત્રના જણાવ્યા અનુસાર, સલમાન ગુરુવારે વીકેન્ડ કા વારનું શૂટિંગ કરશે. પ્રોગ્રામિંગ ટીમને માહિતી મળી છે કે સલમાન ખાન ગુરુવારે બપોરે રિયાલિટી શો બિગ બોસના શુક્રવાર અને શનિવારના એપિસોડનું શૂટિંગ શરૂ કરશે. આ શોમાં ફિલ્મ ફોન ભૂતની ટીમ પણ હાજર રહેશે.

    આ પણ વાંચોઃ મલાઇકા અરોરાની બોલ્ડનેસે લગાવી આગ, સિઝલિંગ બેડરૂમ ફોટોઝ જોઇને તમે પણ કહેશો 'ઉફ્ફ...'

    ફિલ્મનાં લીડ સ્ટાર્સ કેટરીના કૈફ, ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી બિગ બોસની શોભામાં વધારો કરશે. વિકી કૌશલ સાથે લગ્ન બાદ કેટરીના કૈફ પહેલી વાર સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. બંનેની ફિલ્મ ટાઈગર 3 ખૂબ જ જલ્દી રિલીઝ થશે. બિગબોસના સ્ટેજ પર સૌ કોઈએ સલમાન ખાનને ખૂબ જ મિસ કર્યો હતો, ત્યારે હવે એક નાનકડાં વિરામ બાદ ફરી દર્શકો તેને બિગબોસ સ્ટેજ પર જોઈ શકશે. સલમાન છેલ્લા ઘણા સમયથી બિગ બોસ હોસ્ટ કરી રહ્યો છે. ફેન્સનો મતલબ જાણે બિગબોસ એટલે સલમાન ખાન બની ગયું છે.

    આ પણ વાંચોઃ બોલ્ડનેસના ચક્કરમાં એક્ટ્રેસે પહેર્યા એવા કપડાં કે હાથથી કવર કરવું પડ્યું સરકતું ટોપ

    સલમાન ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં છે. સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' બહુ જલ્દી રિલીઝ થશે. આ પછી તેની ફિલ્મ ટાઇગર 3 પણ આવશે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે કેટરિના કૈફ પણ જોવા મળશે. ઈમરાન હાશ્મી આ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે. આશા છે કે તેની ત્રીજી સિરીઝ પણ સક્સેસફુલ રહેશે. સલમાન ખાનની ફિલ્મોને સિલ્વર સ્ક્રીન પર જોવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સુક છે. ફેન્સની આ ઉત્સુકતાને ભાઈજાન જલ્દી જ ખત્મ કરવાના છે.
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Big Boss, Entertainment news, બિગ બોસ, મનોરંજન, સલમાન ખાન

    विज्ञापन
    विज्ञापन