Home /News /entertainment /Bigg Boss 16/ 5 વર્ષની ઉંમરમાં અબ્દૂ રોઝિકને થઈ હતી આ ગંભીર બીમારી, હિંમત હાર્યા વિના દુનિયાનો આ રીતે કર્યો સામનો

Bigg Boss 16/ 5 વર્ષની ઉંમરમાં અબ્દૂ રોઝિકને થઈ હતી આ ગંભીર બીમારી, હિંમત હાર્યા વિના દુનિયાનો આ રીતે કર્યો સામનો

બિગ બોસ કંટેસ્ટેંટ અબ્દૂ રોઝિકે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે, તેના કદનાં કારણે તેને ઘણાં મ્હેણાંનો સામનો કરવો પડતો હતો. 5 વર્ષની ઉંમરમાં રિએક્ટ્સ અને હાર્મોન્સની ઉણપને કારણે થઈ હતી આ ગંભીર બીમારી.

બિગ બોસ કંટેસ્ટેંટ અબ્દૂ રોઝિકે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે, તેના કદનાં કારણે તેને ઘણાં મ્હેણાંનો સામનો કરવો પડતો હતો. 5 વર્ષની ઉંમરમાં રિએક્ટ્સ અને હાર્મોન્સની ઉણપને કારણે થઈ હતી આ ગંભીર બીમારી.

મુંબઈ: બિગ બોસ 16નાં સૌથી ક્યૂટ અને પોપ્યુલર કંટેસ્ટેંટ અબ્દૂ રોઝિક સોશિયલ મીડિયા પર દરેકનો ક્રશ બની રહ્યો છે. તાજિકિસ્તાનનાં રહેવાસી દુનિયાનાં સૌથી નાનાં સિંગર અબ્દૂ રોઝિક કોઈ ઈન્ટરનેટ સેન્સેશનથી ઓછો નથી. બિગ બોસ હાઉસની બહાર અબ્દૂના ફેન્સ તેની ક્યૂટનેસ પર ફિદા છે, પણ બિગ બોસનાં ઘરમાં રહેલાં તેના પ્રતિસ્પર્ધી પણ તેની ક્યૂટનેસનો શિકાર થઈ ગયાં છે. મળતાં રિપોર્ટ અનુસાર 5 વર્ષની ઉંમરમાં રિકેટ્સ અને હાર્મોન્સની ઉણપથી પીડિત થવાના કારણે તેની ફિઝિકલ ગ્રોથ સામાન્ય માણસોની જેમ થઈ શકી નથી.

અબ્દૂ રોઝિકનું કદ અને ફિઝિકલસ અપીરિયંસ 8-9 વર્ષના બાળકની જેવું જ લાગે છે. પરંતુ, તેની પાછળનું કારણ તેની ગંભીર બીમારી છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન અબ્દૂ રોઝિકે જણાવ્યુ હતું કે, તેના કદનાં કારણે તેને ઘણાં પ્રકારની વાતો સાંભળવી પડે છે. પરંતુ, દુનિયાના મ્હેણાં ટોણાથી નિરાશ થઈને, પરેશાન થવું કે રડવાને બદલે તેણે કંઈક અલગ કરવાનું વિચાર્યુ અને દુનિયાની સામે તેની કમજોરીને પોતાની તાકાત બનાવીને રજૂ કરી. જેનું પરિણામ હાલ સૌ કોઈ જોઈ રહ્યા છે.



અબ્દૂની ક્યૂટનેસ પર સૌ કોઈ છે ફિદા


3 ફૂટ 3 ઇંચની લંબાઈવાળા અબ્દૂ રોઝિકે તેનાં વિનમ્ર સ્વભાવ અને જબરદસ્ત અંદાજ સાથે દર્શકોના દિલમાં પોતાની જગ્યા બનાવી દીધી છે. કહેવામાં આવી રહ્યુ છે કે શોમાં તેનાં કરતાં વધારે કોન્ટેંટ કોઈ નથી આપી રહ્યું. જોકે, તેને હિન્દી બોલતાં નથી આવડતું ના તો તે હિન્દી સમજી શકે છે. પરંતુ, કોન્ટેંટ માટે અબ્દૂનો ક્યૂટ અંદાજ જ પૂરતો છે.

સિંગિંગ સાથે બ્લોગિંગ પણ કરે છે અબ્દૂ


અબ્દૂના રેપ સોન્ગ લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે. સિંગિંગની સાથે-સાથે તે એક પોપ્યુલર બ્લોગર પણ છે. તેની એવલૉન મીડિયા નામની પોતાની યુટ્યુબ ચેનલ છે, જે ખૂબ જ ચર્ચામાં રહે છે. 3 સપ્ટેમ્બર વર્ષ 2003થી તાજિકિસ્તાનના પંજાકેંટ જિલ્લાનાં ગિશદરવામાં જન્મેલો અબ્દૂ બિગ બોસમાં આવ્યા બાદ વધારે પોપ્યુલર બની ગયો છે. તેનું ઓહી દિલ જોર ગીત ખૂબ જ પ્રખ્યાત થઈ હતું.
First published:

Tags: Abdu Rozik, Big Boss, Bigg Boss16, Entertainemt News, મનોરંજન